Saturday, August 20, 2022
HomeAAP‘આપ’ ના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલ ગુજરાતની જનતાને આપશે વધુ એક ગેરંટી

‘આપ’ ના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલ ગુજરાતની જનતાને આપશે વધુ એક ગેરંટી

ગુજરાતમાં જેમ-જેમ વિધાનસભાની ચુંટણી નજીક આવી રહી છે તેમ-તેમ ગુજરાતમાં આમ આદમી પાર્ટીનું વર્ચસ્વ સતત વધતું જોવા મળી રહ્યું છે. આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ દ્વારા સતત લોકોના મુદ્દાઓને ઉઠાવી ભાજપ સરકારને ઘેરવામાં આવી રહી છે. એવામાં આમ આદમી પાર્ટીના નેશનલ જોઈંટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવી દ્વારા એક મહત્વની જાહેરાત કરવામાં આવી છે.

આમ આદમી પાર્ટીના નેશનલ જોઈંટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવી દ્વારા મીડિયાને સંબોધતા જણાવવામાં આવ્યું છે કે, આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આવતીકાલના ગુજરાતની મુલાકાતે આવવાના છે. અરવિંદ કેજરીવાલ જામનગરમાં જન સંવાદ કાર્યક્રમમાં વેપારીઓ સાથે સંવાદ કરશે અને વેપારીઓની સમસ્યાઓને જાણશે. અરવિંદ કેજરીવાલ ખાસ કરીને MSME સેક્ટરના વેપારીઓની સમસ્યાઓ જાણવા માટે આવી રહ્યા છે.

અરવિંદ કેજરીવાલની વાત કરીએ તો તે આવતીકાલના 6 ઓગસ્ટના બપોરના 1 વાગ્યે જામનગર એરપોર્ટ પહોંચશે. ત્યાંથી અરવિંદ કેજરીવાલ જનસંવાદ માટે રવાના થશે. બપોરના 3 કલાકના અરવિંદ કેજરીવાલ એક ટાઉન હોલમાં કાર્યક્રમ દરમિયાન જામનગર ના વેપારીઓ સાથે સંવાદ કરશે. ત્યાર બાદ અરવિંદ કેજરીવાલ જામનગર થી વડોદરા જવા માટે રવાના થશે. સાંજના સમયે 5 વાગ્યે તેઓ વડોદરા એરપોર્ટ પહોંચશે.

બીજા દિવસે એટલે 7 મી ઓગસ્ટના રોજ અરવિંદ કેજરીવાલ છોટાઉદેપુર ના બોડેલી વિસ્તારમાં એક વિશાળ જન સંમેલન કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચશે. ત્યાર બાદ અરવિંદ કેજરીવાલ ગુજરાતની જનતા માટે બીજી નવી ગેરંટી પણ જાહેર કરશે. અરવિંદ કેજરીવાલની આ ગેરંટી ગુજરાતના નબળા વર્ગના ગરીબ લોકો માટે મોટી આશાનું કિરણ સાબિત થઈ શકશે. અરવિંદ કેજરીવાલ ના આ જન સંમેલન કાર્યક્રમમાં હજારો લોકો હાજર રહે તેવી શક્યતા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments