Saturday, August 20, 2022
HomeAAPગુજરાતમાં AAP વિધાનસભા ચૂંટણીને લઈને કરશે આજે મોટું એલાન

ગુજરાતમાં AAP વિધાનસભા ચૂંટણીને લઈને કરશે આજે મોટું એલાન

ગુજરાતમાં જેમ-જેમ વિધાનસભાની ચુંટણી નજીક આવી રહી છે તેમ-તેમ ગુજરાતમાં આમ આદમી પાર્ટીનું વર્ચસ્વ સતત વધતું જોવા મળી રહ્યું છે. આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ દ્વારા સતત લોકોના મુદ્દાઓને ઉઠાવી ભાજપ સરકારને ઘેરવામાં આવી રહી છે. તેની સાથે વિધાનસભાની ચૂંટણી પહેલા જ આમ આદમી પાર્ટી સક્રિય થઈ રહી છે. કેમકે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દર અઠવાડિયે ગુજરાત આવીને નાગરિકોને મત આપવા માટે રીઝવી રહ્યાં છે. ત્યાં બીજી તરફ સમાચાર સામે આવ્યા છે કે, આમ આદમી પાર્ટી આજે મોટો ધડાકો કરી શકે છે. ચૂંટણીને હજી ઘણી વાર છે ત્યારે આજે AAP વિધાનસભાની ચૂંટણીના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરે તેવા સમાચાર સામે આવ્યા છે.

પ્રાપ્ત માહિતી મુજબ જાણકારી સામે આવી છે કે, AAP દ્વારા આજે વિધાનસભા ચૂંટણીના ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી શકે છે. વિધાનસભા ચૂંટણી પહેલા AAP દ્વારા ઉમેદવારોનું લિસ્ટ બનાવી દેવામાં આવ્યું છે. ત્યારે આજે ગુજરાત વિધાનસભાની ચૂંટણીની પ્રથમ યાદી જાહેર થાય તેવી શક્યતા રહેલી છે.

અરવિંદ કેજરીવાલની મુલાકાત બાદ AAP દ્વારા આ યાદી તૈયાર કરવામાં આવી છે.
તેની સાથે ચૂંટણીની હજી ઘણી વાર છે, ત્યારે આમ આદમી પાર્ટી ઉમેદવારોનું લિસ્ટ જાહેર થતા બધાને ચકિત કરી શકે છે. આપની આ સ્ટ્રેટેજીના લીધે ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસને મોટો ઝટકો લાગી શકે છે. તેની સાથે એક વાત તો સ્પષ્ટ છે કે, આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતમાં કરવામાં આવી રહેલા કામના લીધે ભાજપ અને કોંગ્રેસનું વર્ચસ્વ ઘટતું જોવા મળી રહ્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments