શ્રાવણ મહિનો શરૂ થતાં જ લાખો કાવડિયા પોતાના ખભે કાવડ લઈને જળ ભરવા માટે નીકળી પડતાં હોય છે. ઘણા લોકો તો ખભા પર ભારે ભારે કાવડ લઈને ચાલતા નીકળી પડતાં હોય છે. તમને જણાવી દઈએ કે બહુ જૂની છે આ પરંપરા જેનું પાલન આજએ પણ લોકો કરતાં રહે છે. કાવડિયાના પગ થાકી જાય છે પણ તેમનું મન થાકતું નથી. તેમના મનમાં મહાદેવ પ્રત્યે શ્રધ્ધા હોય છે જે તેમને થાક લાગવા દેતો નથી.
સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યો છે, જે ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક કાવડિયા ભગવાન શંકરજીની મૂર્તિને જ કાવડને બદલે પોતાના ખભા પર મૂકીને રસ્તે ચાલી નીકળે છે. આ વ્યક્તિએ ભગવાન શિવની મૂર્તિ બનાવી છે અને તેને ખૂબ જ સારી રીતે તૈયાર કરી છે. વીડિયોમાં જોઈ શકાય છે કે ભગવાન શંકરની મૂર્તિ ખૂબ જ સુંદર લાગી રહી છે.
તમે વીડિયોમાં જોઈ શકો છો કે કાવડિયો પોતાની સાથે ટેબલ પણ લઈને જઈ રહ્યો છે અને થાકી જતા જ ભગવાન શિવને ટેબલ પર બેસાડીને પોતે પણ આરામ કરી લે છે. જ્યારે કાવડિયા થોડીવાર આરામ કરી લે છે, ત્યારે તે ખભા પર શિવની મૂર્તિ અને ટેબલ મૂકીને નીકળી જાય છે. આ વીડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો પર લોકો પોતાનો પ્રતિભાવ આપી રહ્યા છે.
આ વાયરલ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર હરસનકવિ નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. બાકીના કાવડિયા લોકોથી અલગ વિચારીને કાવડને બદલે ભગવાન શિવની મૂર્તિ ખભા પર લઈને નીકળી પડ્યો હતો. સોશિયલ મીડિયા પર આ વીડિયો સામે આવતાની સાથે જ તે જોતજોતામાં વાયરલ થઈ ગયો. આ વીડિયો જોયા બાદ લોકો તેના ખૂબ વખાણ કરી રહ્યા છે.
આ વીડિયોને લાખો વ્યૂઝ મળ્યા છે. એટલું જ નહીં પરંતુ આ વીડિયોને લાખો લોકોએ પસંદ કર્યો છે. આ વીડિયોના કેપ્શનથી લઈને કોમેન્ટમાં ‘હર હર શંભુ’ લખેલું છે. આ વીડિયો જોયા બાદ સોશિયલ મીડિયા યુઝર્સ પોતાનો પ્રતિભાવ આપતા જોવા મળી રહ્યા છે.