આજે અમે તમને જે કિસ્સા વિષે જણાવી રહ્યા છે તે યુપીના મૈનપુરીથી સામે આવ્યો છે, અહિયાં એક વ્યક્તિએ પોતાનું ઘર બચાવવા માટે અને પોલીસ ઓફિસરના ત્રાસથી છુટકારો અપાવવા માટે એસપી પાસે અરજી કરી છે. આ વ્યક્તિ એસપી ઓફિસમાં ફરિયાદ લઈને પહોંચે છે. વ્યક્તિએ પોલીસ વોભગ પર એવો આરોપ લગાવ્યો છે કે જેને જાણીને તમે પણ ચોંકી જશો.
આ વ્યક્તિનો આરોપ છે કે શહેરની ચોકી પર તૈનાત પોલીસકર્મીએ તેની પત્ની સાથે બળજબરીથી સેક્સ કર્યું હતું. હવે તેના કારણે તેનો તેની પત્ની સાથે વિવાદ ચાલી રહ્યો છે અને ઘર તૂટવાની આરે પહોંચી ગયું છે. એટલું જ નહીં પરંતુ ફરિયાદીએ પોતાની ફરિયાદમાં એસપી સાહેબને વિનંતી કરી હતી કે, તેમના વિભાગના ઈન્સ્પેક્ટરના કારણે જ તેમનું ઘર બરબાદીના આરે પહોંચી ગયું છે. તે વ્યક્તિએ કહ્યું કે તે તેના ઘરને ઈન્સ્પેક્ટરના આતંકથી મુક્ત કરાવવા કંઈ પણ કરે, નહીં તો તે ઝેર ખાઈને આત્મહત્યા કરી લેશે.
પીડિત તેના બાળકો સાથે કલેક્ટર કચેરી પહોંચ્યો હતો. તેણે આરોપ લગાવ્યો કે પોલીસ અધિકારી તેની પત્ની સાથે બળજબરીથી અફેર કરી રહ્યો હતો. તેના કારણે તેના ઘરમાં ઝઘડો એટલો વધી ગયો છે કે તેનો પરિવાર લગભગ તૂટવાની કક્ષાએ પહોંચી ગયો છે. એસપી મૈનપુરી કમલેશ કુમાર દીક્ષિતનું માથું પણ શરમથી ઝુકી ગયું જ્યારે પોતાના બાળકો સાથે એસપી મૈનપુરી પહોંચેલ વ્યક્તિ પોતાની આ વાત કહી રહ્યો હતો.
આ બાબત જાણ્યા પછી એસપી મૈનપુરીએ આ મામલે તાત્કાલિક તપાસ કરવા અને દોષિતો સામે કડક કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ મામલો બિચવાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા એક ગામનો છે. આ વ્યક્તિનો આરોપ છે કે જ્યારે આરોપી અધિકારી બિચવાન પોલીસ સ્ટેશનમાં તૈનાત હતો, તે દરમિયાન એવું બન્યું કે તે તેના ઘરે આવવા લાગ્યો અને તેની પત્ની સાથે બળજબરીથી સંબંધ બાંધ્યો. કહેવામાં આવી રહ્યું છે કે ઈન્સ્પેક્ટર હવે મૈનપુરી શહેરની પોલીસ ચોકીના ઈન્ચાર્જ છે.
શહેરમાં ટ્રાન્સફર થયા બાદ પણ તે અવારનવાર પીડિતના ઘરે આવે છે અને વિરોધ કરશે તો તેને મારી નાખવાની ધમકી આપે છે. આ મામલામાં એસપી કમલેશ કુમાર દીક્ષિતે અધિકારક્ષેત્રના અધિકારીને આ મામલાની તપાસ કરવા અને જરૂરી પગલાં લેવાનો નિર્દેશ આપ્યો છે.