Saturday, August 20, 2022
HomeAAPઆમ આદમી પાર્ટી ના નેશનલ જોઈંટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવીએ ભાજપ પર...

આમ આદમી પાર્ટી ના નેશનલ જોઈંટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવીએ ભાજપ પર લગાવ્યો ગંભીર આરોપ

ગઈકાલે આમ આદમી પાર્ટી દ્વારા વેરાવળમાં એક જાહેર સભા નું આયોજન કરવામાં આવ્યું હતું. વેરાવળમાં સભા સ્થળે ગુજરાતના સાંસ્કૃતિક કાર્યક્રમો ડાયરો, ભજન અને રાસ ગરબાનું આયોજન કરાયું હતું. આ દરમિયાન આમ આદમી પાર્ટી ના નેશનલ જોઈંટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવી દ્વારા મોટું નિવેદન આપવામાં આવ્યું હતું.

આમ આદમી પાર્ટી ના નેશનલ જોઈંટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવી એ જાહેર સભાને સંબોધતા જણાવવામાં આવ્યું હતું કે, આજે ગુજરાતના 50 લાખથી વધુ યુવાનો અરવિંદ કેજરીવાલ તરફ આશા સાથે રાહ જોઈ રહ્યા છે. ગુજરાતમાં એક તરફ થોડાક ઉદ્યોગપતિઓની સરકાર રહેલી છે તો બીજી તરફ ગુજરાત ની સામાન્ય જનતાની સરકાર બનવા જઈ રહી છે. ગુજરાતમાં એક જે એવી પાર્ટી છે જે થોડા ઉદ્યોગપતિઓની ચિંતા કરે છે અને તેમના માટે કામ પણ કરે છે અને બીજી બાજુ કટ્ટર પ્રામાણિક અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી સરકાર છે જે માત્ર જનતાનું જ વિચારે છે અને લોકો માટે કામ કરતી રહે છે.

જ્યારે મેં સાંભળ્યું છે કે, ભાજપના ભ્રષ્ટ નેતાઓ એ સાથે મળીને નિર્ણય કર્યો છે કે, જો આમ આદમી પાર્ટીને રોકવી હોય તો દરેક મત માટે 10000 રૂપિયા પણ ચૂકવવા પડે તો આપો, પરંતુ આમ આદમી પાર્ટી ને મત જવો ન જોઈએ અને જનતાને મફતમાં વીજળી મળવી જોઈએ નહીં. પરંતુ અમે એવું થવા દઈશું નહિ. ગુજરાતની જનતા તેમના વોટ નો સોદો કરશે નહિ. જો આપણે બીજેપીના લોકોને રોકવા હોય તો અહીં હાજર દરેક વ્યક્તિ એ નક્કી કરવું પડશે કે, તે 100 લોકોને આમ આદમી પાર્ટીમાં જોડે. જો આ રીતે થશે તો ભાજપ અને કોંગ્રેસ બંને નું પત્તું સાફ થઈ જશે.

વેરાવળમાં આયોજિત આ વિશાળ જનસભામાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સિવાય આમ આદમી પાર્ટી ના નેશનલ જોઈંટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવી, પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયા, પ્રદેશ ઉપાધ્યક્ષ જગમાલ વાળા, પ્રદેશ ઉપાધ્યક્ષ સાગર રબારી, પ્રદેશ ખજાનચી કૈલાશદાન ગઢવી, પ્રદેશ યુવા પ્રમુખ પ્રવીણ રામ, ખેડૂત વિંગના પ્રદેશ પ્રમુખ રાજુ કરપડા, CYSS પ્રદેશ પ્રમુખ ધાર્મિક માથુકીયા, પ્રદેશ પ્રવક્તા કરસનદાસ બાપુ ભાદરકા, પ્રદેશ મંત્રી નિમીષા ખુંટ પણ હાજર રહ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments