Saturday, August 20, 2022
HomeGujaratઆ જન્માષ્ટમીએ આમાંથી કોઈપણ એક વસ્તુ ખરીદી લાવો, ક્યારે ગરીબી તમારા ઘરમાં...

આ જન્માષ્ટમીએ આમાંથી કોઈપણ એક વસ્તુ ખરીદી લાવો, ક્યારે ગરીબી તમારા ઘરમાં નહીં આવે

આપણાં દેશમાં દરવર્ષે ખૂબ ધામધૂમથી જન્માષ્ટમી ઉજવવામાં આવે છે. તમને જણાવી દઈએ કે આ વર્ષે જન્માષ્ટમીએ તમે અમુક શુભ વસ્તુઓ ખરીદી લાવો છો તો તે તમારા માટે ખૂબ શુભ રહેશે.
 
ગાય અથવા વાછરડું : આપણે બધા ગાયને માતા તરીકે માનીએ છીએ. પરંતુ શું તમે જાણો છો કે તેમને માતા કેમ કહેવામાં આવે છે? તેનું કારણ ભગવાન કૃષ્ણ છે. કૃષ્ણજીને ગાય ખૂબ જ પ્રિય હતી. તેઓ ઘણીવાર તેમની બાજુમાં ઊભા રહીને વાંસળી વગાડતા હતા. તેમની વાંસળીના સૂર સાંભળીને બધી ગાયો ઘાસ છોડીને તેમની પાસે આવી જતી.

વાંસળી : કૃષ્ણજીના દરેક ફોટોમાં તેઓ વાંસળી વગાડતા જોઈ શકાય છે. તે પોતાની વાંસળીની મધુર ધૂનથી સૌને મંત્રમુગ્ધ કરી દેતા હતા. તેથી જ આપણે કહી શકીએ કે વાંસળી અને તેમની વચ્ચે ઊંડો સંબંધ છે. એવું માનવામાં આવે છે કે જન્માષ્ટમીના દિવસે ચાંદીની વાંસળી ખરીદીને ભગવાન કૃષ્ણને અર્પણ કરવી શુભ છે.

કૃષ્ણજીને વાંસળી અર્પણ કર્યા પછી, તેને કોઈ ગરીબને દાન કરવાથી ઘરમાં ક્યારેય ગરીબી આવતી નથી. જો તમે ઇચ્છો તો આ વાંસળીને તિજોરીમાં કે પૈસા રાખવાની જગ્યાએ પણ રાખી શકો છો. તેનાથી તમારા ઘરમાં પૈસાનો પ્રવાહ જળવાઈ રહેશે.

શંખ : જન્માષ્ટમીના દિવસે શંખ સાથે લાડુ ગોપાલને ધરાવવો એ લાભદાયક માનવામાં આવે છે. શંખમાં દેવી લક્ષ્મીનો વાસ છે. અને પૌરાણિક માન્યતાઓ અનુસાર, શ્રી કૃષ્ણ ભગવાન વિષ્ણુના અવતાર છે. ભગવાન વિષ્ણુને લક્ષ્મી નારાયણ પણ કહેવામાં આવે છે. તેથી, આ દિવસે શંખ લાવીને તેનાથી ભગવાન કૃષ્ણનો અભિષેક કરવો શુભ ગણાય છે. અભિષેક કર્યા પછી ઘરમાં શંખ વગાડવાનું ભૂલશો નહીં. તેનાથી ઘરની નકારાત્મકતા દૂર થશે. ઉપરાંત, દુષ્ટ શક્તિઓ તમારા ઘરની આસપાસ ભટકશે નહીં.

મોરપંખ : દરેક વ્યક્તિ જાણે છે કે ભગવાન શ્રીકૃષ્ણને મોરનું પીંછ કેટલું પ્રિય છે. તેઓ હંમેશા પોતાના મુકુટ પર મોર પીંછા પહેરે છે. એવું કહેવાય છે કે આ મોર પીંછામાં અદ્ભુત શક્તિઓ છે. જન્માષ્ટમીના દિવસે તેને ઘરે લાવવાથી ઘરની તમામ નકારાત્મક શક્તિઓનો નાશ થાય છે. આ મોરનું પીંછું ઘરના વાસ્તુ દોષોને દૂર કરવાનું પણ કામ કરે છે. કહેવાય છે કે તેને ઘરમાં રાખવાથી ઝઘડા નથી થતા. ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ બની રહે છે. એટલું જ નહીં, આ મોરપીંછ કાલ સર્પ દોષને પણ દૂર કરે છે.

વૈજયંતી માળા : ભગવાન કૃષ્ણના ગળામાં હંમેશા વૈજયંતી માળા જોવા મળે છે. એવું કહેવાય છે કે જન્માષ્ટમીના દિવસે જો તમે ઘરમાં વૈજયંતી માળા લાવો છો તો દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે. તમે તેને જાતે પહેરી શકો છો તો આનાથી ભગવાન શ્રી કૃષ્ણની કૃપા તમારા પર બની રહેશે. તમારી આર્થિક સ્થિતિ મજબૂત રહેશે. ઘરથી ગરીબી દૂર રહેશે. આવકના નવા સ્ત્રોત મળશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments