નમસ્કાર દોસ્તો, આજે આપણે એક એવા શાકભાજી વિશે વાત કરીશું જે બારે માસ ગરીબ હોય કે અમીર કોઈ પણ માણસ આ શાકભાજી ખાય છે.એ શાકભાજી એટ્લે બટાકા.બટાકા એ મોટા ભાગના લોકોનું પ્રિય શાક છે, કોઈ પણ પ્રસંગ હોય પણ એમાં મિક્સમાં બટાકાનું શાક હોય જ છે.જ્યારે કોઈ શાકભાજી ન હોય ત્યારે છેલ્લો ઓપ્શન ડુંગળી-બટાકા હોય છે,
તમે જોયું હશે જે બટાકા છે એની અંદર એક ચોક્ક્સ પ્રકારના બટાકા હોય છે અને એ ક્યારે ? તો ઉનાળામાં આવે છે.જ્યારે બટાકા કાઢવાની સિઝન હોય છે તે વખતે બજારમાંથી એ બટાકા આપણી પાસે આવી જતા હોય છે.લીલા રંગના બટાકા એટ્લે કે બટાકા પર લીલો કલર દેખાતો હોય છે,આમ તો એમાં ક્લોરોફીલ નામનું તત્વ હોય છે.
ઘણી વખત બટાકા છે એનો જે સમય હોય એ સમય પહેલા જ્યારે જમીનમાંથી બટાકા કાઢી લેવામાં આવે ત્યારે અમુક બટાકા લીલા રંગના રહી જાય છે.એ લીલા રંગના બટાકા આપણા માટે ખતરનાક છે,એ ક્લોરોફીલ નામનું જે તત્વ છે એના લીધે લીલો રંગ છે.ક્લોરોફીલ નામના તત્વથી કઈ સમસ્યા નથી, એ તો દરેક શાકભાજીમાં હોય છે.
ક્લોરોફીલ નામનું તત્વ શાકભાજી અથવા જે ઝાડ છે તેના પાનને જે લીલો રંગ મળે છે તે ક્લોરોફીલને લીધે મળે છે પણ એની સાથે-સાથે સોલેનીયસ નામનું ટોકસિક ( તત્વ ) એ લીલા રંગના બટાકામાં તે ભાગમાં હોય છે.સોલેનીયસ નામનું જે ટોકસિક છે એ ભયંકર ન્યૂરો ટોકસિક છે, મગજ માટે ઘાતક સાબિત થાય છે.આપણી ન્યૂરો નર્વસ સિસ્ટમ પર ભયાનક ઘાતક અસર કરે છે.
સાયંટિફિક રિસર્ચ અનુસાર,કોઈ માણસ આ લીલા રંગના ૫૦૦ ગ્રામ બટાકા ખાઈ જાય તો એ માણસ મોતના મુખમાં ધકેલાઇ શકે છે. નર્વસ સિસ્ટમ બ્રેક કરે છે.અમારા દ્વારા શેર કરવામાં આવેલ આ માહિતી પસંદ આવી હોય તો વધુમાં વધુ શેર કરો.