Saturday, August 20, 2022
HomeAhmedabadઅમદાવાદમાં યુવકને જાહેરમાં તલવારથી કેક કાપવી પડી ભારે, વીડિયો વાયરલ થતા જ...

અમદાવાદમાં યુવકને જાહેરમાં તલવારથી કેક કાપવી પડી ભારે, વીડિયો વાયરલ થતા જ પોલીસ પહોંચી ઘરે

ગુજરાતમાં છેલ્લા કેટલાંક સમયથી લુખ્ખાતત્વોની દાદાગીરી સામે આવી રહી છે. રાજ્યના મોટા શહેરોમાં લુખ્ખા તત્વોની દાદાગીરી ની અવારનવાર ફરિયાદ સામે આવતી રહે છે. જેના કારણે હાલમાં રાજ્યના મુખ્ય શહેરોમાં ક્રાઈમની ઘટનામાં ઊછાળો જોવા મળી રહ્યો છે. જાણે પોલીસનો ડર ના હોય તેમ આવા તત્વો બેફામ બની રહ્યા છે. લુખ્ખા તત્વો દ્વારા સામાન્ય લોકોને હેરાન પરેશાન કરીને તેમની પાસેથી ખંડણી કરવામાં આવતી રહે છે.

પરંતુ આ માથાભારે તત્વોને કારણે લોકો તેમની સામે ફરિયાદ કરતા અચકાય છે અને તેના કારણે જ આવા લુખ્ખા તત્વો વધારે બેફામ બની જાય છે. અને તેઓ અન્ય લોકોને પણ તેમની દાદાગીરી બતાવતા રહે છે. આ કારણોસર સામાન્ય માણસની ચિંતામાં વધારો થઇ રહ્યો છે. જયારે ઘણા એવા પણ અસામાજિક તત્વો છે જે તેમનો ખોફ બતાવવા માટે સોશ્યિલ મીડિયા પર તેમના વીડિયો મૂકતા રહે છે. ત્યારે હાલમાં પણ એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે.

આ વાયરલ વીડિયો માં એક યુવાન જાહેરમાં હાથમાં તલવાર લઈને કેક કાપીને બર્થ ડે મનાવી રહ્યો છે. જો કે શહેરમાં આ પહેલો બનાવ નથી આ પહેલા પણ આવા હાથમાં તલવાર લઈને જાહેરમાં બર્થ ડે ઊજવવાની કરતા હોવાનું સામે આવી ચૂક્યું છે. જો કે પોલીસની આવા તત્વો સામે કડક પગલાં લેવામાં આવતા થોડા સમયથી આવી ઘટનાઓ બંધ થઈ ગઈ હતી, પરંતુ આજે ફરી એકવાર આવી જ એક ઘટનાનો વીડિયો વાયરલ થયો છે.

જેમાં અમદાવાદના સૈજપુર બોઘા વિસ્તારમાં તલવારથી કેક કાપતો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જો કે આ વાયરલ વીડિયોને લઈને કૃષ્ણનગર પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. અને આ યુવાનની ધરપકડ કરી લેવામાં આવી હતી. આ વાયરલ વીડિયોમાં યુવક દ્વારા વાહન ઉપર ‘રાજા’ નામ લખેલી 4 કેક મૂકીને તલવારથી કાપવામાં આવી રહી હતી અને તેનો વીડિયો બનાવીને સોશ્યિલ મીડિયામાં અપલોડ કરવામાં આવ્યો હતો જે હાલમાં ઘણો વાયરલ થઇ રહ્યો છે.

આ અંગે પોલીસે કાર્યવાહી કરતા જ પોલીસે આ તલવાર લઈને કેક કાપતા યુવાનને પોલીસે ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડ્યો હતો. પોલીસે આ કેક કાપતા યુવક પ્રતીક સોલંકીને તેના ઘરેથી જ ઝડપી પાડ્યો હતો. પોલીસ તપાસમાં આ પ્રતિક ડ્રાઈવિંગનો ધંધો કરતો હોવાનું સામે આવ્યું છે. ત્યારે પોલીસે આ પ્રતીક સોલંકી સામે હથિયાર રાખવાના જાહેરનામાનો ભંગ કરવા બદલ કેસ દાખલ કર્યો છે.

આ વાયરલ વીડિયો અંગે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના પીઆઇ એ જે ચૌહાણે જણાવ્યું હતું કે અમારી પાસે આ યુવકનો કેક કાપતો વાયરલ વીડિયો આવ્યો હતો. જેમાં આ વાયરલ વીડિયોમાં યુવક મોડી રાત્રે બે એક્ટિવા પર 4 કેક મૂકીને જાહેરમાં તલવારથી કેક કાપી રહ્યો હતો. ત્યારે આ રીતે જાહેરમમ તલવાર લઈને કેક કાપતા આ અંગે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. અને આ તપાસ દરમિયાન તલવારથી કેક કાપતા યુવકને તેના ઘરેથી જ ઝડપી પાડવામાં આવ્યો હતો.

નોંધનીય છે કે શહેરમાં મોડી રાત્રે અસામાજિક તત્વો દ્વારા અવારનવાર આ રીતે જાહેરમાં તલવારથી કેક કાપતા હોવાનો વીડિયો સામે આવતા રહે છે. ત્યારે પોલીસના ડર વગર જ આ લુખ્ખાતત્વો ખુલ્લેઆમ આ રીતે હથિયારો રાખતા પોલીસની કામગીરી અને લોકોની સુરક્ષા પર પણ અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments