Saturday, August 20, 2022
HomeGujaratહાર્દિકના ભાઈ કૃણાલ પંડયાના ઘરે આગમન થયું દીકરાનું, ફોટો જાહેર કરીને જણાવ્યું...

હાર્દિકના ભાઈ કૃણાલ પંડયાના ઘરે આગમન થયું દીકરાનું, ફોટો જાહેર કરીને જણાવ્યું દીકરાનું નામ

કૃણાલ પંડયા ભારતીય ક્રિકેટ ટીમના એક દમદાર ખેલાડી છે તેઓ બોલિંગ સાથે સાથે બેટિંગ પણ ખૂબ સારી કરે છે. હમણાં આ ખિલાડી સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચામાં છે. વાત એમ બની છે કે થોડા દિવસ પહેલા જ પ્લેયરના ઘરે એક નાના બાળકનું આગમન થયું છે. આ ખુશખબરી કૃણાલ પંડયાએ જાતે જ તેમના ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ કરીને આપી હતી. તેમણે આ પોસ્ટમાં તેમની પત્ની અને બાળક સાથેનો એક સુંદર ફોટો શેર કર્યો છે.

તમને જણાવી દઈએ કે સોશિયલ મીડિયા પર ફોટોની પોસ્ટ સાથે કૃણાલ પંડયાએ તેમના દીકરાના નામનો પણ ખુલાસો કર્યો છે. તમને જણાવી દઈએ કે તેમણે કેપ્શનમાં દીકરાનું નામ જણાવ્યું હતું આ ખિલાડીએ પોતાના દીકરાનું નામ કવિર કૃણાલ પંડયા જણાવ્યું હતું. સોશિયલ મીડિયા પર આ કપલને હમણાં ખૂબ જ શુભેચ્છાઓ મળી રહી છે.

તમને જણાવી દઈએ કે વર્ષ 2017માં ડિસેમ્બર મહિનામાં કૃણાલ પંડ્યાએ પંખુરી શર્મા સાથે લગ્ન કર્યા હતા. નોંધપાત્ર વાત એ છે કે, એકબીજા સાથે લગ્ન કરતા પહેલા બંને લાંબા સમય સુધી એકબીજાને ડેટ કરતા હતા. આ સાથે હાર્દિક પંડ્યા પણ કાકા બની ગયો છે. ભારતીય ક્રિકેટ ટીમનો આ મજબૂત ખેલાડી હાર્દિક પંડયા પણ ગયા વર્ષે પિતા બન્યો હતો. હાર્દિક પંડ્યાની પત્ની નતાશાએ લગ્નના થોડા મહિના બાદ જ એક બાળકને જન્મ આપ્યો હતો. દંપતીએ તેમના પુત્રનું નામ અગસ્ત્ય રાખ્યું છે. પરંતુ હવે અગસ્ત્ય મોટો ભાઈ બની ગયો છે. કારણ કે કુણાલ પંડ્યાના ઘરે એક પુત્રનો જન્મ થયો છે.

જાણકારી માટે તમને જણાવી દઈએ કે IPLમાં લખનઉ સુપરજાયન્ટ્સ ટીમ તરફથી રમનાર કૃણાલ પંડ્યા કરોડોની સંપત્તિનો માલિક છે. આ મજબૂત ખેલાડીએ 2018માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમવા માટે ડેબ્યૂ કર્યું હતું. મીડિયા રિપોર્ટર અનુસાર તેમની કુલ સંપત્તિ 45 કરોડ રૂપિયાની આસપાસ છે. આ સાથે જ આ ખેલાડી પાસે અમદાવાદમાં લક્ઝરી અને મહેલ જેવું ઘર પણ છે. જેમાં તે પોતાની પત્ની સાથે જીવન વિતાવે છે. તેમણે પ્રોપર્ટીમાં ઘણું રોકાણ કર્યું છે.

ક્રિકેટ જગતમાં તેમણે પોતાની અનોખી ઓળખાણ બનાવી છે. તેમને લકઝરી વસ્તુઓનો શોખ છે. પણ આ પ્લેયરને સૌથી વધુ ગાડીઓનો શોખ છે. અને તેમને ઘડિયાળનો પણ બહુ શોખ છે. જો પ્લેયરના કાર કલેક્શનની વાત કરીએ તો તેના ગેરેજમાં ઓડીથી લઈને BMW સુધીની મોંઘી ગાડીઓ છે. તમને જણાવી દઈએ કે વર્ષ 2022માં લખનૌ સુપરજાયન્ટ્સે 8 કરોડ રૂપિયાની બોલી લગાવીને કૃણાલ પાંડેને ખરીદ્યો હતો. તે સમયે આ ખેલાડીની મૂળ કિંમત 2 કરોડ રૂપિયા હતી. તેણે IPLમાં પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરીને લાખો દર્શકોના દિલમાં જગ્યા બનાવી લીધી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments