Saturday, August 20, 2022
HomeIndiaકુદરતની બનાવેલ અજાયબ ચકલી, કાચીંડાની જેમ રંગ બદલી બતાવે છે આ ચકલી

કુદરતની બનાવેલ અજાયબ ચકલી, કાચીંડાની જેમ રંગ બદલી બતાવે છે આ ચકલી

આપણે બધા જાણીએ જ છીએ કે જાનવરોમાં એક કાચિંડો જ એક એવું છે જએ સ્કીનનો રંગ બદલી શકે છે. પણ આજે અમે તમને એક એવો વિડીયો બતાવી રહ્યા છે જેમાં એક સુંદર ચકલીનો રંગ પણ બદલાઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહેલ આ વિડીયોને જોઈને એક સેકન્ડ માટે તમે પણ હેરાન થઈ જશો કેમ કે આ ચકલીમાં એક કે બે નહીં પણ પલક ઝપકાવતા જ ઘ રંગ બદલાઈ જવાની ક્ષમતા છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા પક્ષીનો વીડિયો જોઈને લોકો તેની અનોખી શક્તિથી આશ્ચર્યચકિત થઈ રહ્યા છે. હકીકતમાં પક્ષીની આ અનોખી અથવા વિચિત્ર શક્તિ તેની પાંખોમાં છે, જેનો રંગ તે જ્યારે પણ ઇચ્છે ત્યારે સેકંડમાં કાચંડાની જેમ તરત જ બદલાઈ જાય છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ અનોખા પક્ષીનો વીડિયો જોશો તો તમે પણ મંત્રમુગ્ધ થઈ જશો.

આ હમિંગ બર્ડ માણસના હાથ પર બેઠેલું જોવા મળે છે, જે ધીમે ધીમે ચમકદાર, ગુલાબી રંગમાં રૂપાંતરિત થતાં પહેલાં તેનો રંગ ઘેરા લીલાથી કાળો કરે છે. આ બધા રંગો બદલાય છે કારણ કે પક્ષી જુદી જુદી દિશામાં માથું ફેરવે છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે આ નાનું પક્ષી સેકન્ડોમાં રંગ બદલી રહ્યું છે.

આ વીડિયો ક્લિપ ભલે થોડી સેકન્ડની છે પરંતુ આ વીડિયો ઈન્ટરનેટ પર ખૂબ વાઇરલ થઈ રહ્યો છે. જ્યારે આ પક્ષી જુદી જુદી દિશામાં માથું ફેરવે છે ત્યારે તેનો રંગ પણ બદલાઈ રહ્યો છે. ઈન્ટરનેટ પર આ સુંદર મંત્રમુગ્ધ કરનાર વીડિયો જેણે પણ જોયો તે જોતો જ રહ્યો. આ વીડિયો જોયા બાદ સોશિયલ મીડિયા યુઝર્સ ખૂબ ઝડપથી પોત-પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

આ સુંદર વીડિયો વન્ડર ઓફ સાયન્સના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોને ઈન્ટરનેટ નેટીઝન્સનો ઘણો પ્રેમ મળી રહ્યો છે. આ વીડિયોને લગભગ 3 મિલિયન લોકોએ જોયો છે. એટલું જ નહીં ઇન્ટરનેટ યુઝર્સ પણ આ વીડિયો પર પોતાની અલગ-અલગ પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે, “મેં મારા જીવનમાં આવું ક્યારેય જોયું નથી. તે પ્રકૃતિની સૌથી સુંદર ભેટોમાંની એક છે.

બીજી તરફ અન્ય એક ટ્વિટર યુઝરે લખ્યું કે “ઓએમજી ખૂબ સુંદર.” તે જ સમયે, ઘણા લોકો એવા છે જેઓ તેમની રચનાત્મકતા અનુસાર આ સુંદર પક્ષીના વખાણમાં એકથી વધુ કેપ્શન આપતા જોવા મળે છે. બાય ધ વે, આપ સૌને આ સુંદર વિડિયો કેવો લાગ્યો? ટિપ્પણી કરીને અમને જણાવો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments