Saturday, August 20, 2022
HomeIndiaગરીબ મહિલાને જંગલમાંથી મળ્યો કીમતી હીરો, કિમત જાણીને ખુશીથી ઝૂમી ઉઠી

ગરીબ મહિલાને જંગલમાંથી મળ્યો કીમતી હીરો, કિમત જાણીને ખુશીથી ઝૂમી ઉઠી

પેલું કહેવાય છે ને જ્યારે ઉપરવાળો કોઈને આપે છે તો છપ્પડ ફાડીને આપે છે. આવું જ કશુંક થયું છે મધ્ય પ્રદેશની રત્નગર્ભા નગરી કહેવાય છે એ પન્ના જલેમાં એક આદિવાસી મહિલા સાથે થયું છે. પન્ના શહેરની પાસે આવેલ પુરષોત્તમપૂર ગામની રહેવાસી 50 વર્ષની ગેંદા બાઈનું નસીબ પણ એવીરીતે જ ચમકી ગઈ છે. જ્યારે તે જંગલમાં લાકડા વીણવા ગઈ હતી ત્યારે 4.39 કેરેટ વજનનો હીરો મળ્યો હતો. આ એક ખૂબ જ કીમતી હીરો છે તેની કિમત જાણીને મહિલા ખૂબ ખુશ થઈ ગઈ હતી.

આદિવાસી મહિલા ગેંદા બાઈએ જણાવ્યું કે તે 3-4 દિવસ પહેલા પુખરી જંગલમાં લાકડાં લેવા ગઈ હતી. તેના પતિ પરમલાલ મજૂરી કરે છે. ગરીબીને કારણે તેમના ઘરે ચૂલા પર ભોજન બનતું હોય છે. તેથી જ તે સ્ટવ સળગાવવા માટે લાકડાં લેવા જંગલમાં આવતીજતી રહે છે. પણ આ વખતે તેના નસીબે પલટી મારી અને તેને જંગલમાં એક કિંમતી હીરો મળ્યો.

ગેંદા બાઈએ ક્યારેય હીરો જોયા નહોતા. પહેલા તેને લાગ્યું કે તે કાચનો ટુકડો હશે. તે ઘરે લઈ ગઈ અને તેના પતિને બતાવ્યો. પછી પતિને વિચાર આવ્યો કે એક વાર પન્ના કલેક્ટર કચેરીમાં આવેલી હીરાની ઓફિસમાં મોટા સાહેબને બતાવી દઈએ. પછી જ્યારે તે ત્યાં ગયો તો કાચનો આ ટુકડો સાચો હીરાનો નીકળ્યો.

આ હીરાની કિંમત 15-20 લાખ આંકવામાં આવી છે. હીરાની આટલી કિંમત સાંભળીને ગેંદા બાઈ આનંદથી ઉછળી પડી. તેણે કહ્યું કે હવે આ પૈસાથી હું મારી દીકરીના લગ્ન ધામધૂમથી કરીશ. ગેંદા બાઈના કુલ 8 બાળકો છે. તેમને 6 પુત્રો અને 2 પુત્રીઓ છે. એક દીકરી 20 વર્ષની અને બીજી 15 વર્ષની છે. ગેંદા બાઈ અને તેમના પતિ કહે છે કે આખરે ભગવાને અમારી વાત સાંભળી. હવે આપણી બધી તકલીફો દૂર થઈ જશે.

બાય ધ વે, તમને જણાવી દઈએ કે આ હીરાના રૂપિયા હમણાં આ કપલને નહીં મળે. ડાયમંડ ઓફિસ પન્નાના હીરાના જાણકાર અનુપમ સિંહનું કહેવું છે કે આ હીરાની હરાજી કરવામાં આવશે. ત્યારબાદ સરકારની રોયલ્ટી અને ટેક્સ બાદ મેળવેલી રકમ મહિલાને આપવામાં આવશે. જો કે આ પછી પણ આ ગરીબ પરિવારને સારી એવી રકમ મળી શકે છે.

તેનાથી તેમની ગરીબી ચોક્કસપણે દૂર થશે.પન્નાને રત્નોનું શહેર પણ કહેવામાં આવે છે. ઘણા લોકોને અહીં મોટા પાયે હીરા મળે છે. આમાંથી મોટાભાગની જમીન મધ્યપ્રદેશ સરકાર દ્વારા લોકોને લીઝ પર આપવામાં આવી છે. અહીં લોકોને કરોડો રૂપિયાના હીરા પણ મળે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments