Saturday, August 20, 2022
HomeAAPગોપાલ ઇટાલિયાએ ચૂંટણી માટે ઉમેદવારોની યાદી જાહેર કરતા કહી આ વાત.....

ગોપાલ ઇટાલિયાએ ચૂંટણી માટે ઉમેદવારોની યાદી જાહેર કરતા કહી આ વાત…..

આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા એક અતિ મહત્વપૂર્ણ જાહેરાત કરતાં જણાવવામાં આવ્યું હતું કે, ગુજરાતની રાજનીતિમાં પ્રથમ વાર થઈ રહ્યું છે કે, કોઈ પાર્ટી ચૂંટણીના ત્રણ-ચાર મહિના પહેલા પોતાના ઉમેદવાર જાહેર કરી રહી છે. તો આજનો દિવસ ગુજરાત માટે એક ઐતિહાસિક દિવસ છે. ગુજરાતની જનતા જે મજબૂત અને ઈમાનદાર વિકલ્પની રાહ જોઈ રહી હતી તે વિકલ્પ આ વિધાનસભા ચૂંટણીમાં અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટી ના સ્વરૂપમાં તેમને મળ્યો છે. ગુજરાતના લોકોની અંદર આમ આદમી પાર્ટી ને જીતાડવા માટે ખુબ ઉત્સાહ છે.

આજે પવિત્ર શ્રાવણ માસમાં પવિત્ર નાગપંચમી નિમિતે આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે. જે રીતે ગુજરાતમાં વર્ષોથી ભાજપ અને કોંગ્રેસની તાનાશાહી અને મીલીભગત વાળી સરકાર અને ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. તેની સામે કટ્ટરતાથી, ઈમાનદારીથી અને દેશપ્રેમ થી આમ આદમી પાર્ટી લડવા માટે તૈયાર છે. છેલ્લા થોડા દિવસોમાં તમે જોયું કે, આમ આદમી પાર્ટી સંગઠનની 3 લિસ્ટ જાહેર કરીને સંગઠનને ખુબ વિશાળ અને મજબૂત બનાવવામાં આવ્યું છે. ઘર સુધી એક એક વ્યક્તિ સુધી આમ આદમી પાર્ટીના વિચારો અને આમ આદમી પાર્ટીનું કામ પહોંચે તે માટે વિશાળ સંગઠનનું નિર્માણ કરવામાં આવ્યું છે. જે ઉમેદવારોને પ્રથમ યાદીમાં સ્થાન મળ્યું છે એમને હું શુભેચ્છાઓ પાઠવું છું.

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક તથા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ના નેતૃત્વમાં તથા રાજ્યસભા સાંસદ અને ગુજરાત પ્રદેશ પ્રભારી ડો. સંદીપ પાઠક ના સહયોગ થી અન ચૂંટણી પ્રભારી ગુલાબ સિંહ યાદવ તથા આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવી તથા પાર્ટીના સૌ સાથીઓના સહકારથી પ્રથમ યાદી બનાવવામાં આવી છે.

પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા દ્વારા યાદી જાહેર કરતા જણાવવામાં આવ્યું છે કે, આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ ભેમાભાઈ ચૌધરીને દિયોદર વિધાનસભાથી ઉમેદવાર બનાવવામાં આવે છે. ભેમાભાઈ ખૂબ જ લાંબા સમયથી આમ આદમી પાર્ટીને મજબૂત કરવા માટે દિવસ-રાત મહેનત કરી રહ્યા છે. આમ આદમી પાર્ટી જયારે ખુબ જ નાની હતી ત્યારથી તેમના દ્વારા પાર્ટીને મોટી કરવામાં મહત્વનો ફાળો આપવામાં આવ્યો છે. તેઓ એક ખેડૂત આગેવાન છે અને ઉત્તર ગુજરાતમાં ખુબ જ સારું નેતૃત્વ કરીને પાર્ટીના સંગઠનને મજબૂત કરવામાં મહત્વપૂર્ણ યોગદાન આપવામાં આવ્યું છે. ભેમાભાઈ ચૌધરીને ખુબ-ખુબ શુભેચ્છાઓ.

સોમનાથ વિધાનસભાથી ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ જગમાલભાઇ વાળાને ઉમેદવાર બનાવવામાં આવેલ છે. જગમાલભાઈ ખૂબ જ મોટા સમાજ સેવક છે, તે પોતે દવાખાનું પણ ચલાવે છે, શાળા પણ ચલાવે છે, ગરીબ બાળકોને મફતમાં પણ ભણાવે છે, ગરીબોને મફત આરોગ્યની સેવાઓ પૂરી પાડે છે, સ્થાનિક વેપારીઓના પ્રશ્નો બાબતે ખૂબ લડત આપે છે. જગમાલભાઇ વાળાને ખુબ ખુબ શુભેચ્છાઓ.

આ સિવાય આદિવાસી સમાજના લીડર અને આદિવાસી સમાજના મુદ્દાઓની ની લડત ચલાવી રહેલા તથા ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ અર્જુનભાઈ રાઠવાને છોટા ઉદેપુર વિધાનસભાથી ઉમેદવાર બનાવવામાં આવેલ છે. અર્જુનભાઈ સરકારી કોલેજમાં એક પ્રોફેસર હતા. પરંતુ આદિવાસી સમાજના પ્રશ્નો અને લડત ચલાવવાના લીધે તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા અને આજે પણ તેઓ આદિવાસી સમાજ માટે સતત લડત લડી રહ્યા છે. અર્જુનભાઈ ને ખુબ ખુબ શુભેચ્છાઓ.

જ્યારે ખેડૂતોમાં લોકપ્રિય અને ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ સાગરભાઈ રબારીને બેચરાજી વિધાનસભાથી ઉમેદવાર બનાવવામાં આવેલ છે. સાગરભાઇ દ્વારા ગુજરાતના ખેડૂતો માટે ખૂબ સારું કામ કરવામાં આવ્યું છે. ખાસ કરીને બેચરાજી SIR પ્રોજેક્ટમાં ખેડૂતોનું નેતૃત્વ કરીને ખેડૂતોની જમીન તેમના દ્વારા બચાવવામાં આવી છે. સાગરભાઈ રબારીને ખુબ ખુબ શુભેચ્છાઓ.

પ્રદેશ સંગઠન મંત્રી વશરામભાઇ સાગઠીયાને રાજકોટ ગ્રામ્ય વિધાનસભાથી ઉમેદવાર જાહેર કરવામાં આવેલ છે. વશરામભાઈ સાગઠીયા એક સામાજીક આગેવાન રહેલા છે. તેઓ દલિત સમાજના પ્રશ્નોને લઈને હંમેશા પોતાનો અવાઝ ઉઠાવતા રહે છે. વશરામભાઇ સાગઠીયાને ખુબ ખુબ શુભેચ્છાઓ.

આમ આદમી પાર્ટીના ખૂબ જુના, યુવાન અને ક્રાંતિકારી વિચારોવાળા તથા પ્રદેશ સંગઠન મંત્રી રામ ધડૂકને કામરેજ વિધાનસભાથી ઉમેદવાર બનાવવામાં આવેલ છે. રામ ધડૂક સક્રિય સામાજિક કાર્યકર છે. સુરતની જનતાને મદદરૂપ થઈને પોતાનું ખુબ જ સારું યોગદાન પણ આપી રહ્યા છે. 2017 ની વિધાનસભા ચૂંટણીમાં પણ રામ ધડૂક આમ આદમી પાર્ટીના ઉમેદવાર હતા. ફરીથી આ જ સીટ પરથી રામ ધડૂક ને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. રામ ધડૂકને ખુબ ખુબ શુભેચ્છાઓ.

તેની સાથે મીડિયાને સંબોધતા આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવી દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આમ આદમી પાર્ટીની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે, જેમાં અમે માનનીય અરવિંદ કેજરીવાલના નેતૃત્વમાં 10 મજબૂત ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. તે તમામ ઉમેદવારોને અને સમગ્ર પક્ષ વતી મારી શુભેચ્છાઓ. આમ આદમી પાર્ટીની બીજી યાદી પણ ટૂંક સમયમાં જાહેર કરાશે. જે કામ અરવિંદ કેજરીવાલે પહેલા દિલ્હીમાં અને પછી પંજાબમાં કર્યું છે અને હવે ગુજરાતની જનતાએ પણ અરવિંદ કેજરીવાલ ના આ મોડેલને સ્વીકારવાનું નક્કી કર્યું છે, જે જનહિતની રાજનીતિનું મોડેલ છે, તો આવનારા સમયમાં અન્ય વધુ ઉમેદવારોના નામ ટૂંક સમયમાં જાહેર કરાશે. જેથી કરીને ગુજરાતની જનતાને પણ તેમના ઉમેદવાર વિશે જાણવાની તક મળે અને આમ આદમી પાર્ટીના કાર્યકરો પણ આમ આદમી પાર્ટીનો વિચાર ગુજરાતના દરેક નાગરિક સુધી પહોંચાડી શકે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments