આપણા દેશમાં નારીને ઘણું માન સન્માન આપવામાં આવે છે જયારે ઘણીવાર એવા પણ કિસ્સા સામે આવે છે જેમાં નારી પર એવો ત્રાસ આપવામાં આવે છે જેના વિશે આપણે વિચારી પણ નથી શકતા. ત્યારે હવે આ કળિયુગના સમયમાં કોઈ પણ સુરક્ષિત જણાઈ રહ્યું નથી. દેશમાં હત્યા, લૂંટફાટ, અત્યાચાર ગેંગરેપ અને મહિલાઓ સાથે છેતરપિંડીના કેસો સતત વધારો થઇ રહ્યો છે. દેશમાં દિવસે ને દિવસે દુષ્કર્મના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે.
જેના વિશે આપણે વિચારી પણ નથી શકતા કે મહિલાઓ સાથે ગમે ત્યારે ગમે તે બનાવ બની શકે છે, જેના અનેક કિસ્સાઓ સામે આવી ચૂકયા છે. દેશમાં નાની બાળકીઓથી લઈને મોટી યુવતીઓ પણ સુરક્ષિત નથી, જેના અવારનવાર કેસો સામે આવતા રહે છે. ત્યારે આજે એક એવો મામલો સામે આવ્યો છે. જેમાં એક માનસિક અસ્વસ્થ યુવતી પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે.
આ ઘટના અંગે પ્રાપ્ત માહિતી અનુસાર, આણંદથી લગભગ 8 કિલોમીટર દૂર આવેલ એક ગામમાં રહેતી એક માનસિક અસ્વસ્થ યુવતી જેની ઉંમર અંદાજે 22 વર્ષ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. જો કે આ માનસિક રીતે અસ્વસ્થ યુવતી પર કોઈ નરાધમે તેની શારીરિક ભૂખ સંતોષવા માટે તેના પર દુષ્કર્મ આચરીને ગર્ભવતી બનાવી દીધી હોવાનું સામે આવતા જ આ વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે.
જો કે, આ ઘટનાના જણાવ્યા અનુસાર, આણંદથી લગભગ 8 કિલોમીટર દૂર આવેલ એક ગામમાં આશાવર્કરની બહેનો ગર્ભવતી મહિલાઓનો સર્વે કરવા માટે ગઇ હતી. ત્યારે આ દરમિયાન આ આશાવર્કરની બહેનો ગામના સીમ વિસ્તારમાં આવી હતી. અહીં આજુબાજુના સ્થાનિક લોકોએ ગામના મંદિરના ઓટલા ઉપર બેઠેલી માનસિક અસ્વસ્થ યુવતીની તપાસ કરવા માટે કહ્યું હતું ત્યારે આ આશાવર્કરની બહેનોએ માનસિક અસ્વસ્થ યુવતીની તપાસ હાથ ધરી હતી.
આશાવર્કરની બહેનોએ માનસિક અસ્વસ્થ યુવતીની તપાસ કરતા તેને આઠ માસનો ગર્ભ હોવાનું સામે આવ્યું હતું. ત્યારે આ આશાવર્કરની બહેને તાત્કાલિક જય ભારતીય ફાઉન્ડેશનના હંસાકુવારબા રાજને માહિતી આપતા તે તરત જ ઘટના સ્થળે આવો પહોંચ્યા હતા અને તેને નજીકની સરકારી હોસ્પિટલમાં તપાસ માટે લઇ જવામાં આવી હતી, ત્યારે અહીં આ સમગ્ર હકીકત સામે આવી હતી. નોંધનીય છે કે, આ માનસિક રીતે અસ્વસ્થ યુવતીની માતા વર્ષો પહેલાં જ મૃત્યુ પામી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે, જયારે તેના પિતા એક છાપરાંમાં રહી મજૂરીકામ કરીને તેનું જીવન પસાર કરી રહ્યા છે. જ્યારે આ યુવતી ભટકતું જીવન જીવી રહી હતી.
હાલમાં આ માનસિક અસ્વસ્થ યુવતી સગર્ભા છે અને તેને આઠમો માસ ચાલી રહ્યો છે. જયારે આ યુવતીને હાલમાં નારી કેન્દ્ર ખાતે મોકલવામાં આવી રહી છે. જોકે આ યુવતી પર કોને દુષ્કર્મ આચર્યું છે તે હાલ રહસ્ય બની રહ્યું છે. જો કે આ મામલે હાલમાં પોલીસ દ્વારા કોઈ ફરિયાદ લેવામાં આવી નથી. જયારે પોલીસ દ્વારા હાલમાં આ સમગ્ર ઘટના અંગે તપાસ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત ગામના CCTV ફૂટેજ અને બાતમીદારોને પણ એક્ટિવ કરવામાં આવ્યા છે. આ ઘટનામાં જે પણ સંડાવાયેલું હશે તેમની વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.