Saturday, August 20, 2022
Homehealthભાદરવો-આસો મહિનામાં આટલી વસ્તુ મન મૂકીને ખાઓ, પિત્તના રોગોથી બચી જશો

ભાદરવો-આસો મહિનામાં આટલી વસ્તુ મન મૂકીને ખાઓ, પિત્તના રોગોથી બચી જશો

નમસ્કાર દોસ્તો, ભાદરવો અને આસો મહિનામાં કઈ વસ્તુ મન મૂકીને ખાવી જોઈએ ? તે અંગે વધુ વિગતે જાણીશું.

દૂધ : દૂધ અને દૂધની બનાવટ, દૂધની ખીર, દૂધ પાક, દૂધ પૌવા, બાસુંદી, આઇસ્ક્રીમ ભરપૂર ખાઓ, પણ ખાસ યાદ રાખો કે જેને વધુ વજન છે તેઓ હંમેશા દૂધની મલાઈ કાઢી લે,દોઢ-બે ટકા ફેટવાળું દૂધનો ઉપયોગ કરે.

ઘી : ઘી પરમ પિત્ત શામક છે, જે લોકોને પિત્તની પ્રકૃતિ છે, હાઇપર એસિડિટીવાળા લોકો તેઓ દાળ-ભાત, કાઢી-ખિચડી, રોટલી એમાં એક-એક ચમચી ઘી નાખી ખાવાનું રાખે.આવું કરવાથી પિત્તના પ્રકોપમાંથી બચી શકાય છે.

બીજું કે, ગૃહિણી બહેનોને જણાવી દઈએ કે આ બે મહિના જે રસોઈ બનાવો એ રસોઈમાં ગરમ મસાલાનો ઉપયોગ એકદમ ઓછો કરો,કારણ કે તે પિત્ત વર્ધક છે.તેના બદલે ધાણા-જીરુંનો જે મસાલો ( પાવડર ) આવે છે તેનો ઉપયોગ કરો.

વરિયાળી-ધાણા દાળ : વરિયાળી-ધાણા દાળના ઘરે ડબ્બા ભરી દો,દિવસમાં ૩-૪ વાર એક-એક ચમચી મુખવાસ ચાવીને ખાવો, મુખવાસ ખાવાથી પણ પિત્ત પ્રકોપમાંથી બચી શકાય છે.અમારા દ્વારા શેર કરવામાં આવેલ આ માહિતી પસંદ આવી હોય તો વધુમાં વધુ શેર કરો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments