બજારમાં ઘણીબધી અલગ અલગ બ્રા મળે છે જેમાં લાઈનીંગ, અંડરલાઈનીંગ, વાયર્ડ, પૈડેડ, કોટન વગેરે બ્રામાંથી તમને કઈ પસંદ છે તેનું સિલેક્શન તમારે તમારી જાતે જ તમારી બ્રેસ્ટ પ્રમાણે તમને જએ સેટ થાય એ લેવી જરૂરી છે. જો તમે બજારમાં બ્રા ખરીદવા જાવ છો તો તે સમયે તમે જોયું હશે કે તમને ઘણીબધી અલગ અલગ બ્રા જોવા મળતી હશે.
લાઇન ઘણી બ્રાના કપમાં જોવા મળે છે, તો ઘણી બ્રામાં નથી હોતી. પરંતુ કદાચ તમારામાંના ઘણા તેને ડિઝાઇન તફાવત તરીકે જોતાં હશો. પરંતુ ખરેખર, તે બ્રા આરામ અને સ્તન આકાર સાથે સંબંધિત છે. તમારા સ્તનનો આકાર કેવો દેખાશે તે બ્રાના લાઇનિંગ પર નિર્ભર કરે છે. આજે અમે તમારા માટે આ લાઇન શેના માટે હોય છે તેની માહિતી લાવ્યા છે. અને જો લાઇન ન હોય તો શું ફરક પડી શકે? તે વિશે જણાવવા જઈ રહ્યા છીએ.
જો તમે માર્કેટમાં બ્રા ખરીદવા ગયા છો અને તમે જે બ્રા લઈ રહ્યા છો તેના કપમાં એક અલગ લાઈનિંગ છે, તો તેનો અર્થ એ છે કે આ બ્રામાં તે જગ્યાએથી વધારાનું ફેબ્રિક છે. તે વધારાનું કવરેજ આપે છે અને જો તમે તમારા સ્તનની ડીંટડીના દેખાવ વિશે ચિંતિત છો, તો આમાં આ સમસ્યા તમને થશે નહીં.
તમને જણાવી દઈએ કે મોટાભાગની કોટન બ્રામાં આવું થાય છે, પરંતુ ઘણી પેડેડ બ્રામાં અસ્તર રહે છે. હકીકતમાં આ સિલાઈનું નિશાન છે, જે વધારાનું કાપડ લગાવતી વખતે કરવામાં આવે છે. બ્રાના કપ દેખાતા ન હોવા જોઈએ. આના લીધે આ લાઇન કરવામાં આવે છે. અમુક એવી પણ બ્રા હોય છે જેમાં અડધા કપમાં લાઇન્સ હોય છે આમાં કપની વચ્ચે સિલાઈ કરવામાં આવી હોય છે. આનો અર્થ એ છે કે અડધા કપમાં વધારાનું કાપડ છે અને અડધામાં નથી.
બ્રામાં કપના વિવિધ કદ હોય છે, જેના વિષે તમને ખબર હોવી જોઈએ. નાના સ્તન માટે કપ A અને મોટા સ્તન માટે કપ D, E, F છે. એક લાઇનસ વાળી બ્રા નાના કપ કદ માટે વધુ સારી સાબિત થઈ શકે છે. બીજી તરફ જો તમારા કપની સાઈઝ વધુ હશે તો નેચરલ શેપ વધુ સારો દેખાશે અને આવી રીતે અનલાઈન બ્રા પહેરવી જોઈએ.