Saturday, August 20, 2022
HomeAAPગરબા પર GST લાદવાને લઈને સમગ્ર ગુજરાતમાં આપ નું વિરોધ પ્રદર્શન

ગરબા પર GST લાદવાને લઈને સમગ્ર ગુજરાતમાં આપ નું વિરોધ પ્રદર્શન

માઁ જગદંબાની આરાધનાનું પર્વ નવરાત્રી એટલે કે ગરબા, એ ગુજરાતના લોકોના લોહીમાં વસે છે. ગરબા ગુજરાતની પરંપરા છે, ગુજરાતની સંસ્કૃતિ છે અને કરોડો લોકોની આસ્થા ગરબા સાથે જોડાયેલી પણ છે. ગુજરાત ગરબા ને માતાજીની પ્રસન્નતા મેળવવાના પ્રસંગ તરીકે ઉજવવામાં આવે છે. પરંતુ નિમ્નકક્ષાની માનસિકતા ધરાવનાર ભાજપની સરકાર દ્વારા ગરબા રમવા ઉપર પણ 18 % જેટલો GST ટેક્સ નાખવામાં આવ્યો છે. ભ્રષ્ટ ભાજપ દ્વારા ફરી એકવાર ગરબા રમવા પર ટેક્સ લાદીને પોતાની હિંદુ વિરોધી માનસિકતા દુનિયા સમક્ષ ઉજાગર કરવામાં આવી છે.

આમ આદમી પાર્ટી ભાજપના આ પગલાની સખત નિંદા કરવામાં આવે છે. આમ આદમી પાર્ટી દ્વારા સમગ્ર ગુજરાત રાજ્યમાં ભાજપના આ પગલાંનો શાંતિપૂર્ણ વિરોધ કર્યો અને ભાજપ સરકાર સમક્ષ વહેલી તકે ગરબા રમવા પરનો GST ટેક્સ દૂર કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી. ભાજપ તેના તાનાશાહી વલણ માટે જાણીતું છે, પરંતુ આમ આદમી પાર્ટીએ નિર્ણય લીધો છે કે, સરકારના આ પગલા સામે સમગ્ર ગુજરાતમાં બુલંદ અવાજ ઉઠાવીને આ બહેરી મૂંગી સરકાર સુધી લોકોનો અવાજ પહોંચાડવામાં આવશે. આથી જ આજે આમ આદમી પાર્ટીના કાર્યકરો એ અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, જામનગર, સોમનાથ, જૂનાગઢ, ગાંધીનગર, પાલનપુર, અમરેલી સહિત ગુજરાતના તમામ જિલ્લાઓમાં શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

ભાજપ સરકારના આ પગલા સામે આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા શાંતિપૂર્ણ રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું હતું ત્યારે ભાજપ સરકાર દ્વારા ફરી એકવાર આમ આદમી પાર્ટી ની ઘણી જગ્યાએ તાનાશાહી ઢબે અટકાયત કરવામાં આવેલ છે. આ ખૂબ જ નિંદનીય ઘટના છે, કારણ કે આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા ગરબા રમવા પર લાદવામાં આવેલા ટેક્સ નો વિરોધ કરવામાં આવી રહ્યો છે અને સરકાર પણ તેમણે વિરોધ કરતા અટકાવી ને તેમના બંધારણીય અધિકારો પર પ્રહાર કરી રહી છે.

જ્યારે ગરબા એ ગુજરાતની પરંપરા છે, તે લોકોની આસ્થા છે અને આસ્થા પર ક્યારેય વેરો લઈ શકાય નહીં, પરંતુ ભાજપ સરકાર દ્વારા ગુજરાતના લોકોની આસ્થાનું અપમાન કરીને ગરબા રમવા પર 18 % GST લગાવવામાં આવેલ છે. જેના વિરોધમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા દ્વારા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીને આમ આદમી પાર્ટી વતી પત્ર પણ લખવામાં આવ્યો હતો. અને પત્ર લખીને આસ્થાનું અપમાન કરતા 18 % GST ને હટાવવાની માંગ પણ કરી છે.

તેની સાથે બેશરમ ભાજપ હંમેશા પોતાને હિંદુત્વના પક્ષમાં ગણાવે છે પરંતુ ભાજપની આવી હરકતો દર્શાવે છે કે તે હિંદુવાદી નથી પરંતુ તે હિંદુ વિરોધી પાર્ટી છે. આ અગાઉ પણ ભાજપ દ્વારા પોતાનો હિંદુ વિરોધી ચહેરો બતાવવામાં આવ્યો હતો. નવસારીમાં ભાજપના મહાનગરપાલિકા દ્વારા ભગવાન રાધા કૃષ્ણ ના મંદિરને તોડી પાડવામાં આવ્યું હતું અને જ્યારે લોકો તેમના મંદિરને બચાવવા તેમની સામે ઉભા રહ્યા હતા ત્યારે ભાજપના સભ્યો દ્વારા પોલીસ નો ઉપયોગ કરી ત્યાંના લોકોને નિર્દયતાથી માર મારવામાં આવ્યો હતો. આ બધાથી સ્પષ્ટ થાય છે કે, ભાજપને ધર્મ સાથે કોઈ લેવાદેવા નથી, તેઓ માત્ર ધર્મના નામે જ વોટ મેળવે છે. ગરબા રમવા પર GST લાદીને ભાજપ દ્વારા સાબિત કરી દેવામાં આવ્યું છે કે, તેમને ધર્મ સાથે કોઈ લેવાદેવા નથી, તેમને માત્ર જનતાના પૈસા લૂંટવા છે. પરંતુ આમ આદમી પાર્ટી ભાજપને આ રીતે લૂંટ ચલાવવા દેશે નહીં.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments