Saturday, August 20, 2022
HomeAAPઆપ નેતા એ લઠ્ઠાકાંડમાં મૃત્યુ પામનાર જરૂરિયાતમંદ પરિવારના સંતાનને દત્તક લઈ તેનો...

આપ નેતા એ લઠ્ઠાકાંડમાં મૃત્યુ પામનાર જરૂરિયાતમંદ પરિવારના સંતાનને દત્તક લઈ તેનો શૈક્ષણિક ખર્ચ ઉઠાવવાનો નિર્ણય કર્યો

બોટાદ જિલ્લાના બરવાળા ધંધુકા પંથકમાં લઠ્ઠાકાંડમાં દારૂના દૈત્યે અનેક લોકોના જીવન બરબાદ કરી નાખ્યા છે, ત્યારે આ લઠ્ઠાકાંડમાં મૃત્યુ પામનારના પરિવારજનોની સ્થિતિ અંગેનો વાસ્તવિક ચિતાર મેળવવા માટે માનવતા સેવા રથના સંચાલક તેમજ આમ આદમી પાર્ટી ભાવનગર લોકસભા પ્રમુખ અને પ્રદેશ પ્રવક્તા શ્રી ઉમેશભાઈ મકવાણા દ્વારા બોટાદ જિલ્લાના બરવાળા પંથકના રોજીદ, વહીયા અને રાણપરી સહિતના જેવા ગામડાઓમાં જઈ મૃતકના પરિવારજનોની મુલાકાત લઈ તેઓની પરિસ્થિતિથી વાકેફ થયેલ અને જરૂરિયાતમંદ પરિવારને એક મહિનો ચાલે તેટલા રાશનની કીટનું વિતરણ કરવામાં આવ્યું.

આ રાશન કીટના વિતરણ સાથે અતિ જરૂરિયાતમંદ પરિવારના સંતાનને દત્તક લઈ બાળક પાંચ વર્ષનો અભ્યાસ કરે ત્યાં સુધીનો તેનો શિક્ષણનો ખર્ચ આમ આદમી પાર્ટીના શ્રી ઉમેશભાઈ મકવાણા ઉપાડશે.અગાઉ કોરોનાના કપરા કાળ દરમિયાન કોરોના ની મહામારી ના ડરને કારણે સગા વ્હાલા એક બીજાની નજીક જતા પણ ડરતા હતા ત્યારે પણ માનવતા સેવા રથ ના સંચાલક ઉમેશભાઈ મકવાણા તથા તેમની ટીમ દ્વારા માનવતાની મહેક પ્રસરાવી બોટાદ શહેરમાં 41 જેટલા ભોજનના પોઇન્ટ ઉભા કરી આશરે ત્રણ લાખથી પણ વધારે લોકો માટે વિનામૂલ્યે ભોજન ની વ્યવસ્થા કરી હતી.

આ સેવા સતત બે માસ અને છ દિવસ સુધી અવિરત ચલાવવામાં આવી હતી. સાથોસાથ શહેરના અલગ અલગ વિસ્તારોમાં 50 હજાર જેટલા માસ્ક નું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ મેડિકલ સેવા, બ્લડ ડોનેશન કેમ્પ અને જરૂરિયાતમંદ લોકોને રાશન કીટનું વિતરણ કરવામાં આવેલું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments