રાજ્યમાં સતત હત્યા, લૂંટફાટ અને ચોરી ઘટનાઓ સામે આવતી રહે છે. જ્યારે આજે એક વિચિત્ર હત્યાની ઘટના સામે આવી છે. જેમાં એક મામા દ્વારા પોતાની બહેનના પુત્રને જ પતાવી દેવામાં આવ્યો હોવાની ઘટના સામે છે. જેના લીધે આ ઘટનાઓએ ચર્ચાઓનું જોર પકડ્યું છે. જ્યારે આ ઘટના પાટણ શહેરથી સામે આવી છે.
પાટણ શહેરના વેરાઇ ચકલા વિસ્તારમાં એક જ પરિવારમાં ચાલી રહેલા પારિવારિક ઝઘડાનો અંત અંતે હત્યા સુધી પહોંચી ગયો છે. તેમાં મામા અને તેમના ત્રણ દીકરાઓ સગા ભાણા પર તિક્ષ્ણ હથીયાર વડે હુમલો કરી ત્યાંથી તે નાસી ગયા હતા. જ્યારે આ ભરી બજારમાં ખૂની ખેલાયો હતો જેના લીધે લોકોની ભીડ ઉમટી આવી હતી. આ બાબતમાં પોલીસને જાણ થતા પોલીસની ટીમ ઘટનાસ્થળ પર દોડી આવી હતી. ત્યાર બાદ પોલીસ દ્વારા લાશ પર કબજો મેળવી તેને પીએમ અર્થે પાટણ સિવિલ હોસ્પિટલમાં મોકલી દેવામાં આવી હતી. જ્યારે હાલ મૃતક વ્યક્તિના માતાની ફરિયાદને આધારે પોલીસ દ્વારા આરોપીને શોધવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી મુજબ, પાટણ શહેરના વેરાઈ ચકલા વિસ્તારમાં પ્રકાશ પટણી જે તેની રીક્ષા લઇને ઉભો હતો તે દરમિયાન તેના મામા રમેશ ભાઈ અને તેમના ત્રણ દીકરા વિશાલ પટણી, રોહિત પટણી, રાજેશ પટણી અગાઉની જૂની અદાવત રાખીને ત્યાં આવી પહોંચ્યા હતા. ત્યાર બાદ આ ચારે દ્વારા છરી અને ધારિયા વડે પ્રકાશ પટણી પર હુમલો કરી દેવામાં આવ્યો હતો. તેના લીધે ઘટના સ્થળ પર જ પ્રકાશ પટણીનું ઘટનાસ્થળ પર જ મોત નીપજ્યું હતું. જયારે ઘટનાને અંજામ આપી પ્રકાશ પટણીના મામા અને તેમના ત્રણ દીકરા ત્યાંથી નાસી ગયા હતા. પાટણના ભરબજારમાં ખૂની ખેલ ખેલાતા લોકોની ભીડ ઉમટી આવી હતી. ત્યાર બાદ બાબતમાં પાટણ શહેર એ ડીવીઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસની ટીમ ઘટનાસ્થળ પર દોડી આવી હતી.
પોલીસ દ્વારા હત્યા અંગેની તમામ વિગતો જાણીને મૃતકની લાશનું પંચનામું કરી લાશને પીએમ અર્થે પાટણ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ત્યારે મૃતકની માતા સવીતા બેનની ફરિયાદના મુજબ પોલીસ દ્વારા આરોપીને ઝડપી પાડવા તપાસ હાથ ધરવા આવી છે.
હત્યાની ફરિયાદ બાદ પોલીસ દ્વારા ઘટના સ્થળ પર આજુબાજુના વિસ્તારમાં લગાવેલા સીસીટીવી અંગે તપાસ કરતા એક સીસી ટીવી ફૂટેજમાં હત્યા અંગેના ફૂટેજ મળી આવ્યા હતા. તે ફૂટેજ પોલીસ દ્વારા કબ્જે કરીને આરોપીને ઝડપી પાડવા માટે અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરવામાં આવી છે.