Tuesday, August 9, 2022
HomeIndiaકોઈપણ વાંક ગુનાહ વગર 20 વર્ષ જેલમાં રહ્યો અને પછી ઘર વસાવવા...

કોઈપણ વાંક ગુનાહ વગર 20 વર્ષ જેલમાં રહ્યો અને પછી ઘર વસાવવા કર્યા લગ્ન પણ પછી…

આજે વાત કરી રહ્યા છે લલિતપુરના રહેવાવાળા વિષ્ણુ તિવારીની જેમણે પોતાના જીવનના 20 વર્ષ જેલમાં વિતાવ્યા. આખરે તેમનો કેસ જ ખોટો નીકળ્યો. જ્યારે તેઓ જેલથી બહાર આવ્યા તો તેમનું જીવન ધીરે ધીરે રૂટિનમાં આવતા 2 વર્ષ જેટલો સમય લાગ્યો. બે વર્ષમાં તેમણે ઘર બનાવવાનું પણ નક્કી કરી લીધું હતું અને પછી તેમણે લગ્ન કરવાનું પણ વિચાર્યું હતું અને એક દુલ્હન પણ પસંદ કરી લીધી હતી.

પણ ફરીથી વિષ્ણુ તિવારીને દગો મળે છે. વિષ્ણુએ પોલીસમાં ફરિયાદ કરતાં ન્યાયની માંગણી કરી છે. શું છે આ આખી બાબત? ચાલો તમને જણાવીએ.જીવનના 20 વર્ષ જેલમાં વિતાવનાર વિષ્ણુ તિવારી જ્યારે પોતાના ઘરે પરત ફર્યા ત્યારે તેમની પાસે કંઈ બચ્યું ન હતું. બે વર્ષ પછી, તેણે પોતાની એકલતા દૂર કરવા અને ફરી એકવાર જીવન જીવવાની ઝંખનામાં લગ્ન કરીને સ્થાયી થવાનું વિચાર્યું. વિષ્ણુએ એમપીના સાગર જિલ્લાની રહેવાસી રાજકુમારી નામની યુવતી સાથે 22 જુલાઈના રોજ ધાર્મિક વિધિઓ અનુસાર મંદિરમાં લગ્ન કર્યા હતા.

વિષ્ણુ તિવારી પોતાનું નવું જીવન શરૂ કરતા પહેલા જ 23 જુલાઈના રોજ તેની દુલ્હન અને તેના એક મિત્ર સાથે ભગવાનના આશીર્વાદ લેવા શહેરના એક મંદિરમાં આવ્યા હતા. અહીંથી જ વિષ્ણુને હાથતાળી આપીને દુલ્હન તેના સાથીઓ સાથે ગાયબ થઈ ગઈ હતી. વિષ્ણુ તિવારી ફરી એકવાર જીવનના આ પડાવ પર પહોંચીને મળેલ દગો જોઈને ખૂબ દુઃખી થઈ ગયા. પરંતુ આ વખતે તે ફરાર દુલ્હન અને છેતરપિંડી કરનાર પરિવારને પાઠ ભણાવવા માંગે છે.

વિષ્ણુના કહેવા પ્રમાણે, લગ્ન પહેલા તેણે દુલ્હનના માતા-પિતાને એક લાખ રૂપિયા આપ્યા હતા. સાથે જ દુલ્હન પોતાની સાથે 50 હજાર રોકડા અને દાગીના પણ લઈ ગઈ છે. લગ્નના નામે છેતરપિંડીનો ભોગ બનેલા વિષ્ણુએ આ મામલે એસપીને ફરિયાદ કરી છે. બાબતે તપાસ ચાલુ છે. પીડિત વિષ્ણુએ પોલીસ અધિક્ષકને ફરિયાદ પત્ર આપી આરોપીઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે. પોલીસ આ સમગ્ર મામલાની તપાસમાં લાગી ગઈ છે.

તમને જણાવી દઈએ કે વિષ્ણુ તિવારી લલિતપુરના મેહરૌની કોતવાલી વિસ્તારના સિલાવણ ગામનો રહેવાસી છે. 20 વર્ષ પહેલા વિષ્ણુ તિવારીને રેપ કેસમાં જેલમાં મોકલવામાં આવ્યો હતો. તેણે પોતાના જીવનના 20 વર્ષ જેલમાં વિતાવ્યા છે. નિર્દોષ હોવા છતાં તેને 20 વર્ષ જેલવાસ ભોગવવો પડ્યો હતો. બાદમાં આ કેસ ખોટો નીકળ્યો.

હાઈકોર્ટના નિર્દેશ બાદ વિષ્ણુ તિવારી બે વર્ષ પહેલા જેલમાંથી મુક્ત થયા હતા. આ કેસ પણ ખૂબ ચર્ચામાં રહ્યો હતો. પરંતુ ફરી એકવાર વિષ્ણુ તિવારી જીવનમાં છેતરપિંડી થતાં ખૂબ જ દુઃખી થઈ ગયા છે. તેણે પોલીસમાં ફરિયાદ કરી તમામ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments