પિતા અને દીકરી વચ્ચેનો સંબંધ એ સૌથી સુંદર હોય છે. દીકરી ભલે ગમે એટલી મોટી થઈ જાય તેનાથી કોઈપણ ફરક પડતો નથી તે દીકરી પિતા માટે હમેશા નાનકડી જ રહે છે. હમણાં સોશિયલ મીડિયા પર એક વિડીયો ખૂબ વાઇરલ થઈ રહ્યો છે. આ વિડીયો લોકોને ખૂબ પસંદ આવી રહ્યો છે. જેણે લોકોનું ખૂબ દિલ જીતી લીધું છે.
આ વીડિયો ક્લિપમાં એક પિતા ચાલુ લોકલ ટ્રેનના દરવાજા પાસે બેઠેલા જોઈ શકાય છે. તે પોતાની નાની દીકરી સાથે મુસાફરી કરી રહ્યો છે. જ્યારે બાળકી તેના નાના હાથ વડે તેના પિતાને ફળ ખવડાવવાનું શરૂ કરે છે, ત્યારે જ ટ્રેનમાં હાજર એક મુસાફર આ સુંદર દ્રશ્ય કેમેરામાં કેદ કરી લે છે. આ વીડિયો જોયા બાદ ઈન્ટરનેટ યુઝર્સ ખૂબ જ ભાવુક થઈ રહ્યા છે.
તમે બધા આ વીડિયોમાં જોઈ શકો છો કે મુંબઈની લોકલ ટ્રેનના ફ્લોર પર એક વ્યક્તિ બેઠેલો જોવા મળે છે અને તેની સાથે એક નાની છોકરી પણ છે, જે તેના ઘૂંટણ પર હાથ મૂકીને તેના પિતાને ખાવાનું કહે છે. આ દરમિયાન પિતા ભલે હજારો મુસીબતોમાંથી પસાર થઈ રહ્યા હોય, પરંતુ તેમના ચહેરા પર સ્મિત આવી જાય છે. આ વીડિયો જોયા બાદ ઘણા સોશિયલ મીડિયા યુઝર્સ તેના પર પોતાનો પ્રતિભાવ આપતા જોવા મળી રહ્યા છે. લોકો આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે.
પિતા અને પુત્રી વચ્ચેની એક અમૂલ્ય ક્ષણ આ વીડિયોમાં સુંદર રીતે કેદ કરવામાં આવી છે. આ વિડિયો તમારો દિવસને વધુ સુંદર બનાવશે. આ વીડિયો સાક્ષી મેહરોત્રાએ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે જેમાં એક નાની છોકરી લોકલ ટ્રેનમાં તેના પિતાને ફળ ખવડાવતી જોવા મળી રહી છે.
બંનેની પ્રેમાળ વાતચીત હૃદયને પીગળવા માટે પૂરતી છે. વીડિયોના અંતમાં જોઈ શકાય છે કે નાની બાળકી તેના પિતાને ફળનો ટુકડો આપે છે અને પછી તે પોતે ખાય છે. ઇન્સ્ટાગ્રામ પર વાયરલ થયેલા આ વિડીયોના કેપ્શનમાં લખ્યું છે કે “આવી ક્ષણો માટે જીવવા માંગો છો!”