Saturday, August 20, 2022
HomeGujaratહું છેલ્લા ૨૫ વર્ષથી ભંગાર વેચુ છું, મારુ કોઈ રહ્યું નથી, મહિલાની...

હું છેલ્લા ૨૫ વર્ષથી ભંગાર વેચુ છું, મારુ કોઈ રહ્યું નથી, મહિલાની આ વાત સાંભળતા જ પોપટભાઈએ આ રીતે મદદ કરી – Gujrat Khabar

નમસ્કાર દોસ્તો, ગુજરાતના લોકલાડીલા સામાજિક કાર્યકર એવા પોપટભાઈ આહિર જરૂતિયાત મંદ લોકોની સેવા કરવામાં હર હંમેશ તત્ત્પર રહે છે, પોપટભાઈ ફાઉંન્ડેશને થોડા દિવસ પહેલા રાજકોટમાં હતા ત્યાં એક મહિલાએ મદદ લેવા માટે પોપટભાઈને ફોન કર્યો.પોપટભાઈએ પરિવારની મુલાકાત લીધી,જ્યાં પરિવારને રહેવા માટે નાનો એવો એક રૂમ છે જેમાં ખાવું-પીવું સૂવું બધું એક જ રૂમમાં રહે છે, આ મહિલા પોતે ભંગાર વેંચે છે.

આ મહિલાનું નામ મીનાબેન બટુકભાઇ મકવાણા છે, પરિવારમાં માતા અને દીકરી રહે છે,મીનાબેને વાત કરતા કહ્યું મારા પતિનું ૧૭ વર્ષ પહેલા અવસાન થયું હતું.અમે છેલ્લા ઘણા વર્ષોથી તકલીફમાં છે,અમારી પાસે એક રૂપિયો નથી, હું છેલ્લા ૨૫ વર્ષથી ભંગાર વેચી જે પૈસા મળે એમાંથી ઘર ચલાવીએ છે.મારા માતા-પિતા, મારા ભાઈ બધા લોકો મૃત્યુ પામ્યા છે.મારે કોઈનો સહારો જ નથી.

આ બહેનની વાત જાણી પોપટભાઈએ કહ્યું, તમે મહેનત કરો છો તો તમારા દિવસો ખૂબ સારા આવશે,અમારાથી બને એટલા તમામ પ્રયાસો કરીશું, આ સિવાય ઘરમાં રાશનની જરૂર છે તો એક વર્ષનું રાશન પણ ભરી આપીશું.જેમાં ખાસ કરીને નૈમેશભાઇ અને તેમના પિતા દીપકભાઈ અને નૈમેશભાઈના દાદા ઈશ્વરભાઇ પટેલ પરિવારથી તરફથી રાશન ભરી આપવામાં આવ્યું છે.

આ વાત સાંભળી મીનાબેને કહ્યું, અમારી દુઆ છે કે તેમણે ભગવાન આશીર્વાદ આપે,તેમનો ખૂબ ખૂબ આભાર.આ અંગે મીનાબેને કહ્યું, પોપટભાઈને અમારા આશીર્વાદ છે કે તેઓ દિવસે દિવસે પ્રગતિ કરે,અમારા જેવા પરિવારની મદદ કરે,એમનું સારું થાય એ જ ઈચ્છીએ છીએ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments