રાજ્યમાં દરરોજ આત્મહત્યા ના કેસમાં વધારો થઇ રહ્યો છે. જેને લઈને કોઈ શંકાની બાબત નથી, તેમાં પણ ખાસ કરીને યુવાનો દ્વારા આત્મહત્યાના કેસમાં વધારો નોંધાઈ રહ્યો છે. જે કોઈને કોઈ કારણોસર આત્મહત્યા કરી લેતા હોવાનું સામે આવતું રહે છે. જેને લઈને પોલીસમાં અનેક ફરિયાદો આવતી રહે છે જેમાં પણ રાજ્યમાં ખાસ કરીને રાજ્યના મોટા શહેરોમાં સૌથી વધુ ફરિયાદ સામે આવતી રહે છે.
આજકાલ પ્રેમી પંખીડાને લઈને અવારનવાર ઘણા બનાવો સામે આવતા રહે છે, જેમાં પહેલા પ્રેમી અને પ્રેમિકા મળે છે અને એકબીજા સાથે વાત કરે છે અને એકબીજાના પ્રેમમાં પડી જાય છે. આ બે પ્રેમી પ્રેમિકા તેમના પ્રેમમાં એટલા બધા પાગલ થઇ જાય છે, કે તેમને તેમના પ્રેમ સિવાય અન્ય કોઈ પણ વસ્તુ નજર નથી આવતી અને તેમના પરિવારના વિરુદ્ધમાં પણ જતા રહે છે. જો કે આજના જમાનામાં નાની ઉંમરના બાળકો પણ પ્રેમમાં પડી રહ્યા છે અને પોતાની જિંદગી બરબાદ કરી રહ્યા છે. ત્યારે આજે વધુ એક બનાવ સામે આવ્યો છે.
આ બનાવ રાજકોટ શહેરના ગોંડલમાંથી સામે આવ્યો છે. ગોંડલમાં છેલ્લા બે દિવસમાં આત્મહત્યાના 3 જેટલા બનાવો સામે આવી ચુક્યા છે. ત્યારે આજે વધુ એક આત્મહત્યાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવમાં ગોંડલ શિવરાજગઢ ગામે યુવાને જન્મદિવસે જ ઝાડ પર લટકીને ગળાફાંસો ખાઈ લીધો હતો. આ આત્મહત્યા કરનાર યુવક 26 વર્ષનો અને તેનું નામ મેહુલ રમેશભાઈ સાકરીયા હોવાનું સામે આવ્યું છે જેને આજે ઝાડની ડાળીએ લટકીનેપોતાનું જીવન ટૂંકાવી લીધું હતું.
આ ઘટનાની વધુ પ્રાપ્ત માહિતી અનુસાર, ગોંડલ તાલુકાના શિવરાજગઢ ગામે રહેતા એક 26 વર્ષીય યુવકે ઝાડ પર લટકીને ગળાફાંસો ખાઈ લીધો હતો અને આ મેહુલ રમેશભાઈ સાકરીયાનો આજે જન્મદિવસ હોવાનું પણ જણાવવામાં આવી રહ્યું છે. આ યુવક શાપર વેરાવળ ખાતે કડીયા કામ કરતો હતો અને તેની એક વર્ષ પહેલા જ સગાઈ થઈ હતી. ત્યારે આજે તેને તેના જન્મદિવસે જ આત્મહત્યા કરી લેતા તેમના પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો.
આ અંગે પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આ મેહુલ રમેશભાઈ સાકરીયાએ આર્થિક ભિંસના કારણે આત્મહત્યા કરી લીધી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. જો કે હાલમાં પોલીસે આ મૃતક યુવકની લાશને કબ્જે કરીને પી.એમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.