આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતમાં મિશન 2022 ને લઈને મોટી જાહેરાત કરી દેવામાં આવી છે. વિધાનસભાની ચૂંટણીને હજુ 6 મહિનાની વાર છે તે પહેલા જ આમ આદમી પાર્ટીં સક્રિય બનેલી છે. આમ આદમી પાર્ટી દ્વારા આજે વિધાનસભાની કેટલીક બેઠકો પર પોતાના ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે.
આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરીને ગુજરાતની 10 બેઠક પર ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. તેની સાથે ગોપાલ ઈટાલિયા અને ઈસુદાન ગઢવી બંને ચૂંટણી લડશે તેવી પણ જાહેરાત કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી હોવાના લીધે આપના અધ્યક્ષ અરવિંદ કેજરીવાલ સતત ગુજરાત મુલાકાતે આવી રહ્યા છે. દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલ સોમવારના ગુજરાતની મુલાકાતે આવેલા હતા. જ્યાં સૌરાષ્ટ્રના વેરાવળ ખાતે જાહેર અરવિંદ કેજરીવાલ દ્વારા સભાને સંબોધવામાં આવી હતી અને રાજકોટના એક મંદિરમાં પૂજા-અર્ચના પણ કરવામાં આવી હતી. આ અગાઉ અરવિંદ કેજરીવાલ 21 જુલાઈના રોજ સુરતની તેમની મુલાકાત દરમિયાન પ્રથમ ગેરંટી યોજનાની જાહેરાત પણ કરી હતી. તેમણે વચન આપ્યું હતું કે, જો તેમને સત્તા મળશે તો તેઓ ઘર દીઠ 300 યુનિટ વીજળી ફ્રીમાં આપશે.