જો તમે ફરવાના શોખીન છો, તો ભારતમાં તમારા માટે એવી ઘણી જગ્યાઓ છે, જ્યાં દરેક વસ્તુ મફતમાં મળી શકે છે. એટલે કે ઓછા ખર્ચે મુસાફરીનો આનંદ માણી શકાય છે. હા, સાંભળીને વિશ્વાસ કરવો થોડો મુશ્કેલ છે પરંતુ આ સત્ય છે. તો ચાલો જાણીએ એ જગ્યાઓ વિશે જ્યાં પ્રવાસનું આયોજન કરતી વખતે બજેટની ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે બે સૌથી મહત્વની વસ્તુઓ તમે મફતમાં મેળવી રહ્યા છો તે છે જમવાનું અને રહેવાનું. જેઓ બજેટને કારણે હંમેશા ફરવાનું માંડી વારે છે એવા લોકો માટે આ આર્ટિકલ ખુબ જ ઉપયોગી થશે.
મણિકરણ સાહિબ ગુરુદ્વારા
જો તમે હિમાચલ પ્રદેશ બાજુ ફરવા જય રહ્યા છો,તો તમે મણિકરણ સાહિબ ગુરુદ્વારાની મુલાકાત લઈને ત્યાં રોકાઈ શકો છો. અહીં તમને ખાવાનું જ નહીં પણ પાર્કિંગની સુવિધા પણ ફ્રીમાં મળશે. જો તમે તમારી પોતાની કારથી જાવ છો તો તમારે પાર્કિંગ માટેની ચિંતા કરવાની જરૂર નથી.
આનંદ આશ્રમ
જો તમે કેરળના પ્રવાસે જઈ રહ્યા છો, તો હરિયાળીની વચ્ચે આવેલો આ આનંદ આશ્રમ તમારા માટે રહેવા માટે શ્રેષ્ઠ છે. અહીં તમને 3 ટાઈમનું ભોજન મળશે. જો કે, આ ભોજન ઓછા તેલ અને મસાલા સાથે તૈયાર કરવામાં આવે છે જે તમારા સ્વાસ્થ્ય માટે પણ સારું છે.
ગીતા ભવન
જો તમે ઋષિકેશ જવાનું વિચારી રહ્યા છો, તો તમે ગીતા ભવનમાં રહી શકો છો. આ આશ્રમ 1000 રૂમનો છે. અહીં સત્સંગ અને યોગના સત્રો પણ યોજાય છે. તે ગંગા નદીના કિનારે આવેલું છે. અહીંથી તમે કુદરતી સૌંદર્યનો પણ આનંદ માણી શકો છો.
ઈશા ફાઉન્ડેશન
આ ફાઉન્ડેશન કોઈમ્બતુરથી લગભગ 40 કિમી દૂર છે. અહીં ભગવાન શિવની સુંદર પ્રતિમા પણ છે. તમે અહીં સ્વેચ્છાએ દાન કરી શકો છો. ઈશા ફાઉન્ડેશન સામાજિક કાર્ય માટે કામ કરે છે.