Saturday, August 20, 2022
HomeIndiaઆ ઉમરમાં માતા પિતાએ પોતાના બાળકઓને અલગ સુવાડવા જોઈએ

આ ઉમરમાં માતા પિતાએ પોતાના બાળકઓને અલગ સુવાડવા જોઈએ

કોઈપણ માતા પિતા માટે એ સૌથી મહત્વપૂર્ણ છે કે તે પોતાના બાળકઓની એક સારી પરવરીશ કરે. કહેવાય છે કે બાળક 80 ટકા પોતાના ઘરમાંથી જ શીખે છે અને 20 ટકા બહારનું જોઈને શીખે છે. એવામાં કોઈપણ બાળકના જીવન માટે મહત્વપૂર્ણ છે કે તેના માતા પિતાને સારી શીખવાડે અને સારી પરવરીશ આપે.

માતા-પિતાએ બાળકનો જન્મ થયો ત્યારથી લઈને તે સંસારને સમજવાનું શરૂ કરે ત્યાં સુધી તેની સંપૂર્ણ કાળજી લેવી જોઈએ. માતા-પિતાએ બાળકની દરેક નાની-મોટી બાબતોનું ધ્યાન રાખવાનું હોય છે. નાના બાળકમાં તમે જે પ્રકારની આદતો અને ગુણો કેળવશો તે ભવિષ્યમાં તેને વધુ સારી વ્યક્તિ બનાવશે. બાળકો જેમ-જેમ મોટા થાય છે તેમ-તેમ સમજવું અને સુધારવું તેમના માટે મુશ્કેલ છે. આવી પરિસ્થિતિમાં બાળકોમાં શરૂઆતથી જ સારી આદતો કેળવવી જોઈએ.

આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે કઈ ઉંમરે માતા-પિતાએ તેમના બાળકો સાથે સૂવાનું બંધ કરવું જોઈએ અથવા બાળકોને તેમની સાથે સુવાડવું જોઈએ. વિચારવું અને કહેવું એ સામાન્ય બાબત છે, જો કે તે એક મહત્વપૂર્ણ વિષય છે. ચાલો તમને તેના વિશે વિગતવાર જણાવીએ.

દરેક માતા-પિતા નાના બાળકોને પોતાની સાથે સુવાડતા હોય છે. તે તેમની પ્રાથમિકતામાં સમાયેલ હોય છે, પરંતુ એક ઉંમર પછી, માતાપિતાએ સૂતી વખતે બાળકોને પોતાનાથી દૂર રાખવા જોઈએ. આમ કરવામાં નથી આવતું તો બાળકની આદત બગડી શકે છે. એક સંશોધનમાં જાણવા મળ્યું છે કે કોઈપણ માતા-પિતાએ 2 થી 3 વર્ષની ઉંમરે બાળકોને સુવા માટે અલગ કરવાનું શરૂ કરી દેવું જોઈએ. આ માતાપિતા અને બાળક બંને માટે યોગ્ય રહેશે.

એક ઉંમર સુધી, તમે તમારા બાળકોને તમારી સાથે એક જ પથારીમાં સુવડાવી શકો છો, જો કે જ્યારે તમારું બાળક લગભગ ત્રણ વર્ષનું થઈ જાય, ત્યારે માતા-પિતાએ આ સમય દરમિયાન તેને અલગ પથારી પર સૂવાની આદત પાડવી જોઈએ. તમને જણાવી દઈએ કે બાળક અલગ બેડ પર સૂવા છતાં માતાપિતાની નજર સામે રહેશે. તેનાથી માતા-પિતા અને બાળક બંનેને ફાયદો થશે.

તમે હવે એ તો જાણી લીધું કે કઈ ઉંમરે બાળકને અલગ બેડ પર સૂવાનું શરૂ કરવું જોઈએ. પરંતુ તેની પાછળનું કારણ પણ જાણો. તો રિપોર્ટ્સ દાવો કરે છે કે એક ઉંમર પછી માતાપિતા સાથે સૂવાથી બાળકો માટે ઘણી સમસ્યાઓ થઈ શકે છે. જેમ કે સ્થૂળતા, થાક, ઓછી ઉર્જા, હતાશા અને યાદશક્તિમાં ઘટાડો વગેરે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments