Saturday, August 20, 2022
HomeAjab Gajabબે બાજુ બે ચામડા, વચ્ચે પોલંપોલ, દાંડી માર્ચે ધમધમ બોલે, અવાજ થાયે...

બે બાજુ બે ચામડા, વચ્ચે પોલંપોલ, દાંડી માર્ચે ધમધમ બોલે, અવાજ થાયે બોલંબોલ…

નમસ્કાર મિત્રો,આજે આપણે મજેદાર ઉખાણા વાંચીશું. ૧. આવડી આમથી ગોખલીમાં સોનબાઈ રમે…જવાબ : જીભ ૨. એક જનાવર ઇત્તું પૂંછડે પાણી પીતું… જવાબ : દીવો ૩. એક ભાઈ ચડે ને એક ભાઈ ઉતરે…જવાબ : રોટલી

૪. નાનીશી ઓરડીમાં બત્રીસ બાવા…
જવાબ : દાંત

૫. વનવગડામાં લોહીનું ટીંપું…
જવાબ : ચણોઠી

૬. ધોળા ધોળા ખેતરમાં કાળા દાણા…
જવાબ : અક્ષરો

૭. એ ઊભો હતો, હું ચાલતો હતો, એ પેસી ગયો, હું બેસી ગયો…
જવાબ : કાંટો

૮. બે બાજુ બે ચામડા,વચ્ચે પોલંપોલ, દાંડી માર્ચે ધમધમ બોલે, અવાજ થાયે બોલંબોલ…જવાબ : ઢોલ આવા અવનવા મજેદાર ઉખાણા પસંદ આવતા હોય તો વધુમાં વધુ શેર કરો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments