Saturday, August 20, 2022
HomeAAPગોપાલ ઈટાલિયાએ ગરબા પર લગાવવામાં આવેલ GST ને લઈને ભાજપ સરકારને આડેહાથ...

ગોપાલ ઈટાલિયાએ ગરબા પર લગાવવામાં આવેલ GST ને લઈને ભાજપ સરકારને આડેહાથ લીધી

ગુજરાતમાં જેમ-જેમ વિધાનસભાની ચુંટણી નજીક આવી રહી છે તેમ-તેમ ગુજરાતમાં આમ આદમી પાર્ટીનું વર્ચસ્વ સતત વધતું જોવા મળી રહ્યું છે. આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ દ્વારા સતત લોકોના મુદ્દાઓને ઉઠાવી ભાજપ સરકારને ઘેરવામાં આવી રહી છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા દ્વારા એક મહત્વના મુદ્દે ભાજપા સરકારને આડેહાથ લીધી છે.

આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા દ્વારા ભાજપ સરકારની અતિ નિમ્ન કક્ષાની કામગીરી માટે તેમની ઝાટકણી કાઢતાં જણાવવામાં આવ્યું છે કે, કે માઁ જગદંબાની આરાધનાનું પર્વ નવરાત્રી એટલે કે ગરબા, એ ગુજરાતના લોકોના લોહીમાં રહેલ છે. ગરબા ગુજરાતની પરંપરા છે, ગુજરાતની સંસ્કૃતિ છે અને કરોડો લોકોની આસ્થા ગરબા સાથે જોડાયેલ છે. ગુજરાત ગરબા ને માતાજીની પ્રસન્નતા મેળવવા પ્રસંગ તરીકે ઉજવણી કરે છે. પરંતુ નિમ્નકક્ષાની માનસિકતા ધરાવનાર ભાજપની સરકારે ગરબા રમવા ઉપર પણ 18 % જેટલો GST ટેક્સ નાખી દીધો છે.

વધુમાં તેમને જણાવ્યું કે, સૌપ્રથમ તો હું માઁ જગદંબા વિશ્વ શક્તિ ને પ્રાર્થના કરું છું કે, ભાજપના સત્તાધીશોને થોડી સદબુદ્ધિ આપે અને ગરબા પર 18 % જેટલો GST ટેક્સ નાખ્યો છે એ પરત ખેંચે. ગરબા એ ગુજરાતની પરંપરા છે, શ્રદ્ધા છે, લોકોની આસ્થા છે અને આસ્થા ઉપર ક્યારેય ટેક્સ ન હોઈ શકે.

ગોપાલ ઇટાલિયા દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું કે, આસ્થા એ મન ની ભાવના છે. ત્યારે ગરબા રમવા ઉપર ભાજપની સરકાર દ્વારા 18% GST નાખવામાં આવ્યો છે. તેને આમ આદમી પાર્ટી સખ્ત શબ્દોમાં વખોડે છે. અને ગમે તે પ્રકારે ટેક્સ વસૂલી લેવાની ભાજપ ની નિમ્ન કક્ષાની માનસિકતા ને આમ આદમી પાર્ટી સખ્ત શબ્દોમાં નિંદા કરે છે. તેની સાથે આમ આદમી પાર્ટી વતી મારા દ્વારા આપણા રાજ્યના મુખ્યમંત્રી ને એક પત્ર પણ લખવામાં આવ્યો છે. જ્યારે પત્ર લખતા એવી માંગણી પણ કરી છે કે, આસ્થા નું અપમાન કરતા આ 18% GST ને હટાવી દેવામાં આવે.

આ સિવાય ગરબા એ લોકપરંપરા છે, શક્તિ-આસ્થા ને ભજવાનું પર્વ છે. ઈશ્વરને ભજવા માટે ક્યારેય ટેક્સ હોવો જોઈએ નહિ. આ ભૂતકાળ માં પણ ક્યારેય નહોતો. ઈશ્વર ભાજપની સરકાર ને સદબુદ્ધિ આપે. 18 % ટેક્સ વહેલી તકે પરત ખેંચાય તે માટે મુખ્યમંત્રી ને પત્ર લખ્યો છે. ગુજરાત માં પણ ભાજપ, કેન્દ્ર માં પણ ભાજપ, મહાનગરોમાં પણ ભાજપ, હું આશા રાખું છું કે, આ બધી જગ્યાએ જે ભાજપ છે તે બધા જ ભાજપ વાળા ભેગા મળી આ ગરબા રમવા ઉપર જે 18 % GST નો ટેક્સ છે તે વહેલામાં વહેલી તકે દૂર કરશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments