Saturday, August 20, 2022
Homehealthઆ વનસ્પતિના મૂળનો પાવડર પીધો એટ્લે સમજો તમારી યાદશક્તિમાં તમને બીજું કોઈ...

આ વનસ્પતિના મૂળનો પાવડર પીધો એટ્લે સમજો તમારી યાદશક્તિમાં તમને બીજું કોઈ ન પહોંચે, એકદમ સરળ અને સાદો ઉપાય

નમસ્કાર દોસ્તો,આજે આપણે એક અદ્ભુત વનસ્પતિ વિશે જાણીશું,નાના બાળકથી લઈ વૃદ્ધ લોકોમાંથી જો કોઈને પણ યાદ ન રહેતું હોય તો ઘરે આસાનીથી બનાવી શકો એવો સૌથી સારો ઉપાય તમારી જોડે શેર કરીશું.આ વનસ્પતિને ગુજરાતી ભાષામાં શંખાવલીના નામથી ઓળખીએ છીએ.

તમારા વિસ્તારમાં આ વનસ્પતિને કયા નામથી ઓળખો છો, એ પણ કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો.આ શંખાવલી ચોમાસામાં પુષ્કળ ઊગી નીકળે છે,પણ ઘણી એવી જગ્યા પણ છે જ્યાં બારેમાસ જોવા મળે છે,આ વનસ્પતિ જમીન સાથે પથરાયેલી હોય છે.આ વનસ્પતિના ફૂલ સવારમાં વધુ ખીલેલા હોય છે.આ વનસ્પતિના ફૂલ સફેદ રંગના હોય છે.આ વનસ્પતિના પાન નાના હોય છે.

તો ચાલો આ વનસ્પતિના ઉપયોગો જાણીએ,૧. યાદશક્તિ માટે ચરકઋષિના જણાવ્યા અનુસાર સૌથી પહેલા શંખાવલીનો આખો છોડ લઈ લો, આ વનસ્પતિના ખાલી મૂળનો પાવડર સવારમાં દૂધ સાથે અડધી ચમચી પીવામાં આવે તો પણ ખૂબ યાદશક્તિ વધે છે.ચરકઋષિના જણાવ્યા અનુસાર ડાળી,પાન,ફળ,ફૂલ,આખો છોડ લેવો,આ છોડને સૂકવી ભૂકો બનાવવો.

આ તૈયાર થયેલ ચૂર્ણને દૂધમાં નાખી મિક્સ કરી દૂધ પી જવું.આ વનસ્પતિ ઠંડી હોવાથી ઉનાળામાં પણ ઠંડક મળે છે.મહત્વનો ઉપયોગ જોઈએ તો સૌથી પહેલા અડધો કિલો શંખાવલીનો મૂળ સાથેનો છોડ લેવો,આ છોડને ૩ લિટર પાણીમાં નાખી દેવા,આ પાણીને ૧૨ કલાક સુધી એમ જ ઢાંકી રાખવું.

ત્યારબાદ આ પાણીને ધીમે તાપે ગરમ કરતા જાઓ અને હલાવતા રહો,પાણી જ્યાં સુધી અડધું બળી ન જાય ત્યાં સુધી ગરમ કરવું.ત્યારબાદ આ પાણીએ ગાળી લો.ત્યારબાદ ૨૦૦ ગ્રામ બદામ લેવી,આ બદામને રાત્રે સૂતી વખતે પાણીમાં પલાળવી,સવારે આ બદામની ઉપરની છાલને કાઢી લેવી,ત્યારબાદ આ બદામને મિકચરમાં દળી પેસ્ટ બનાવવી.

આ પેસ્ટને ઉકાળેલ પાણીમાં નાખવું,ત્યારબાદ ફરી આ પાણીને ધીમા તાપે ગરમ કરવા મૂકવી,૫-૭ મિનિટ પછી આ પાણીમાં ૧.૫ કિલો સાકર નાખવી,ત્યારબાદ હલાવતા જાઓ, ઘટ્ટ બને ત્યાં સુધી હલાવતા રહો.ત્યારબાદ નીચે ઉતારી લો,તૈયાર થયેલ આ સરબતને કાચની બોટલમાં ભરી દો.પ્રયોગ કેવી રીતે કરવો ? સવારના સમયે એક ગ્લાસ તાજું દૂધ લેવું.

તેમાં આ સરબતની ૨ ચમચી નાખવી,ત્યારબાદ મિક્સ કરી દૂધ પી જવું.આ ઉપાય નિયમિત કરશો તો તમારી યાદશક્તિમાં ખૂબ જ વધારો થાય છે.અમારી આ માહિતી પસંદ આવી હોય તો વધુમાં વધુ શેર કરો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments