આજે અમે તમને વિશ્વની એક એવી રાણી વિષે જણાવી રહ્યા છે જેને વિશ્વની સૌથી સુંદર રાણી કહેવામાં આવતી હતી. અમે જએ રાણી વિષે વાત કરી રહ્યા છે તેનું નામ છે ક્લિયોપેટ્રા. તે પોતે ખૂબ સુંદર તો હતી જ સાથે સાથે તે ખૂબ બુધ્ધિશાળી પણ હતી. એવું કહેવાય છે કે એ સમયે દુનિયામાં તે સૌથી સુંદર રાણી હતી.
તમને જણાવી દઈએ કે રાણી ક્લિયોપેટ્રા 51 ઈસા પૂર્વ થી 30 ઈસા પૂર્વ સુધી ઇજિપ્તની મહારાણી હતી. પરંતુ રાણીના મૃત્યુ પછી, રોમન સામ્રાજ્યએ દેશ પર કબજો કર્યો. તેણીને તેના યુગની સૌથી સુંદર રાણી કહેવામાં આવે છે.
એવું માનવામાં આવે છે આ રાણી દરરોજ સવારે 700 ગધેડીના દૂધથી નહાતી હતી, જેથી તેની સુંદરતા હમેશા એમને એમ રહે. આ સિવાય આ રાણી વિષે બીજી ઘણી વાતો ફેમસ છે. ગ્રીક અહેવાલો અનુસાર, ક્લિયોપેટ્રાને 8 ભાષાઓનું જ્ઞાન હતું. એવું માનવામાં આવે છે કે ક્લિયોપેટ્રા 8 ભાષાઓ જાણતી હતી. તે અસ્ખલિત રીતે ઇથોપિયન, હીબ્રુ, અરામિક, અરબી, સિરિયાક, મેડિયન, પાર્થિયન અને લેટિન બોલતી હતી. ગ્રીક રિપોર્ટર અનુસાર, ક્લિયોપેટ્રા ઇજિપ્તની ભાષા શીખનાર પ્રથમ ટોલેમિક શાસક હતી. તે પહેલાં દરેક જણ ગ્રીક જ બોલતા હતા.
તમને જણાવી દઈએ કે ક્લિયોપેટ્રા નામ પ્રાચીન ગ્રીક શબ્દ kléos પરથી આવ્યું છે, જેનો અર્થ છે ગૌરવ. ક્લિયોપેટ્રાના પિતા ટોલેમી XII હતા, જ્યારે તેમની માતા ક્લિયોપેટ્રા વી ટ્રાયફેના હતી. જ્યારે ક્લિયોપેટ્રા 18 વર્ષની હતી ત્યારે તેના પિતાનું અવસાન થયું હતું.
ક્લિયોપેટ્રાનું વ્યક્તિત્વ રહસ્યોથી ભરેલું છે. એવું કહેવાય છે કે તેના ઘણા પુરુષો સાથે સંબંધો હતા. રાજાથી લઈને મિલિટરી ઓફિસર સુધી દરેક તેની સુંદરતાના જાળામાં ખૂબ જ સરળતાથી ફસાઈ જતા હતા. તે પોતાની સુંદરતાના જોરે કોઈપણ કામ બાહુ સરળતાથી કરાવી લેતી હતી. તેણીની સુંદરતા અને પુરુષો સાથેના સંબંધને કારણે તે તમામ રાજાઓના રહસ્યો જાણતી હતી.
ક્લિયોપેટ્રાની રાજનીતિ, સંદેશાવ્યવહાર કૌશલ્ય અને સતત પરિવર્તન કરવાની ક્ષમતાએ તેને પ્રાચીન વિશ્વની એકમાત્ર મહિલા શાસક બનાવી. તે ખૂબ જ બુધ્ધિમાન રાણી હતી. આ જ કારણ હતું કે તે ખૂબ જ જલ્દી કોઈની સાથે જોડાઈ જતી અને તેના તમામ રહસ્યો જાણી લેતી હતી. તે પુરૂષો સાથે સંબંધ બાંધીને તેમના રહસ્યો સરળતાથી જાણી લેતી હતી.
39 વર્ષની ઉંમરે ક્લિયોપેટ્રાએ આ દુનિયાને અલવિદા કહી દીધું હતું. પણ તેનું મૃત્યુ કેવી રીતે થયું? આ રહસ્ય હજુ પણ ગુપ્ત છે. તેમનું નામ ઇતિહાસમાં એક એવી વ્યક્તિ તરીકે નોંધાયેલું છે જે રહસ્યોથી ભરેલું હતું. ક્લિયોપેટ્રાના મૃત્યુ પાછળનું સાચું સત્ય શું છે? આ રહસ્ય હજુ સુધી કોઈ જાણતું નથી.
The post 700 ગધેડીના દૂધથી સ્નાન કરતી હતી આ રાણી, પોતાની સુંદરતામાં ફસાવતી હતી પુરુષોને અને પછી તેમની સાથે.. appeared first on Gujrat Khabar.