Saturday, August 20, 2022
HomeAAPગુજરાતના બેરોજગાર યુવાનોને લઈને અરવિંદ કેજરીવાલે આપી મોટી ગેરંટી - Gujrat Khabar

ગુજરાતના બેરોજગાર યુવાનોને લઈને અરવિંદ કેજરીવાલે આપી મોટી ગેરંટી – Gujrat Khabar

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે ગુજરાતના પ્રવાસે આવેલ છે. એવામાં શ્રાવણ મહિનાનો સોમવાર છે અને તે આજે સોમનાથ પહોંચ્યા હતા. અરવિંદ કેજરીવાલલે સંબોધનની શરૂઆત ‘જય સોમનાથ’ ના નાદ સાથે કર્યું હતું. અરવિંદ કેજરીવાલ દ્વારા ગુજરાતના બરોજગાર યુવાનોને જ્યાં સુધી નોકરી ન મળે ત્યાં સુધી દર મહિને 3 હજાર રૂપિયા આપવાનું વચન આપવામાં આવ્યું છે. આ અગાઉ તેમણે ગુજરાતની જનતાને ફ્રી વીજળીનુ વજન આપવામાં આવ્યું હતું.

કેજરીવાલ દ્વારા આપવામાં આવેલ આ 5 ગેરેન્ટી: દરેક યુવકને રોજગારી અપાશે. દિલ્હીમાં 12 લાખ લોકોને રોજગારી આપવામાં આવી છે. જ્યારે દિલ્હીમાં હજુ 20 લાખ લોકોને રોજગારી અપાશે. જ્યાં સુધી રોજગારી નહિ મળે ત્યાં સુધી દરેક બેરોજગારને 3 હજાર રૂપિયા બેરોજગારી ભથ્થું તરીકે અપાશે. 10 લાખ સરકારી નોકરીઓ બહાર પાડવામાં આવશે. સરકારી નોકરીઓના પેપર ફૂટવાની ઘટનાને લઈને કાયદો લાવવામાં આવશે.સહકારી ક્ષેત્રે ભ્રષ્ટાચાર અને લાગવગ થી નોકરી લેવી પડશે નહીં.

તેમના દ્વારા ગુજરાતના બેરોજગાર યુવાનો માટે મંચ પરથી જાહેરાત કરવામાં આવી હતી. આ અગાઉ હું ગુજરાતમાં વીજળીની ગેરેન્ટી આપીને ગયો હતો. કારણ કે, ગુજરાતમાં વીજળી ખૂબ જ મોંઘા ભાવે જનતાને મળી રહે છે. ગુજરાતમાં મોંઘવારીમાં સતત વધારો થઈ રહ્યો છે. તેના લીધે ગુજરાતમાં અમારા દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે, ગુજરાતમાં અમારી સરકાર બનશે એટલે 300 યુનિટ ફ્રી વીજળી આપવામાં આવશે. છેલ્લા 24 કલાક વીજળી આપવામાં આવશે.

31 ડિસેમ્બર 2021 સુધીના ગુજરાતના વીજળીના બિલ માફ કરવામાં આવશે. દિલ્હી અને પંજાબમાં વીજળી ફ્રી કરવામાં આવી છે, હવે અમને એક મોકો ગુજરાતમાં આપો. કેજરીવાલ રેવડી સ્વિસ બેંકમાં નહિ, પરંતુ જનતા વચ્ચે વહેંચે છે. આજ ગુજરાતની સરકાર ઉપર 3.5 લાખ કરોડનું દેવું રહેલું છે. શું આ દેવું કેજરીવાલ દ્વારા કરવામાં આવ્યું છે? ફ્રી રેવડીનો વિરોધ કરનારા લોકો પોતાના મિત્રોને અને સ્વિસ બેંકમાં રેવડીઓ વહેંચી રહ્યાં છે. જેવી સ્કૂલ મેં દિલ્હીમાં બનાવી તેવી એક પણ સ્કૂલ સંપૂર્ણ દેશમાં બનાવી બતાવો.

તેની સાથે ગુજરાતના કેમિકલ કાંડમાં માર્યા ગયેલા લોકો માટે 2 મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતુ. ત્યાર બાદ તેમને જણાવ્યું કે, બોલ્યા કે, ઝેરી દારૂ પીવાના લીધે આપણા ભાઈઓએ જીવ ગુમાવ્યો છે. તેની સાથે ભગવાનને પ્રાર્થના કરું છું કે, તેમને આત્માઓને શાંતિ આપે. ગુજરાતના મુખ્યમંત્રી મૃતકોના પરિવારજનોને મળવા ગયા નથી. કે ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ સી. આર. પાટીલ પણ મળવા ગયા નથી. મેં ભાજપના નેતાને પૂછ્યું તો જણાવ્યું કે, આ વાતથી મતમાં કોઈ ફેર પડશે નહીં.

ગુજરાતમાં હજારો કરોડનો નશાનો ધંધો કરે છે. જે લોકો ઝેરી શરાબ પોતાના બાળકોને પીવડાવવા ઈચ્છે છે તે ભાજપને મત આપે. ગોંડલના 23 વર્ષના યુવક દ્વારા બેરોજગારીથી કંટાળી આપઘાત કરવામાં આવ્યો હતો. રોજગારી મુદ્દે જ હું આજે ગેરેન્ટી આપવા આવેલ છું. દરેક ભાઈ-બહેનને કહેવામાં માંગુ છું કે, હવે આપઘાત કરવાની જરૂરીયાત નથી હવે તમારો મોટો ભાઈ આવી ગયો છે. અમારા દ્વારા જે ગેરેન્ટી આપવામાં આવી છે જે પાંચ વર્ષમાં પૂર્ણ ન થાય તો ધક્કા મારી કાઢી મુકજો.

આ સિવાય એરપોર્ટ પર અરવિંદ કેજરીવાલ દ્વારા જનતા સમક્ષ બે મોડલની વાત કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે, તમે આ લોકોને મત આપશો તો ઝેરીલો દારુ મળશે જ્યારે અમોને મત આપશો તો તમને રોજગાર મળશે. લોકોને નક્કી કરવાનું છે કે, તે ક્યા મોડલને ઇચ્છે છે. 27 વર્ષના શાશસથી પ્રજા ત્રસ્ત છે, શાળાની હાલત પણ ખરાબ છે, તો બીજી તરફ, પેપર ફૂટવાના લીધે નોકરી ન મળતા યુવાનો અત્યારે આત્મહત્યા કરી રહ્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments