Saturday, August 20, 2022
HomeAAPઅરવિંદ કેજરીવાલનું મોટું નિવેદન, ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દારૂનો ધંધો કોણ કરે...

અરવિંદ કેજરીવાલનું મોટું નિવેદન, ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દારૂનો ધંધો કોણ કરે છે?

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તેમની ગુજરાત મુલાકાત માટે આજે બપોરના પોરબંદર એરપોર્ટ પર આવ્યા હતા. તે દરમિયાન આમ આદમી પાર્ટી ના નેશનલ જોઈંટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવી અને પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયા તેમજ પાર્ટી ના અનેક પ્રદેશ નેતાઓ અને કાર્યકરો દ્વારા અરવિંદ કેજરીવાલનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.

ત્યાર બાદ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દ્વારા પોરબંદર એરપોર્ટ પર મીડિયાને સંબોધતા જણાવવામાં આવ્યું હતું કે, આજે વેરાવળમાં જાહેર સભા દરમિયાન આમ આદમી પાર્ટી વતી ગુજરાતની જનતાને બીજી ગેરંટી આપવા આવ્યો છું. જો આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો શું કામ કરીશું. અગાઉ સુરતમાં અમે પહેલી ગેરંટી જાહેર કરી હતી જેમાં અમે જણાવ્યુ હતું કે, જો અમારી સરકાર બનશે તો અમે ગુજરાતની જનતાને દર મહિને 300 યુનિટ મફત વીજળી આપીશું, 24 કલાક વીજળી આપીશું અને જૂના બિલ પણ માફ કરી દેશું.

અરવિંદ કેજરીવાલ પછી પોરબંદર એરપોર્ટ થી સીધા વેરાવળ માટે જવા રવાના થયા હતા. ત્યાર બાદ તેઓ બપોરે 3:00 કલાકે વેરાવળ સભા સ્થળ-કે.સી.સી. ગ્રાઉન્ડ (રેલવે કોલોની) ખાતે પહોંચ્યા હતા. વેરાવળમાં સભા સ્થળે ગુજરાતના સાંસ્કૃતિક કાર્યક્રમો જેમ કે ડાયરો, ભજન અને રાસ ગરબાનું આયોજન કરાયું હતું. તેની સાથે આમ આદમી પાર્ટી ના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ જી એ ‘ભારત માતા કી જય’ અને ‘જય સોમનાથ’ ના નારા લગાવીને વેરાવળ માં જનસભાને સંબોધી હતી. તેમના દ્વારા આ દરમિયાન ગુજરાતમાં દારૂબંધીને લઈને ભાજપા સરકારને આડેહાથ લેવામાં આવી છે.

કેજરીવાલે કયું કે, મેં હોસ્પિટલમાં જઈને જ્યારે લોકો સાથે વાત કરીને પૂછ્યું કે, તમને આવી ઝેરી દારૂ ક્યાંથી મળી? તો તેમણે જણાવ્યુ હતું કે, આ તો રોજ ગુજરાત માં વેચાય છે. જ્યારે જોઈએ ત્યારે, ગામ થી લઈને શહેર સુધી બધી જગ્યા એ દારૂ નો ધંધો ચાલુ જ છે અને જરૂર પડે તો તેઓ ઘરે આવીને દારૂ આપી જાય છે. પરંતુ મેં તો એવું સાંભળ્યું છે કે, ગુજરાતમાં દારૂબંધી છે.

તેની સાથે મીડિયા ના માધ્યમ થી એવું જાણવા મળ્યું છે કે, ગુજરાત માં દારુબંધી ના નામે નકલી અને ઝેરી દારૂ વેચીને લોકોથી હજારો કરોડો રૂપિયાની કમાણી કરવામાં આવી રહી છે. પરંતુ સવાલ એ છે કે, આ ધંધો કોનો છે? મારે માત્ર એટલું જ કહેવું છે કે, જે લોકો પોતાના બાળકો ને નકલી અને ઝેરી દારૂ પીવડાવવા ઈચ્છે છે એ તે લોકો ને વોટ આપજો અને જે લોકો તેમના બાળકોને સારું શિક્ષણ અને સારું સ્વાસ્થ્ય આપવા ઈચ્છે છે તે આમ આદમી પાર્ટી ને વોટ આપે.

વેરાવળમાં આયોજિત આ વિશાળ જનસભામાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સિવાય આમ આદમી પાર્ટી ના નેશનલ જોઈંટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવી, પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયા, પ્રદેશ ઉપાધ્યક્ષ જગમાલ વાળા, પ્રદેશ ઉપાધ્યક્ષ સાગર રબારી, પ્રદેશ ખજાનચી કૈલાશદાન ગઢવી, પ્રદેશ યુવા પ્રમુખ પ્રવીણ રામ, ખેડૂત વિંગના પ્રદેશ પ્રમુખ રાજુ કરપડા, CYSS પ્રદેશ પ્રમુખ ધાર્મિક માથુકીયા, પ્રદેશ પ્રવક્તા કરશનદાસ બાપુ ભાદરકા, પ્રદેશ મંત્રી નિમીષા ખુંટ પણ હાજર રહ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments