Tuesday, August 9, 2022
HomeAAPજનતા પર સતત મોંઘમારીનો પડતા ઇસુદાન ગઢવીએ સરકારને આડેહાથ લેતા કહી આ...

જનતા પર સતત મોંઘમારીનો પડતા ઇસુદાન ગઢવીએ સરકારને આડેહાથ લેતા કહી આ મોટી વાત…

ગુજરાતમાં જેમ-જેમ વિધાનસભાની ચુંટણી નજીક આવી રહી છે તેમ-તેમ ગુજરાતમાં આમ આદમી પાર્ટીનું વર્ચસ્વ સતત વધતું જોવા મળી રહ્યું છે. આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ દ્વારા સતત લોકોના મુદ્દાઓને ઉઠાવી ભાજપ સરકારને ઘેરવામાં આવી રહી છે. એવામાં આમ આદમી પાર્ટીના નેશનલ જોઈંટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવી દ્વારા GST ની બાબતમાં સરકારને આડેહાથ લેવામાં આવી છે.

આમ આદમી પાર્ટી ના નેશનલ જોઈંટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવી દ્વારા મીડિયાને સંબોધતા જણાવવામાં આવ્યું છે કે, મોંઘવારી દિવસે ને દિવસે વધી રહી છે. પરંતુ ભાજપ ને દૂધ, છાસ થી લઈને ગરબા ના પાસ પર GST લગાવવામાંથી ફુરસત નથી. પેટ્રોલ-ડીઝલ તો મોંઘુ હતું જ પણ હવે CNG, LPG થી લઈને વીજળી ના ભાવ માં પણ સતત વધારો કરવામાં આવી રહ્યો છે.

જ્યારે આટલી મોંઘવારી વચ્ચે પણ ભાજપ દ્વારા ગરબા રમવા ના પાસ પર 18 % GST લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આજે સમગ્ર ગુજરાત આ સમાચાર સાંભળીને દુઃખ માં છે. હિન્દુસ્તાન માં ગુજરાત ની ઓળખ સમાન ગરબા રહેલ છે અને તેના પર ગરબા પ્રેમીઓ ની અને હિન્દૂ સમાજ ની લાગણી દુભાવતો નિર્ણય ભાજપ દ્વારા લેવામાં આવ્યો છે. ગરબા ના પાસ પર GST લગાવવાના નિર્ણય પર ખેલૈયાઓ થી લઈને દરેક ગુજરાતી અને માઁ ની આરાધના કરનાર દરેક દુઃખ ની લાગણી અનુભવી રહ્યા છે. ભાજપ સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે કે, ગરબા નું આયોજન કરનાર રૂપિયા કમાય છે એટલે અમે તેના પર GST લગાવીએ છીએ, પરંતુ રૂપિયા તો IPL વાળા પણ કમાય છે તો એમના પર GST કેમ નહિ? પરંતુ ગુજરાત ના લોકો નું અપમાન કરવા માટે જ ભાજપ દ્વારા ગરબા પર GST લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ઇસુદાન ગઢવીએ વધુમાં જણાવ્યું છે કે, ગુજરાતમાં ગેસની કિંમતમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. કોરોના કાળ દરમિયાન વેપાર ધંધાને પડેલા ફટકા બાદ સામાન્ય વર્ગના લોકો માટે સ્થિતિ કપરીથી કપરી બની રહી છે. એવામાં CNG ગેસની કિંમતો માં પણ સતત વધારો થઈ રહ્યો હોવાથી વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ફેબ્રુઆરી 2021 માં CNG નો ભાવ 49.40 રૂપિયા રહેલો હતો. પરંતુ અત્યારે CNG ના પ્રતિકિલો ભાવમાં પહેલા રૂ. 1.99 નો વધારો અને ત્યારબાદ બે જ દિવસ માં બીજી વખત રૂ. 1.49 નો વધારો થવા સાથે એમ કુલ રૂ.3.48 નો ભાવ વધારો થવાના લીધે CNG નો ભાવ 83.90 રૂપિયા થી વધીને 89.37 રૂપિયા પહોંચી ગયો છે.

તેની સાથે સતત આ પ્રકારના ભાવવધારાના લીધે ગાડી માં CNG કીટ ફીટ કરાવનારા લોકોને પણ રાતાપાણી એ રોવાનો વારો આવ્યો છે. પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત થઈ રહેલા વધારાના લીધે વાહન ચાલકો તેમજ ટ્રાન્સપોર્ટેશન મોંઘું થતા જીવન જરૂરિયાતની તમામ ચીજવસ્તુઓના ભાવ વધી રહ્યા છે. કાર અને રિક્ષાચાલકો દ્વારા સસ્તા CNG ભાવના લીધે CNG કીટ ફીટ કરાવવામાં આવી હતી. CNG કીટ પાછળ રૂપિયા 25 હજારથી લઇને પાંચ લાખ સુધીનો ખર્ચ થયો હતો. હવે CNG ના ભાવ પણ પેટ્રોલ અને ડીઝલની કિંમત ની આજુબાજુ પહોંચી ગયા છે. CNG અને પેટ્રોલ-ડીઝલના ભાવમાં હવે માત્ર 10 રૂપિયાનો ફેરફાર રહેલો છે.

એક તરફ મોંઘવારીમાં સતત વધારો થઈ રહ્યો છે. લોટ, દહીં પર GSTથી ભાવમાં વધારો થઇ રહ્યો છે. CNG માં સબસીડી આપવા વારંવાર રજૂઆત કરવામાં આવી છે. તેમ છતાય કોઈ ઉકેલ હજુ સુધી સામે આવ્યો નથી. CNG ના ભાવ વધવાથી રીક્ષા ના ભાડા પણ વધી જશે, જેના લીધે મધ્યમ અને ગરીબ વર્ગ નું મુશ્કેલી ભર્યું જીવન વધારે તકલીફોથી ભર્યું બની જશે. પરંતુ, આ બધી સમસ્યાઓ ભાજપ સરકારને દેખાઈ રહી નથી. ભાજપ સરકાર જનતા ના દુઃખો થી મોં ફેરવી ને બહેરી મૂંગી થઈને બેસી ગઈ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments