Saturday, August 20, 2022
HomeBusinessમારી ઊંચાઈ ઓછી છે એટ્લે કોઈ નોકરીએ રાખતું નથી, ભાઈની આ વાત...

મારી ઊંચાઈ ઓછી છે એટ્લે કોઈ નોકરીએ રાખતું નથી, ભાઈની આ વાત સાંભળી પોપટભાઈએ કર્યું એવું કામ કે…

નમસ્કાર દોસ્તો, ગુજરાતના લોકલાડીલા સામાજિક કાર્યકર એવા પોપટભાઈ આહિર જરૂતિયાત મંદ લોકોની સેવા કરવામાં હર હંમેશ તત્ત્પર રહે છે, થોડા દિવસ પહેલા સુરતમાથી એક ભાઈએ પોપટભાઈને ફોન કર્યો હતો તો પોપટભાઈએ તેમની મુલાકાત લીધી હતી.એ ભાઈનું નામ વજુભાઈ ભોપાભાઈ પરમાર છે.

વજુભાઈએ કહ્યું,મારી ઊંચાઈ જન્મજાતથી ઓછી છે,હું પહેલા ભાવનગરમાં રહી સરકારી પરીક્ષાઓની તૈયારી કરતો હતો પણ પરિક્ષામાં કોઈ તક ન હતી, મારી ઉંમર ૩૨ વર્ષની છે.મારા પરિવારમાં હું મારા માતા-પિતા મારો મોટો ભાઈ છે, હું છેલ્લા ૨ મહિનાથી સુરતમાં નોકરી માટે આવ્યો છું પરંતુ મને મારી ઊંચાઈના લીધે મને કોઈ નોકરીએ રાખતું નથી,હું અત્યારે બેરોજગાર છું.

હું BA સુધી અભ્યાસ કર્યો હતો.મારે હવે ધંધો કરવો છે,તો હું પોપટભાઈ તમારી જોડે એક અપીલ કરું કે તમે મને દુકાન આપવામાં મદદ કરો.આ અંગે પોપટભાઈએ કહ્યું, અમે તમારી ચોક્કસ પણે મદદ કરીશું, અને દુકાન આપવા પોપટભાઈએ વચન આપ્યું.વધુમાં કહ્યું, આવા દિવ્યાંગ લોકોની મદદ કરવી એ આપણી નૈતિક ફરજ છે.

જો તમારી આસપાસ આવા લોકો જોવા મળે તો તમે પણ તેમની મદદ કરો.૩ ફૂટના આ ભાઈને ધંધો કરવા માટે પોપટભાઈએ દુકાન કરી આપી છે.પોપટભાઈએ વજુભાઈ પરમારને કહ્યું, તમે અમને દુકાન માટે કહ્યું હતું એમાં અમારી મદદ કરનાર વ્યક્તિએ નામ આપવાની ના કહી છે તો ભગવાનના નામે જય દ્વારકાધીશના નામે આ ધંધો ચાલુ કરો.

વજુભાઈએ કહ્યું, પોપટભાઈ તમે દુકાન કરી આપી એ બદલ તમને ખૂબ ખૂબ આભાર, તમે દિન-પ્રતિદિન આગળ વધો એ જ હું દ્વારકાધીશને પ્રાર્થના કરું છું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments