Saturday, August 20, 2022
HomeGujaratસવાર સાંજ લાંબો રહે,બપોરે થાય નાનો, સદાય આપણી સંગ રહે મિત્ર આપણો...

સવાર સાંજ લાંબો રહે,બપોરે થાય નાનો, સદાય આપણી સંગ રહે મિત્ર આપણો માનો…

નમસ્કાર મિત્રો,આજે આપણે મજેદાર ઉખાણા વાંચીશું.

૧. છોડના મૂળમાં હું રહું, મારી જાત છે અનેક કહું, મોઢે તો બહુ મીઠી જ રહું, વધી જાય ડોઝ તો ગરબડ કરું,
જવાબ : મગફળી

૨. આઠ પગને દેહ દડી પ્યારી, કુદરતની અદ્ભુત એ કારીગરી, ખોરાક કાજ કરે એ મહેનત સારી, મળી છે એને જન્મભેટ ગુંથણગીરી…
જવાબ : કરોળિયો

૩. આમ તેમ નથી થતું હું, એક આંગળીના ઇશારે ફરું હું, ચોકીદાર છું સૌ કોઈનો હું, ક્યાક તૂટું તો ક્યાક સાચવું હું,
જવાબ : તાળું

૪. સાંભળો અમે જાદુગર કેવા, નાનાને મોટા બતાવીએ એવા, કાન પકડી રાખીને બેસીએ, નાક પર સૌના ચડીએ એવા…
જવાબ : ચશ્મા

૫. સવાર સાંજ લાંબો રહે,બપોરે થાય નાનો, સદાય આપણી સંગ રહે મિત્ર આપણો માનો…
જવાબ : પડછાયો

૬. હાથી જેવડો દંડૂકો કામ કરતા રૂવે, માનીતીનો માનીતો, મેલ સૌના ધુએ
જવાબ : ધોકો

૭. ધગધગતો એ ગોળો છે, આભમાં તો વસતો છે દિવસ ઉગેને આવી જાય, રાત પડેને ચાલ્યો જાય…
જવાબ : સુરજ

આવા અવનવા મજેદાર ઉખાણા પસંદ આવતા હોય તો વધુમાં વધુ શેર કરો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments