મરી એ આપણાં મસાલામાં ટેસ્ટ વધારતો મસાલો છે તેમાં સ્વાસ્થ્ય સંબંધિત ઘણા પોષકતત્વો હોય છે. તેમાં વિટામિન સી, ફલેવેનોઈડ્સ, એંટીઓક્સિડેન્ટ, બીટા કેરોટિન વગેરે હોય છે. તો વાત કરીએ દેશી ઘીની તો તે પણ આપણાં ભોજનનો ટેસ્ટ ડબલ કરી દેતા હોય છે. દેશી ઘીને ખૂબ હેલ્થી માનવામાં આવે છે. મરી અને ઘીનું મિશ્રણ એ સ્વાસ્થ્ય માટે ખૂબ ઉપયોગી ગણવામાં આવે છે. ચાલો તમને જણાવીએ તેના ફાયદા.
1. સૂકી ઉધરસમાંથી રાહત:કાળા મરી અને ઘીનું સેવન કરવાથી સૂકી ઉધરસમાં રાહત મળે છે. તેનું સેવન કરવા માટે 1 ચમચી દેશી ઘી લો. તેમાં અડધી ચમચી કાળા મરીનો પાવડર નાખીને બરાબર મિક્ષ કરી લો. આ પછી, આ મિશ્રણનું દિવસમાં બે વાર સેવન કરો. કાળી મરી અને દેશી ઘી ઉધરસની સમસ્યાને દૂર કરવામાં અસરકારક સાબિત થઈ શકે છે.
2. આંખોની રોશની માટે ફાયદાકારક:દેશી ઘી આંખોની રોશની વધારવામાં ફાયદાકારક છે. તેના માટે નિયમિતપણે દેશી ઘીમાં કાળા મરી મિક્સ કરીને તમારા પગના તળિયા પર લગાવો. આ આંખની રોશની સુધારી શકે છે.
3. સાંધાના દુખાવાથી રાહત: સાંધાના દુખાવાની સમસ્યા દૂર કરવા માટે કાળા મરી અને દેશી ઘીનું સેવન કરો. તમે આ બંનેનું મિશ્રણ અસરગ્રસ્ત વિસ્તાર પર લગાવી શકો છો. તેનાથી સાંધામાં સોજો અને દુખાવો ઓછો થઈ શકે છે.
4. ઇમ્યુનિટી બુસ્ટ કરે :ચોમાસામાં ઇમ્યુનિટી બુસ્ટ કરવા ઈચ્છો છો તો મરી અને દેશી ઘીનું સેવન કરો. મરી અને દેશી ઘીમાં રહેલ એંટી ઓક્સિડેન્ટ ઇમ્યુનિટીને બુસ્ટ કરવામાં મદદ કરશે.
5. પાચન શક્તિને મજબૂત બનાવે છે:દેશી ઘી અને કાળા મરી પાચનતંત્રને મજબૂત કરવા માટે ફાયદાકારક છે. હકીકતમાં દેશી ઘીમાં ફેટી એસિડ હોય છે. તો કાળા મરીમાં શરીરમાંથી ઝેર દૂર કરવાનો ગુણ હોય છે. આવી સ્થિતિમાં, આ બંનેનું મિશ્રણ શરીરમાં જમા થયેલી ગંદકીને બહાર કાઢી શકે છે, જે તમારી પાચનતંત્રને મજબૂત બનાવે છે.
6. હૃદયને સ્વસ્થ રાખો:હૃદયને હેલ્થી રાખવા માટે કાળા મરી અને ઘીનું સેવન કરો. આનું સેવન કરવાથી શરીરમાં એન્જીયોજેનેસિસને પ્રોત્સાહન મળે છે, જે રક્ત પરિભ્રમણને સુધારી શકે છે. હૃદયમાં લોહીનો પ્રવાહ સુધારીને હૃદયને સ્વસ્થ રાખી શકાય છે.