Saturday, August 20, 2022
HomeAAPઆપ નેતા ગોપાલ ઈટાલીયાએ કહ્યું કે ભાજપના સી.આર. પાટીલ જનતા માટે મફત...

આપ નેતા ગોપાલ ઈટાલીયાએ કહ્યું કે ભાજપના સી.આર. પાટીલ જનતા માટે મફત સુવિધાઓ નો વિરોધ કરે છે, પરંતુ ખુદ મફત વાપરી રહ્યા છે

ગુજરાતમાં જેમ-જેમ વિધાનસભાની ચુંટણી નજીક આવી રહી છે તેમ-તેમ ગુજરાતમાં સતત આમ આદમી પાર્ટીનું વર્ચસ્વ વધતું જોવા મળી રહ્યું છે. કેમ કે આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ દ્વારા સતત લોકોના મુદ્દાઓને લઈને ભાજપ સરકારને ઘેરવામાં આવી રહી છે. થોડા સમય પહેલા આમ આદમી પાર્ટી દ્વારા વીજળીને લઈને ભારે આંદોલન કરવામાં આવ્યું હતું. જ્યારે આંદોલન દરમિયાન આમ આદમી પાર્ટીને લોકોનું સારું સમર્થન પ્રાપ્ત થયું હતું. જેના લઈને ભાજપ અને કોંગ્રેસ ની ઊંઘ હરામ થઈ ગઈ હતી. જ્યારે આજે આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા દ્વારા એક મહત્વના મુદ્દે ભાજપ અને સી.આર પાટીલ ને આડેહાથ લેવામાં આવ્યા છે.

આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા દ્વારા ફેસબુક લાઈવ દ્વારા ગુજરાતની જનતાને સંબોધતા જણાવવામાં આવ્યું છે કે, આજે ‘ફ્રી કી રેવડી’ શબ્દ ખૂબ જ લોકપ્રિય થઈ રહ્યો છે, આ શબ્દનો ઉપયોગ સંસદ અને સુપ્રીમ કોર્ટમાં પણ કરવામાં આવી રહ્યો છે. જ્યારે દેશની જનતાને એ જાણવાનો અધિકાર છે કે આ ‘ફ્રી કી રેવડી’ શું છે?

અરવિંદ કેજરીવાલ દ્વારા દેશમાં ઈમાનદાર રાજનીતિ ની શરૂ કરવામાં આવી છે અને આમ આદમી પાર્ટીના કામનો પડઘો સમગ્ર દેશમાં પહોંચવા લાગ્યો છે. સમગ્ર દેશના લોકો આમ આદમી પાર્ટીને અપનાવવા લાગ્યા, જેના લીધે જુના પરંપરાગત પક્ષો આમ આદમી પાર્ટીની ઈમાનદાર રાજનીતિથી નારાજ થઈ ગયા અને ‘ફ્રી ફ્રી ફ્રી’ ‘ફ્રી ફ્રી ફ્રી’ ‘ફ્રી ફ્રી ફ્રી’ ના નારા લગાવવા લાગ્યા છે. અને હદ તો ત્યારે થઈ જ્યારે સંસદમાં ભાજપના સાંસદો દ્વારા મફત ની સુવિધા સામે વાંધો ઉઠાવવાનું શરૂ કરવામાં આવ્યું. દેશના નાગરિકો માટે એ જાણવું ખૂબ જ જરૂરી છે કે, અત્યાર સુધી કોને કેવા પ્રકારની ફ્રી રેવડી પ્રાપ્ત થઈ છે. તો આજે હું જણાવવા જઈ રહ્યો છું કે કોને કઈ રેવડી પાપ્ત થઈ રહી છે.

જ્યારે થોડા દિવસો અગાઉ માનનીય વડાપ્રધાન દ્વારા એક જાહેર સભામાં જણાવવામાં આવ્યું હતું કે, કેટલીક પાર્ટીઓ દ્વારા ફ્રી રેવડી નું વિતરણ કરવામાં આવી રહ્યું છે, પરંતુ તેનાથી જનતાને મફતની આદત પડી જશે, દેશની અર્થવ્યવસ્થાને નુકસાન પહોંચશે, દેશની જનતાને નુકસાન થશે.અને તેના પછી અનેક સમસ્યાઓનો સામનો કરવાનો વારો આવશે. ગુજરાતના પૂર્વ બુટલેગર સી.આર.પાટીલ દ્વારા તમામ હદ વટાવતા જણાવવામાં આવ્યું હતું કે, દેશમાં મફત સુવિધાઓ નું વિતરણ કરવામાં આવશે તો દેશની હાલત શ્રીલંકા જેવી થઈ જશે. જ્યારે આજે હું જણાવવા જઈ રહ્યો છું કે, કોને કઈ રેવડી પ્રાપ્ત થઈ રહી છે.

દેશના સાંસદો જેમાં સી.આર. પાટીલ પણ આવે છે. આ તમામ સાંસદોને દોઢ લાખ રૂપિયા પગાર તરીકે અપાય છે. તેમણે દિલ્હીમાં 6 BHK બંગલો મળે છે. જેમાં એક બગીચો, સ્વિમિંગ પૂલ, 6 બેડરૂમ, મોટો હોલ અને કિચન રહેલ છે. આ તમામ સુવિધાઓ મફતમાં ઉપલબ્ધ કરવામાં આવી છે. આ સિવાય જો કોઈ સાંસદ પોતાના ઘરમાં કોઈપણ પ્રકારનું ફર્નિચર અને સાધન સામગ્રી લગાવવા ઈચ્છે છે તો આ બધી વસ્તુઓ નો ખર્ચ સંસદ દ્વારા ભોગવવામાં આવે છે, એટલે કે આ બધી વસ્તુઓ જનતાના પૈસાથી વહન કરવામાં આવે છે. આ સિવાય ઘરની સફાઈ અને ઈલેક્ટ્રોનિક વસ્તુઓની સર્વિસ માટે દર 3 મહિને 75000 ની ચુકવણી કરવામાં આવે છે. આ સિવાય સાંસદોને તેમના ઘર, તેમના દિલ્હીના ઘર અને તેમની ઓફિસમાં આવા ત્રણ સ્થળોએ લેન્ડલાઇન ફોન અને અનલિમિટેડ બ્રોડબેન્ડ ઇન્ટરનેટ કનેક્શન અપાય છે. આ બધું મફતમાં મળે છે.

તેની સાથે વધુમાં, સી.આર. પાટીલ જેવા સાંસદ દેશની કોઈપણ રેલ્વેમાં ફર્સ્ટ ક્લાસ એસી માં મફત મુસાફરી પણ કરી શકે છે. આ રેલ્વેની મુસાફરી માં તે તેની સાથે તેમની પત્ની, બાળકો, તેના સેક્રેટરી કે અન્ય કોઈ પણ મફતમાં મુસાફરી કરી શકે છે. આ તમામ મફત રેવડી સી.આર.પાટીલ ને મળી રહી છે. તે સિવાય સી.આર. પાટીલ જેવા સાંસદોને મફતમાં 170 વખત મુસાફરી કરવાની સ્વતંત્રતા રહેલી છે. આ સિવાય તેમની પત્ની અને બાળકોને 40 વખત મફત હવાઈ મુસાફરી પ્રાપ્ત થાય છે. આ સિવાય તેમને 3 ફાસ્ટેગ સ્ટીકર્સ મળેલ છે. આ સિવાય, તેઓ ઘરેથી એરપોર્ટ અથવા રેલવે સ્ટેશન સુધીની મુસાફરી માટે પ્રતિ કિલોમીટર ₹16 પ્રાપ્ત કરે છે.

જ્યારે સંસદનું સત્ર ચાલુ હોય ત્યારે દરેક સાંસદ ને દરરોજ અલગથી ₹2000 રૂપિયા મળે છે. આ સિવાય દરેક સાંસદના સમગ્ર પરિવારને અમર્યાદિત રકમની આરોગ્ય સેવાઓ પ્રાપ્ત થાય છે. આ સિવાય તેમને અનલિમિટેડ કોલ ઈન્ટરનેટ સિમ કાર્ડ મળેલ છે. તેની સાથે સાંસદોને તેમના વિસ્તારમાં ઓફિસ ખોલવા માટે 3 લાખ રૂપિયા પણ મળે છે. સાંસદો, કલેક્ટર્સ અને મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસમાં પણ એક રૂમ ઉપલબ્ધ છે, જેના રિનોવેશન માટે તેમને 10 લાખ રૂપિયા પ્રાપ્ત થાય છે. ફોન લેવા માટે તેમને 4 લાખ રૂપિયા પણ મળી રહ્યા છે.

સૌથી મહત્ત્વની વાત એ રહેલી છે કે જે મફતની વીજળીનો ભાજપના લોકો દ્વારા વિરોધ કરવામાં આવે છે, એ જ મફત વીજળીનો ઉપયોગ સાંસદો દ્વારા કરવામાં આવે છે. દેશના દરેક સાંસદ ને દર મહિને 4000 યુનિટ વીજળી મફતમાં મળે છે. આ સિવાય તેમને પાઈપ લાઈનમાંથી અમર્યાદિત ગેસ પણ પ્રાપ્ત થાય છે. સી.આર. પાટીલ દ્વારા હંમેશા મફતની વીજળી નો વિરોધ કરવામાં આવે છે.

આમ આદમી પાર્ટી દ્વારા જ્યારે પણ ગુજરાતની જનતાને 300 યુનિટ મફતમાં વીજળી આપવાની વાત કરવામાં આવે છે, ત્યારે સી.આર. પાટીલ દ્વારા તેનો સૌથી પહેલા વિરોધ કરવામાં આવે છે, પરંતુ તેઓ પોતે 300 યુનિટ નહીં પણ 4000 યુનિટ મફત વીજળી નો લાભ લઇ રહ્યા છે. તેમને માત્ર જનતાને આપવામાં આવતી સુવિધાઓથી સમસ્યા છે, પરંતુ તેઓ પોતે તમામ સુવિધાઓ મફતમાં મેળવવા માટે મોખરે ઉભેલા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments