Saturday, August 20, 2022
HomeAAPરાજકોટ: શિવધામ માં મહાઆરતી બાદ હાજર લોકોને સંબોધતા અરવિંદ કેજરીવાલે આપ્યું મોટું...

રાજકોટ: શિવધામ માં મહાઆરતી બાદ હાજર લોકોને સંબોધતા અરવિંદ કેજરીવાલે આપ્યું મોટું નિવેદન

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાત માટે આવેલા છે. તે ગઈ કાલના બપોરના સમયે પોરબંદર એરપોર્ટ પર આવ્યા હતા. તે દરમિયાન આમ આદમી પાર્ટી ના નેશનલ જોઈંટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવી અને પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયા તેમજ પાર્ટી ના અનેક પ્રદેશ નેતાઓ અને કાર્યકરોએ અરવિંદ કેજરીવાલનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ અરવિંદ કેજરીવાલ પોરબંદર એરપોર્ટ થી સીધા વેરાવળ જવા રવાના થયા હતા. તે પછી તેઓ બપોરે 3:00 કલાકે વેરાવળ સભા સ્થળ-કે.સી.સી. ગ્રાઉન્ડ (રેલવે કોલોની) ખાતે પહોંચ્યા હતા. વેરાવળમાં સભા સ્થળ પર ગુજરાતના સાંસ્કૃતિક કાર્યક્રમો જેમ કે ડાયરો, ભજન અને રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું.

અરવિંદ કેજરીવાલ દ્વારા વેરાવળમાં વિશાળ જાહેર સભાને સંબોધતા ગુજરાતના દરેક યુવાનોને રોજગાર આપવાનું વચન આપતા આમ આદમી પાર્ટી ની બીજી ગેરંટી જાહેર કરી હતી. આ જાહેરાત કરતા અરવિંદ કેજરીવાલે એમ પણ જણાવ્યું હતું કે, જો આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો 10,00,000 સરકારી નોકરીઓમાં ભરતી પણ કરવામાં આવશે. જ્યારે સરકારી ભરતીમાં ભલામણ અને ભ્રષ્ટાચાર ને સદંતર નાબૂદ કરીને દરેક યુવાનોને સમાન રોજગારી મળે તેવી વ્યવસ્થા ઉભી કરાશે.

તેના પછી અરવિંદ કેજરીવાલ વેરાવળ થી નીકળી પોરબંદર એરપોર્ટ પહોંચ્યા અને ત્યાંથી રાજકોટ જવા માટે રવાના થયા. અરવિંદ કેજરીવાલ ગઈ કાલ સાંજે 6:30 વાગ્યે રાજકોટ એરપોર્ટ પહોંચ્યા હતા અને ત્યાંથી નીકળ્યા બાદ સંજય રાજગુરુ કોલેજ પહોંચ્યા હતા. સંજય રાજગુરુ કોલેજમાં આમ આદમી પાર્ટીના નેશનલ જોઈંટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવી અને આમ આદમી પાર્ટી ના નેશનલ જોઈંટ સેક્રેટરી ઇન્દ્રનીલ રાજગુરુ એ અરવિંદ કેજરીવાલ નું સ્વાગત કર્યું હતું.

અરવિંદ કેજરીવાલે રાજકોટ એરપોર્ટ પર મીડિયાને સંબોધતા જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટી એ મોટી જાહેરાત કરી છે કે, જો આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો ગુજરાતના દરેક યુવાનોને રોજગારી આપવામાં આવશે. અમે દિલ્હીમાં 12 લાખથી વધુ યુવાનોને રોજગારી આપી છે, તો ગુજરાતમાં પણ રોજગાર અપાશે. અને જ્યાં સુધી યુવાનોને રોજગાર ન મળે ત્યાં સુધી તેઓને દર મહિને ₹3000 નું બેરોજગારી ભથ્થું પણ આપવામાં આવશે અને 10,00,000 સરકારી નોકરી ની ભરતી હાથ ધરવામાં આવશે. આ સિવાય પેપર લીક ની પ્રક્રિયા ને રોકવા માટે કડક કાયદો લાવવામાં આવશે અને યોગ્ય સમયે ભરતી પણ કરવામાં આવશે, તેના પરિણામો પણ સમયસર જાહેર કરાશે.

આ સિવાય સોમનાથ એક શુભ અને પવિત્ર ભૂમિ છે, તેથી ગુજરાત અને દેશના લોકોની પ્રગતિ માટે અમે ત્યાં ભગવાન શિવને પ્રાર્થના કરી છે. માત્ર સોમનાથ અને રાજકોટ જ નહીં અમને આખા ગુજરાત થી પ્રેમ રહેલો છે. આવતી 6 ઓગસ્ટ એ બરોડા અને 7 ઓગસ્ટ એ જામનગરમાં આવીશું. દરેક સમાજ ના લોકો ને આમ આદમી પાર્ટી માં સ્થાન પ્રાપ્ત થશે અને ગુજરાત માં દરેક વ્યક્તિ મુખ્યમંત્રી હશે. અમે એવું શાસન ઇચ્છીએ છીએ કે, જ્યાં દરેક આમ આદમી ની સુનાવણી કરવામાં આવે.

સંજય રાજગુરુ કોલેજ માં બે તળાવ વચ્ચે રમણીય શિવધામ બનાવી 25 ફૂટ રુદ્રાક્ષનું શિવલિંગ, પ્રાણપ્રતિષ્ઠિત મંદિર તથા 12 જ્યોતિર્લિંગ ની સ્થાપના કરવામાં આવેલ છે, તેમાં દરેક વ્યક્તિ જે શિવજી માં આસ્થા ધરાવે છે અને શ્રાવણ મહિનામાં કુદરતની નજીક આવવા ઈચ્છે છે એમને હ્રદયપૂર્વક રાજગુરુ પરિવાર તરફથી જાહેર આમંત્રણ અપાયું હતું. જ્યાં મહાઆરતી અને સાંસ્કૃતિક કાર્યક્રમ તથા લોક ડાયરાનું પણ આયોજન કરાયું હતું. આ મહાઆરતી માં અરવિંદ કેજરીવાલ તથા આમ આદમી પાર્ટી ના નેશનલ જોઈંટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવી અને આમ આદમી પાર્ટી ના નેશનલ જોઈંટ સેક્રેટરી ઇન્દ્રનીલ રાજગુરુ પણ હાજર રહ્યા હતા અને ભગવાન શિવજી ના 25 ફૂટ રુદ્રાક્ષના શિવલિંગ ની પૂજા અર્ચના પણ કરી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments