Tuesday, August 9, 2022
HomeAjab Gajabકોઈ પણ ભગવાનની બાધા રાખતા પહેલા એકવાર જરૂરથી આ માહિતી વાંચો, તમારી...

કોઈ પણ ભગવાનની બાધા રાખતા પહેલા એકવાર જરૂરથી આ માહિતી વાંચો, તમારી બાધા સફળ થઈ જશે – Gujrat Khabar

નમસ્કાર દોસ્તો,આ દુનિયામાં જીવ માત્ર સુખને શોધે છે, કોઈ પણ જીવને દુ:ખ જોઈતું નથી.જ્યારે માણસ પર દુ:ખ આવી પડે છે ત્યારે દુ:ખમાંથી નીકળવાના મરણ પ્રયાસ કરે છે.એમાનો એક પ્રયાસ એટ્લે બાધા. આજે આપણે બાધાની વાત કરીશું.મારે ઘેર વસ્તાર નથી,મારા ઘરે ઘોળિયું બંધાય તો ભગવાન હું આ બાધા પૂરી કરીશ.

મારા છોકરાને છોકરી મળતી નથી, જો એનું ઠેકાણું થઈ જાય તો હું ચાલતો દર્શન કરવા આવીશ, મારે આ બીમારી છે,દવાઓ ખર્ચી છતાં બીમારી દૂર થતી નથી એ બીમારી મટી જાય તો હું શ્રીફળ-ચૂંદડી અને અગરબત્તી લઈ હું બાધા કરીશ.તમે થોડુક વિચારો કે આ જે બાધા રાખો છો તે ખરેખર શું છે ? જેમ વેપારી અને ગ્રાહક ખરીદનાર-વેચનાર જેવી રીતે સોદો કરે છે એ રીતે આપણે ભગવાન પાસે એક પ્રકારનો સોદો કરીએ છીએ.

હું શ્રીફળ-ચૂંદડી અને અગરબત્તી ત્યારે જ કરું જ્યારે મારી બીમારી દૂર થાય.હું ચાલતો ત્યારે જ આવું જ્યારે મારા છોકરાને છોકરી મળે તો, આ રીતે ભગવાન પાસે આપણે એક સોદો કરીએ છીએ એવું કહેવાય.જ્યારે આવું કરીએ ત્યારે ભક્ત-ભગવાનનો જે સંબંધ છે તે સંબંધ ખલાસ થઈ જાય છે.માત્ર સ્વાર્થનો સંબંધ રહે છે.

તમે એક વિચાર કરો, જે દેવી-દેવતાઓ જેના જીવનમાંથી સુગંધ આવે, ભગવાન દેવી-દેવતાઓનું પદ મળ્યું હોય,એ દેવી-દેવતા પાસે જ્યારે આપણે આવી નાશવંત વસ્તુની અપેક્ષા રાખીએ ત્યારે ખરેખર આપણા પર ભગવાન હસતા હશે, શું મે બુદ્ધિ આપી છે એનો માણસ સદુપયોગ કરે છે !ભગવાનને જો એક શ્રીફળની જરૂર હોય તો બધી નારિયેળી ઉપર હોય.

જો તમારે એક ડબો તેલ ચડાવવાની બાધા હોય તો તમે શ્રદ્ધાથી સવા શેર તેલ ચડાઈ શકો છો, બાકીનું તેલ વધે એ ભૂખ્યાને ખવડાવશો તો પણ ભગવાન તમારા પર રાજી થશે.અમે કોઈની શ્રદ્ધા તોડવાનો પ્રયાસ કરતા નથી,પણ હા તમે શ્રદ્ધાથી લઈ જાઓ પણ કોઈ અપેક્ષા વગર ભગવાનને અર્પણ કરો, માત્ર ભાવથી ધરાવો.હે ભગવાન… હું તારી પાસે આવ્યો છું, તારો દીકરો-દીકરો થઈને આવ્યો છું,હુ જે પ્રસાદ અર્પણ કરું છું જે તમે પ્રેમથી સ્વીકારો.

ભગવાન એવી શક્તિ આપો, જે શક્તિથી હું નરમાંથી નારાયણ થઈ શકું, જે શક્તિથી હું જીવમાંથી શિવ થઈ શકું, જે શક્તિથી આત્મામાંથી પરમાત્મા થઈ શકું, આવી શક્તિ આપણે માગવાની છે.બીજાના સુખ માટે શક્તિ માંગો.નિયમ એવો છે કે,તમે જ્યારે બીજાના સુખ માટે શક્તિને વાપરો એટ્લે લક્ષ્મી આપમેરે તમારા ઘરે આવે છે.સંસારની કોઈ નાશવંત વસ્તુઓની અપેક્ષા ન રાખવી.

અમારી એક જ વિનંતી છે કે તમારી શ્રદ્ધા-વિશ્વાસ હોય હોય તો બાધા રાખો ,ના નથી પણ એ બાધા રાખ્યા પછી કોઈ નાશવંત, સંસારી અપેક્ષા ન રાખશો.ભગવાન પાસે એટલું જ માંગો મન-વચન-કાયા બીજાના સુખ માટે મારુ શરીર ઘસાઈ જાય એવી મને શક્તિ આપ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments