Saturday, August 20, 2022
HomeIndiaમાતા-પિતાએ જીવનભરની કમાણીમાંથી ઘર બનાવ્યું, આજે એ જ ઘરમાંથી પુત્રવધૂએ સાસુ-સસરાને કાઢી...

માતા-પિતાએ જીવનભરની કમાણીમાંથી ઘર બનાવ્યું, આજે એ જ ઘરમાંથી પુત્રવધૂએ સાસુ-સસરાને કાઢી મૂક્યા, હદ તો ત્યારે થઈ જ્યારે…

દરેક માતા-પિતા પોતાના પુત્ર-પુત્રવધૂની ખુશી માટે બધું જ કરે છે.આવી સ્થિતિમાં વૃદ્ધાવસ્થામાં તેમની સેવા કરવી એ પણ તેમની ફરજ છે.પરંતુ મધ્યપ્રદેશના જબલપુર શહેરમાં એક કળયુગી પુત્રવધૂએ તેની સાસુને ઘરની બહાર ધકેલી દીધી.નવાઈની વાત એ હતી કે જે ઘરમાંથી પુત્રવધૂએ સાસુને બહાર કાઢી તે ઘર સસરાએ પોતાની જીવનભરની કમાણી અને લોનથી વહુ માટે બનાવ્યું હતું.સાસુ લગભગ ૧૫ વર્ષથી બેઘર છે.જો કે, કોર્ટમાં જતા તેમને રાહત મળી હતી.

હકીકતમાં ૬૭ વર્ષીય જગદીશભાઇ ગૌતમ અને તેમની ૬૪ વર્ષીય પત્ની કલાવતીબેન ભાડે રહે છે.જગદીશભાઈ શાકભાજી વેચે છે.તેમને બે પુત્ર અને એક પુત્રી છે,બધા પરિણીત છે.દીકરી સાસરે છે તો બંને દીકરાઓ પિતાની મહેનતની કમાણીથી બનેલા ઘરમાં રહે છે.પુત્ર વિજય અને પુત્રવધૂ દીપ્તિના કહેવાથી જગદીશભાઈએ ૨૦૦૩ માં ૧૭૨૦ ચોરસ ફૂટનો પ્લોટ ખરીદ્યો હતો.તેમણે પોતાના જીવનભરની કમાણી આમાં રોકી હતી,મકાન બનાવવા માટે લોન પણ લીધી હતી.

જો કે,ઘર તૈયાર થતા જ પુત્રવધૂએ તેમને માર મારવાનું શરૂ કરી દીધું હતું. પુત્રવધૂએ સાસુ પર એટલો ત્રાસ ગુજાર્યો કે સાસુમા ઘર છોડવા મજૂબૂર બન્યા.પુત્રવધૂએ અપશબ્દો બોલી માર મારી બંનેનો સામાન પણ ફેંકી દીધો હતો.૨૦૦૬ ની આ વાત છે.આ ઘટના બાદ દંપતીએ માધોતાલ પોલીસ સ્ટેશન, એસપી અને કલેક્ટર વગેરેને પણ ફરિયાદ કરી હતી.પણ કોઈએ કંઈ કર્યું નહીં.આવી સ્થિતિમાં આ દંપતી થોડા દિવસ વૃદ્ધાશ્રમમાં રહ્યા પરંતુ તેમને ત્યાંથી પણ હાંકી કાઢવામાં આવ્યા હતા.

ત્યારબાદ દંપતી ભીખ માંગીને ગુજરાન ચલાવતા હતા.ત્યારબાદ તેઓ એડવોકેટને મળ્યા.તેમની મદદથી તેમણે પુત્રવધૂ સામે હાઈકોર્ટમાં ફરિયાદ નોંધાવી હતી.હાઈકોર્ટની જસ્ટિસે જ્યારે આ વૃદ્ધ દંપતીની વાત સાંભળી તો તેમણે વહુ દીપ્તિને બાળકો સાથે ઘર ખાલી કરવા અને ૬૦ દિવસમાં સસરાને આપવા સૂચના આપી.

આટલા વર્ષોના સંઘર્ષ બાદ આખરે વૃદ્ધાને તેમનું ઘર મળશે.આમ તો, દુ:ખની વાત એ છે કે વૃદ્ધ દંપતીની તબિયત પણ હવે સારી નથી.જો કે હાઈકોર્ટના આ નિર્ણય બાદ બંનેને ચોક્કસપણે ન્યાય મળ્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments