દીકરી તેના માતા-પિતાના ઘરે નાનાથી મોટી થઈને એક જ ઈચ્છા રાખતી હોય છે કે તેને સારી સાસરી મળે અને તે આ લગ્ન દિવસની ઘણીવાર જોતી હોય છે. અને તે દિવસ તેના જીવનનો સૌથી મોટો દિવસ હોય છે. ત્યારે આ દીકરીઓ તેના હજારો સપના લઈને તેના પતિના ઘરે આવે છે. જો કે મહિલાઓ તેના માતા પિતા અને પરિવારની છોડીને હંમેશા માટે તેના પતિ પાસે રહેવા આવે છે અને તેના પતિના ઘરે જતી યુવતીને સુહાગરાતના જ દિવસે 550 વોલ્ટનો ઝટકો લાગે તો કેવું થાય છે. ત્યારે રાજકોટમાં આજે આવો જ એક બનાવ સામે આવ્યો છે.
રાજકોટમાં માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં એક યુવતીએ ફરિયાદ નોંધાવી છે. જેમાં આ મહિલાએ તેના પતિ, દીયર, સાસુ અને તેના સસરા સામે ફરિયાદ નોંધાવી છે. જો કે આ કિસ્સામાં ફરિયાદીનું કહેવું છે કે લગ્નની પહેલી રાતથી જ તેનું જીવન બરબાદ થઇ ગયું છે. હકીકતમાં લગ્નની પ્રથમ રાતે જ પતિએ તેની પત્નીને એવી વાત કરી હતી જેને જાણીને તેને 550 વોલ્ટનો ઝટકો લાગ્યો હતો.
આ ઘટનાની પ્રાપ્ત માહિતી અનુસાર, રાજકોટમાં અમીનમાર્ગ પર આવેલા ત્રિશા બંગલોઝમાં રહેતી એક પરિણીતાએ તેના પતિ જતીન સગપરીયા, દિયર કૌશલભાઈ, સાસુ ઇલાબેન અને સસરા નાથાભાઈ સામે શારીરિક અને માનસિક ત્રાસની ફરિયાદ નોંધાવી છે. જો કે આ મહિલાના જણાવ્યા અનુસાર તેના લગ્ન 2005ના વર્ષમાં જતીન સગપરીયા સાથે કરવામાં આવ્યા હતા.
તેમના આ લગ્ન જીવન દરમિયાન તેમને એક દીકરો છે. જયારે હાલમાં આ પરણીતા તેના પિતાની સાથે રહે છે. જો કે આ ફરિયાદના જણાવ્યા અનુસાર તેના પતિએ તેને સુહાગરાતની રાતે કહ્યુ હતું કે, તેના જીવનમાં બીજી કોઈ મહિલા છે. અને તેને આ લગ્ન ફક્ત તેના પરિવારના કહેવા પ્રમાણે જ કર્યા છે. ત્યારે આ વાત જાણતા જ પરણિતાને સુહાગરાતની રાતે જ મોટો આઘાત લાગ્યો હતો.
જો કે આ અંગે ફરિયાદીએ વધુમાં કહેતા જણાવ્યું હતું કે, આ સમગ્ર મામલે તેને તેના પતિને સમજાવ્યો હતો જેહિ તેનો ઘર સંસાર બગડે નહિ, ત્યારે આ અંગે તેના પતિએ તેને વિચારવા માટે નો સમય માંગ્યો હતો અને આગળ ભવિષ્યમાં બધુ સારું થઈ જશે તેવી વાત કહી હતી. જો કે તેનો પતિ ધીરે ધીરે સુધરી જશે તેવું માનીને તેને પહેલા તો આ વાત તેને કોઈને કરી ન હતી. જોકે, તેનો પતિ સમય જતા પણ ન સુધર્યો હતો અને થોડા દિવસ બાદ જ તેને કહેવા લાગ્યો હતો કે તું મને ગમતી નથી તેવું કહીને ફરિયાદીને છૂટાછેડા આપી દેવા માટે કહ્યું હતું. જો કે તેમ છતાં આ પરણિતા તેમના લગ્ન જીવન બગડે નહિ જેને લઈને તે બધું સહન કરતી રહી હતી. બાદમાં આ સમગ્ર મામલો પરિવારના અન્ય સભ્યો સમક્ષ કરતા તેને પણ તેના પતિને પક્ષ જ લીધો હતો, જયારે તેનો પતિ સતત ઝઘડા કરવા લાગ્યો હતો.
આ પરણીતાની ફરિયાદ પ્રમાણે તેનો પતિ તેની અવારનવાર મારપીટ કરતો રહેતો હતો. ત્યારે આ દરમિયાન મહિલાએ એક દીકરાને જન્મ આપ્યો હતો. જો કે, આ અંગે આજથી પાંચ વર્ષ પહેલા પરણિતા વિરુદ્ધ તેના સસરાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ આ પરણિતા તેના પુત્ર સાથે એક ફ્લેટમાં અલગ રહેવા માટે જતા રહ્યા હતા. બાદમાં તેને સમજાવીને પાછી ઘરે લાવવામાં આવી હતી. જો કે, આ દરમિયાન આ મહિલાનો પતિ તેના ઘરે આવતો ન હતો અને વારંવાર તેને છૂટાછેડા આપવા માટે દબાણ કરતો રહેતો હતો. ત્યારે આખરે આ બધાથી કંટાળીને પરણિતાએ તેના પતિ અને સાસરિયા વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.