Saturday, August 20, 2022
HomeIndiaસરકારે મોંઘવારી ભથ્થામાં ૫ ટકાનો વધારો કર્યો, આ દિવસથી અમલમાં આવ્યો

સરકારે મોંઘવારી ભથ્થામાં ૫ ટકાનો વધારો કર્યો, આ દિવસથી અમલમાં આવ્યો

સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવ્યો છે.આ અંતર્ગત સરકારે મોંઘવારી ભથ્થામાં ૫ ટકાનો વધારો કર્યો છે.ત્રિપુરાની ભાજપ સરકારે રાજ્યના સરકારી કર્મચારીઓને આ ભેટ આપી છે.રાજ્યના મુખ્યમંત્રી માણિક સાહાએ મોંઘવારી ભથ્થામાં ૫ ટકાના વધારાને મંજૂરી આપી છે.

આ વધેલું મોંઘવારી ભથ્થું ૧ જુલાઈ,૨૦૨૨ થી અમલમાં આવ્યું છે. રાજ્ય મંત્રી સુશાંત ચૌધરીએ આ જાણકારી આપી છે.  જણાવી દઈએ કે ત્રિપુરામાં આવતા વર્ષે માર્ચમાં ચૂંટણી યોજાવાની છે. આવી સ્થિતિમાં રાજ્ય સરકારે સરકારી કર્મચારીઓ માટે એક મોટા સમાચાર આપ્યા છે.તેમની મદદ માટે સરકારે મોટો નિર્ણય લીધો છે.

કેબિનેટે મોંઘવારી ભથ્થામાં ૫ ટકાના વધારાને મંજૂરી આપી છે.એક રિપોર્ટ અનુસાર, સરકારના આ નિર્ણયથી તિજોરી પર ભાર પડશે.જણાવી દઈએ કે આ પહેલા મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે પણ રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કર્યો હતો.

જણાવી દઈએ કે સરકાર કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં પણ વધારો કરી શકે છે.સરકાર મોંઘવારી ભથ્થાને ૩૪ ટકાથી વધારીને ૩૮-૩૯ ટકા કરી શકે છે.સરકારી કર્મચારીઓ માટે મોદી સરકાર ટૂંક સમયમાં જ નિર્ણય આપી શકે છે.મોદી સરકાર ટૂંક સમયમાં આ નિર્ણય લઈ શકે છે.

The post સરકારે મોંઘવારી ભથ્થામાં ૫ ટકાનો વધારો કર્યો, આ દિવસથી અમલમાં આવ્યો appeared first on Gujrat Khabar.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments