Saturday, August 20, 2022
HomeAAPરાજસ્થાનમાંથી રાજ્યમાં ખાનગી બસ દ્વારા એવી રીતે કરવામાં આવતી દારૂની હેરાફેરી, પોલીસે...

રાજસ્થાનમાંથી રાજ્યમાં ખાનગી બસ દ્વારા એવી રીતે કરવામાં આવતી દારૂની હેરાફેરી, પોલીસે બાતમીના આધારે તપાસ હાથ ધરતા

કહેવાય છે કે ગાંધીના ગુજરાતમાં દારૂ બંધી છે, પરંતુ તે કહેવા પૂરતું જ છે, જો કે સૌથી વધુ દારૂની હેરાફેરી ગુજરાત માંથી પકડાય છે. રાજ્યમાં દારૂની હેરાફેરી કરનાર બુટલેગરોને પકડી પાડવા માટે પોલીસ દ્વારા સતત તપાસ અને આ ગુનેગારો પર સખ્ત બાજ નજર રાખવામાં આવે છે ત્યારે આ દરમિયાન પોલીસે અત્યાર સુધીમાં અનેક લોકોને ધરપકડ પણ કરી લીધી છે. જો કે પોલીસે કડક તપાસ કરવામાં આવતા હવે બુટલેગરો પણ તેમની નવી નવી તરકીબો અપનાવી રહ્યા છે. પરંતુ તેમની સામે પોલીસ પણ સજ્જ થઇ જતા તેમના આ કરતૂતમાં તેઓ નિષ્ફળ થઇ રહ્યા છે, ત્યારે આજે વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જેના વિશે જાણીને તમે પણ ચોકી જશો કે દારૂની હેરાફેરી આ રીતે પણ કરી શકે છે.

આજે વધુ એક દારૂની હેરાફેરીનો બનાવ સુરતમાંથી સામે આવ્યો છે. જો કે આ દારૂની હેરાફેરી અંગે પોલીસને પહેલાથી જ બાતમી મળી ગઈ હતી, ત્યારે સુરત શહેરના પુણા પોલીસે બાતમીના આધારે રાજસ્થાનથી ખાનગી બસમાં આવતો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. અને આ દરમિયાન બસમાં ચોર ખાનું બનાવી દારૂની હેરા ફેરી કરનાર બે ઈસમોની ધરપકડ પણ કરી લીધી હોવાનું સામે આવ્યું છે. જયારે આ ખાનગી બસમાં દારૂ ભરાવનાર ઇસમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.

જો કે, રાજ્યના મોટા શહેરમાં બુટલેગરો દ્વારા કોઈને કોઈ નવી તરકીબો કરીને શહેરમાં દારૂ ઘુસાડવામાં આવતો હોવાનું સામે આવી રહ્યું છે. જેમાં સુરતમાં અવાર નવાર કોઈને કોઈ પ્રકારે દારૂ ઘુસાડવામાં આવતો હોવાનું સામે આવતું રહે છે. જો કે, અંગે પોલીસની સતર્કતાના કારણે અનેક વખતે આવા ઈસમો પાસેથી દારૂ ઝડપી લેવામાં આવી રહ્યો છે. ત્યારે હાલમાં પણ દારૂનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે, આ દારૂનો જથ્થો સુરતના પુણા કેનાલ રોડ પરથી રાજસ્થાન તરફથી આવતી ખાનગી બસમા પોલીસે બાતમીના આધારે તપાસ હાથ ધરી હતી. જેમાં સોફાની નીચે ચોરખાનું બનાવીને પાર્સલની આડમાં ઈંગ્લીશ દારૂ શહેરમાં ઘુસાડતા હોવાનું સામે આવ્યું હતું.

પુણા પોલીસે ખાનગી બસમાં તપાસ દરમિયાન 4,82,400ની મત્તાનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. જયારે આ ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરનાર બે ઈસમ મહેન્દ્ર ધનાવત અને રતનસિંહ રાઠોડની ધરપકડ કરી લેવામાં આવી છે. જયારે આ ખાનગી બસમાં દારૂ ભરાવનાર ઇસમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. પોલીસે આ દારૂની હેરાફેરી કરનાર ઈસમો પાસેથી દારૂ સહિત બસ મળી કુલ 15 લાખથી વધુની મત્તાનો મુદામાલ કબ્જે કરી લીધો છે અને આ અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

નોંધનીય છે કે, ગુજરાતમાં દારૂ બંધીના કાયદાનો ભંગ ખુલ્લે આમ કરવામાં આવે છે. જો કે ગુજરાત રાજયમાં ભલે દારૂબંધી હોય પરંતુ ચોંકાવનારી વાત એ છે કે દારૂ, ચરસ અને ડ્રગ્સની હેરાફેરીમાં લેભાગું તત્વો ઘણી મોટી કમાણી કરી રહ્યા છે. જેમની અવારનવાર પોલીસ દ્વારા ધરપકડ કરી લેવામાં આવતા હોય છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments