Saturday, August 20, 2022
Homehealthકબજિયાત મટાડવા આ એક વસ્તુ ખૂબ કાફી, દવાઓ લેવાની જરૂર નહીં પડે,...

કબજિયાત મટાડવા આ એક વસ્તુ ખૂબ કાફી, દવાઓ લેવાની જરૂર નહીં પડે, મિનિટોમાં પેટ એકદમ સાફ થઈ જશે

નમસ્કાર દોસ્તો, આજે આપણે કબજિયાત વિશે વાત કરીશું, કબજિયાતને મટાડવા માટે એકલું પાણી કાફી છે.આપણે ઘણી જગ્યાએ જોઈએ છીએ કે કબજિયાતમાં આ વસ્તુ ખાવી જોઈએ, આ વસ્તુ ન ખાવી જોઈએ, આટલી બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, આવા રેચક ચૂર્ણ,આવી દવાઓ, આ બધા ઉપાય કરવા છતા એ ઘણી વાર કબજિયાતમાંથી છુટકારો મળતો નથી.

શરીર માટે વધુને વધુ પાણી ખૂબ જ ઉપયોગી છે,તમે જાણો જ છો કે જરૂરિયાત મુજબ પાણી પીશો તો તમારા શરીરમાં અનેક પ્રકારના રોગો શાંત રહે છે,જો તમે તમારા શરીરને જરૂરિયાત મુજબ પાણી ન પીવો તો અનેક પ્રકારના રોગો થાય છે.

એમાંથી આ એક બીમારી એટ્લે કબજિયાત. તમે પણ જાણો છો કે સવારે વહેલા ઉઠી નવશેકું ગરમ પાણી પીવું જોઈએ,સવારે નવશેકું પાણી પીવાથી કબજિયાત દૂર થાય છે,શરીરમાં સ્ટેમીના શક્તિ જળવાય છે,રોગ પ્રતિકારક શક્તિ મજબૂત થાય છે.

કબજિયાતમાં પાણી કઈ રીતે કામ કરે ? નવશેકું પાણી પીવાથી આંતરડામાં સુકાયેલ મળને નરમ કરે છે અને ધીમે ધીમે મળ માર્ગ દ્વારા આગળ ધકેલાય છે. કેવા લોકોએ દવા લેવાની જરૂર પડે ? જે લોકો ખવાપીવામાં ધ્યાન ન રાખતા હોય, જે લોકો ફાસ્ટફૂડ-જંકફૂડ, મેંદો, બિસ્કિટ,ચોકલેટ આ પ્રકારના ન ખાવાના દ્રવ્યો ખાતા લોકોએ દવા લેવાની જરૂર પડે છે.

અમુક લોકોને એવું જ હોય છે કે સવારે સમય ફિક્સ જ હોય આટલા વાગે ઊઠે છે તો એટલા વાગે જ પેટ સાફ થાય છે.આ સિવાય બીજું કે તમે તાંબાના વાસણમાં રાખી રાત પાણી રહેવા દો અને એ પાણી સવારે વહેલા ઉઠી નરના કોઠે પી જાઓ,આ ઉપાય કરવાથી પણ પેટ એકદમ સાફ રહે છે. અમારા દ્વારા શેર કરવામાં આવેલ આ માહિતી પસંદ આવી હોય તો વધુમાં વધુ શેર કરો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments