Saturday, August 20, 2022
HomeIndiaUPSC પરીક્ષામાં વારંવાર એક નહીં પણ 5 વાર મળી નિષ્ફળતા, તેમ છતાં...

UPSC પરીક્ષામાં વારંવાર એક નહીં પણ 5 વાર મળી નિષ્ફળતા, તેમ છતાં બની IAS ઓફિસર

UPSCની પરીક્ષા એ સૌથી અઘરી પરીક્ષામાંથી એક હોય છે. દર વર્ષે લાખો લોકો આ પરીક્ષા આપતા હોય છે પણ સફળતા બહુ ઓછા લોકોને મળે છે. અસફળ થવા પર પણ નિરાશ થવું જોઈએ નહીં. પ્રયત્ન કરવાથી જ એક દિવસ સફળતા મળે છે. ઘણા એવા લોકો હોય છે જએ અસફળ થયા પછી પ્રયત્ન કરવાનું છોડી દેતા હોય છે તો બીજી બાજુ અમુક લોકો એવા પણ છે જે વારંવાર પ્રયત્ન કરે છે અને સફળ થવાની આશા છોડતા નથી અને એકદિવસ તેમને સફળતા મળે જ છે.

આજે અમે તમને એવી જ એક મહિલા IAS ઓફિસર વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેણે UPSCની પરીક્ષા પાસ કરતા પહેલા લગભગ સાત વર્ષના લાંબા સંઘર્ષ બાદ સફળતા મેળવી હતી. જી હા, અમે વાત કરી રહ્યા છીએ IAS ઓફિસર નમિતા શર્માની, જે 5 વખત ફેલ થઈ પરંતુ તેમ છતાં તેણે હાર ન માની અને તેના છેલ્લા પ્રયાસમાં તેને સફળતા મળી.

નમિતા શર્માનું શરૂઆતનું શિક્ષણ દિલ્હીમાં થયું હતું. 12મા ધોરણ પછી નમિતા શર્માએ ઈલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશનમાં એન્જિનિયરની ડિગ્રી મેળવી અને B.Tech કર્યા પછી IBMમાં નોકરી મળી. સોફ્ટવેર એન્જિનિયર તરીકે બે વર્ષ કામ કર્યું. પરંતુ તેણી તેના કામથી ખુશ ન હતી અને તેણે સિવિલ સર્વિસીસ માટે તૈયારી કરવાનું નક્કી કર્યું. યુપીએસસીની તૈયારી માટે તેણે નોકરી છોડવાનો નિર્ણય કર્યો.

તમને જાણીને નવાઈ લાગશે કે નમિતા શર્મા સતત ચાર વખત પ્રી-પરીક્ષામાં નાપાસ થઈ હતી. નમિતા શર્માના કહેવા પ્રમાણે, તેણે પરીક્ષા માટે ઘણી તૈયારી કરી હતી પરંતુ યોગ્ય દિશામાં નહતી કરી. તેણે કહ્યું, “મેં ગ્રેજ્યુએશન પાસ કર્યા પછી તમામ સરકારી પરીક્ષાઓ આપવાનું શરૂ કર્યું અને આ સમય દરમિયાન મેં પરીક્ષા વિશે જાણ્યા વિના UPSCમાં મારા પ્રારંભિક ત્રણ પ્રયાસો પૂરા કર્યા.” આમ છતાં નમિતાએ હાર ન માની અને તે સતત મહેનત કરતી રહી.

તેના 5મા પ્રયાસમાં, નમિતા શર્માએ આખરે પ્રી-ટેસ્ટ ક્લિયર કરી અને ઈન્ટરવ્યુમાં પહોંચી પરંતુ તે થોડા માર્કસથી છેલ્લા લિસ્ટમાં સ્થાન મેળવી શકી નહીં. તેણી પરિણામથી નિરાશ ન હતી, પરંતુ તેણીની નિષ્ફળતાને હકારાત્મક રીતે લીધી. સતત પાંચ વખત નિષ્ફળ જવા છતાં, નમિતા શર્માએ આશા ગુમાવી ન હતી અને પોતાની જાતને સકારાત્મક રાખીને છઠ્ઠી વખત પરીક્ષા આપવાનું નક્કી કર્યું હતું.નમિતા શર્માએ તેના છઠ્ઠા પ્રયાસ માટે સખત મહેનત કરી અને આ વખતે તેને સફળતા મળી. નમિતા શર્માએ ઓલ ઈન્ડિયામાં 143મો રેન્ક મેળવીને આઈએએસ ઓફિસર બનવાનું પોતાનું સપનું પૂરું કર્યું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments