પશ્ચિમ બંગાળમાં હમણાં ખૂબ ઉઠાલપથલ ચાલી રહી છે. હમણાં જ પશ્ચિમ બંગાળમાં સતરુંઢ પાર્ટી તૃણમૂલ કોંગ્રેસના મંત્રી પાર્થ ચેટરજી અને તેમની નજીકની અર્પિતા મુખર્જી પર ખૂબ કડક તપાસ ચાલી રહી છે. હમણાં જ EDએ પર્થ ચેટરજી અને અર્પિતાના અલગ અલગ સ્થાન પર રેડ કરી હતી તેમાં EDને હમણાં સુધી 50 કરોડ રૂપિયા રોકડા મળ્યા છે.
પાર્થ ચેટર્જી પહેલા પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસમાં નંબર ટુનું પદ સંભાળતા હતા, પરંતુ હવે EDના દરોડા પછી પાર્ટીએ તેમનાથી દૂરી બનાવી લીધી છે અને પાર્ટીએ પાર્થને સસ્પેન્ડ કરી દીધો છે. બીજી તરફ તેની નજીકની મિત્ર અર્પિતા મુખર્જીની મુશ્કેલીઓ પણ સતત વધી રહી છે. હવે અર્પિતા EDની કસ્ટડીમાં રડતી જોવા મળી રહી છે.
વાત એમ છે કે કોર્ટે આદેશ આપ્યો છે કે પાર્થ ચેટર્જી અને અર્પિતા મુખર્જીનું મેડિકલ ચેકઅપ દર 48 કલાકમાં એકવાર કરવામાં આવે. આ અંતર્ગત અર્પિતા મુખર્જીને હાલમાં જ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. જ્યાં ગુરુવારે તેમનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું. પરંતુ આ દરમિયાન અર્પિતા ખૂબ રડવા લાગી. આ દરમિયાન તે બેભાન થઈને પડી ગઈ અને તેના પગમાં ઈજા થઈ.
રડતી અને બેભાન થઈ ગયેલ અર્પિતાની તસવીરો ખૂબ વાયરલ થઈ રહી છે જેમાં તે કારમાંથી નીચે ઉતરતી જોઈ શકાય છે. મહિલા સુરક્ષા ગાર્ડ અર્પિતાને કારમાંથી ઉતારતી જોવા મળે છે. અર્પિતા લગભગ બે મિનિટ સુધી સતત રડતી રહે છે અને મીડિયાના કેમેરા જોઈને તેણે પોતાનો ચહેરો પણ છુપાવી લીધો હતો.
જણાવી દઈએ કે બંગાળ સરકારના પૂર્વ મંત્રી પાર્થ ચેટર્જી અને તેમની નજીકની સહયોગી અર્પિતા મુખર્જી SSC કૌભાંડ અથવા શિક્ષણ ભરતી કૌભાંડમાં ફસાયેલા છે. હાલમાં જ EDએ આ કેસમાં તપાસ શરૂ કરી હતી. 22 જુલાઈના રોજ EDએ પાર્થ ચેટરજીના ઠેકાણા સહિત 14 સ્થળો પર દરોડા પાડ્યા હતા. અર્પિતાના ઘર પર પણ દરોડા પાડવામાં આવ્યા હતા.
23 જુલાઈના રોજ અર્પિતાના ઘર પર દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરમિયાન EDએ અર્પિતાના ઘરેથી લગભગ 21 કરોડ રૂપિયા રોકડા, 60 લાખ વિદેશી ચલણ, 20 ફોન અને અન્ય દસ્તાવેજો જપ્ત કર્યા છે. તે જ સમયે, અત્યાર સુધીમાં EDને અર્પિતાના ઘરેથી 50 કરોડ રોકડા મળ્યા છે.
રોકડ ઉપરાંત, ED અધિકારીઓએ અર્પિતાના ફ્લેટમાંથી એક-એક કિલોની ત્રણ સોનાની ઇંટો પણ જપ્ત કરી છે. તે જ સમયે, સોનાની છ બંગડીઓ અને સોનાની પેન પણ મળી આવી છે. અત્યાર સુધીમાં EDને લગભગ 50 કરોડ રૂપિયા રોકડા અને 4.31 કરોડ રૂપિયાની જ્વેલરી મળી છે.