Saturday, August 20, 2022
HomeAhmedabadઅમદાવાદમાં આ જગ્યા પર બની રહ્યો હતો નકલી દારૂ, પોલીસની રેડ પડતા...

અમદાવાદમાં આ જગ્યા પર બની રહ્યો હતો નકલી દારૂ, પોલીસની રેડ પડતા જ…..

બોટાદ કેમિકલકાંડ બાદ રાજ્યમાં સતત દેશી દારૂનું વેચાણ કરનારાઓ સામે પોલીસ દ્વારા સખ્ત વલણ અપનાવવામાં આવી રહ્યું છે. જ્યારે આજે આવી જ બાબત સામે આવી છે. કેમ કે આણંદમા નકલી દારૂ ફેકટરી બાદ અમદાવાદમા પણ હવે ગેરકાયદેસર રીતે ઈંગ્લીશ દારૂ બનાવતી પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવી છે.

માહિતી મુજબ, અમદાવાદ ના ન્યુ રાણીપ વિસ્તારમાં આવેલ ભંગારના ગોડાઉનમાં ભેળસેળ વાળો દારૂ PCB ની ટીમ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે. આ ગોડાઉનમા શંકર મારવાડી નામના વ્યક્તિ અને મોહમ્મદ છીપા નામના બંને આરોપી દ્વારા ભેળસેળ વાળો દારૂ બનાવવામાં આવી રહ્યો હતો. આ બંને આરોપી દ્વારા એસેન્સ (કલર), આલ્કોહોલ અને પાણી મિક્સ કરીને દરરોજ અલગ અલગ મોંઘી કિંમત નો ઈંગ્લીશ દારૂ બનાવીને બોટલોમાં સીલ કરીને તેનું વેચાણ કરવામાં આવી રહ્યું હતું. પરંતુ તે PCB ની ઝપેટમાં આવી ગયા છે.

પ્રાથમિક વિગતો મુજબ, શંકર મારવાડી નામના આરોપી દ્વારા આ જગ્યા 10 હજાર રૂપિયાના માસિક કિંમતે ભાડે રાખવામાં આવી હતી અને છેલ્લા 6 મહિનાથી શંકર અને મોહમ્મદ છીપા નામના આરોપી દ્વારા દારૂની ખાલી બોટલો લાવીને અહી નકલી ઈંગ્લીશ દારૂ બનાવવામાં આવી રહ્યું હતું. PCB ની ટીમ દ્વારા ચોક્કસ માહિતીના આધારે રેડ પાડતા સામે આવ્યું કે, અહીંયા તો સમગ્ર ગોડાઉન જ કાચની બોટલો થી ભરેલું હતું. જ્યારે નામ માત્ર ભંગારનું ગોડાઉન નું હતું પરંતુ દરરોજ અહીંયાંથી 1 લાખથી વધુની કિંમત દારૂ વેંચાવામાં આવી રહેલો તેવી પ્રાથમિક જાણકારી સામે હતી.

તેની સાથે પોલીસથી બચવા અને આ ગોડાઉનમાં અજાણ્યો વ્યક્તિ અંદર આવી ન શકે તે માટે 3 કુતરાઓને રાખવામાં આવ્યા હતા. જેના લીધે કોઈ બહારની વ્યક્તિ આવે તો ડાયરેકટ તેના પર અટેક કરી શકે. તાજેતરમાં PCB એ બાતમીના આધારે રેડ કરીને મોહમ્મદ છીપા નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે શકર મારવાડી નામના ફરાર આરોપીને પકડવા માટે પોલીસ દ્વારા તજવીજ હાથ ધરવામાં આવી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments