Saturday, August 20, 2022
HomeIndiaમોંઘવારીથી પરેશાન બાળકીએ મોદીજીને લખ્યો પત્ર, પત્રમાં લખેલ શબ્દો વાંચી તમે પણ...

મોંઘવારીથી પરેશાન બાળકીએ મોદીજીને લખ્યો પત્ર, પત્રમાં લખેલ શબ્દો વાંચી તમે પણ સ્તબ્ધ રહી જશો

છેલ્લા કેટલાક સમયથી દેશભરમાં મોંઘવારી વધી રહી છે.ગરીબ-મધ્યમ વર્ગના લોકોની હાલત કફોડી બની રહી છે.હવે તેની અસર નાના બાળકો પર જોવા મળી રહી છે.વાત તો એ છે કે એક નાની બાળકીએ મોંઘવારીથી પરેશાન થઈને પીએમ નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે.આ પત્રમાં બાળકીએ પીએમને એવી વાતો કહી,જેને વાંચીને લોકો હસી રહ્યા છે.

મોંઘવારીથી પરેશાન આ બાળકીનું નામ કૃતિ દુબે છે.કૃતિ ૬ વર્ષની છે અને તે ઉત્તર પ્રદેશના કન્નૌજમાં રહે છે.તેના પિતા વિશાલ દુબે વ્યવસાયે વકીલ છે.શાળામાં તેની પેન્સિલ ખોવાઈ જવા પર તેની માતાએ ઠપકો આપ્યા બાદ બાળકીએ પીએમ મોદીને મોંઘવારી અંગે પત્ર લખ્યો હતો.આનાથી છોકરી સમજી ગઈ કે આજકાલ વસ્તુઓ ખૂબ મોંઘી થઈ ગઈ છે.

ધોરણ ૧ ની આ છોકરીએ તેના પત્રમાં લખ્યું,બાળકીનો આ પત્ર હવે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. પેટ્રોલ-ડીઝલ અને ગેસ સિલિન્ડર જેવી વસ્તુઓના ભાવ વધારાથી મોટા લોકો પરેશાન છે.પરંતુ પેન્સિલ, રબર અને મેગી જેવી કામની વસ્તુઓના ભાવમાં વધારો થવાને કારણે આ નાની બાળકી મુશ્કેલીનો સામનો કરી રહી છે.

કહેવામાં આવી રહ્યું છે કે બાળકીનો પત્ર વડાપ્રધાનને પોસ્ટ દ્વારા મોકલવામાં આવ્યો છે.જો કે,તેમના તરફથી હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments