રાજ્ય સહિત દેશભરમાં હાલના સમયમાં સતત મોંઘમારીનો માર સતત લોકો પડી રહ્યો છે. કેમ કે હાલના સમયમાં સતત પેટ્રોલ-ડીઝલ ભાવમાં વધારો થઈ રહ્યો છે. પેટ્રોલ-ડીઝલના ભાવ પણ 90 ની પાર ચાલી રહ્યા છે અને તેમાં સતત ભાવવધારો થઈ રહ્યો છે. જ્યારે ગુજરાતના લોકો માટે વધુ એક ભાવવધારાના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત અદાણી દ્વારા CNG ભાવમાં વધારો કરવામાં આવ્યો હોવાના સમાચાર સામે આવ્યા છે.
ગુજરાતમાં અદાણી CNG ગેસમાં 1.99 રૂપિયાનો ભાવ વધારો કરવામાં આવ્યો છે. જ્યારે CNG નો જૂનો ભાવ 83.90 રૂપિયા હતો તેમાં વધારો થતા નવો ભાવ 85.89 રૂપિયા પહોંચી ગયો છે. આ નવા ભાવનો આજથી અમલીકરણ થશે. જેના લીધે લોકો ફરી મોંઘમારીનો બોજ વધશે.
તમને જણાવી દઈએ કે, ઘણા સમયથી પેટ્રોલ-ડીઝલ અને એલપીજી ના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. તેના લીધે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. એવામાં હવે સીએનજીના ભાવમાં પણ તોતિંગ વધારો થઈ રહ્યો છે. જ્યારથી દેશમાં પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી સમાપ્ત થઈ છે ત્યારથી સતત તેની અસર ભાવ પર જોવા મળી રહી છે.
એવામાં વૈશ્વિક સ્તર પર તેલના ભાવમાં તોતિંગ વધારો થયો છે. જ્યારે બીજી તરફ સીએનજીના ભાવમાં પણ વધારો થઈ રહ્યો છે. તેનાથી એક વાત તો સ્પષ્ટ છે કે, આગામી દિવસોમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં પણ વધારો જોવા મળી શકે છે. એવામાં આજે ગુજરાતમાં અદાણી દ્વારા સીએનજીમાં નવો ભાવવધારો લાગુ કરવામાં આવ્યો છે.