Saturday, August 20, 2022
HomeAjab Gajabમૃત્યુના 30 વર્ષ પછી થયા આ કપલના લગ્ન, આવા અનોખા લગ્ન પહેલા...

મૃત્યુના 30 વર્ષ પછી થયા આ કપલના લગ્ન, આવા અનોખા લગ્ન પહેલા ક્યારેય નહીં જોયા હોય

તમે આજ સુધી ઘણાબધા લગ્ન જોયા હશે. તેમાંથી અમૂક તો બહુ અનોખા હશે. પણ આજે અમે તમને એક એવા લગ્ન બતાવી રહ્યા છે જે તમે આજ પહેલા ક્યારેય નહીં જોઈ કે સાંભળી હોય. આ લગ્નમાં જે વરરાજા અને દુલ્હન છે તેઓ 30 વર્ષ પહેલા મૃત્યુ પામી ચૂક્યા છે. જો કે હમણાં જ આ મૃત વરરાજા અને દુલ્હનના પારંપરિક રીતે લગ્ન કરાવવામાં આવ્યા છે. વાત એમ છે કે તેમના પરિવારએ તે બંનેના લગ્ન કરાવ્યા છે. ચાલો તમને જણાવીએ આ અનોખા લગ્ન વિષે.

શોભા અને ચંદપ્પાના લગ્ન બાળપણમાં જ એકબીજા સાથે નક્કી થઈ ગયા હતા. પરંતુ બંને મૃત્યુ પામ્યા હતા. હવે તેમના મૃત્યુના 30 વર્ષ બાદ તેમના પરિવારે બંનેના પ્રતીકાત્મક લગ્ન કર્યા હતા. આ લગ્ન ગુરુવારે (28 જુલાઈ) કર્ણાટકના દક્ષિણ કન્નડ જિલ્લામાં થયા હતા. કર્ણાટક અને કેરળમાં કેટલાક સમુદાયો દ્વારા પરંપરા મુજબ આવા લગ્નો કરવામાં આવે છે. તેને ‘પ્રેથા કલ્યાણમ’ અથવા ‘મૃતકોના લગ્ન’ કહેવામાં આવે છે. તે મૃતકોના આત્માઓને આદર આપવાનો એક માર્ગ છે.

આ અનોખા લગ્નની કેટલીક ઝલક YouTuber એની અરુણે તેના ટ્વિટર એકાઉન્ટ પર શેર કરી છે. તેણે આ લગ્ન સાથે જોડાયેલી ઘણી અનોખી માહિતી પણ આપી. લગ્નના કેટલાક વીડિયો પણ શેર કર્યા છે. અરુણે જણાવ્યું કે વરરાજા 30 વર્ષ પહેલા જ મૃત્યુ પામ્યા છે. આજે તેમના લગ્ન છે, જેમાં તેમણે હાજરી પણ આપી છે.

અરુણે પોતાના ટ્વિટમાં જણાવ્યું કે આ લગ્ન સામાન્ય લગ્ન જેવા હતા. આમાં સામાન્ય લગ્નમાં થતા તમામ રિવાજો અને પરંપરાઓ થઈ હતી. ફરક માત્ર એટલો હતો કે આ લગ્નમાં સાચા વર દુલ્હનને બદલે મૃતકોનો પૂતળો હતો. તેમના લગ્ન રીતિ-રિવાજ મુજબ થયા હતા. પછી તે મંગળસૂત્ર પહેરવાનું હોય કે 7 ફેરા લેવાના હોય.

અરુણ જણાવે છે કે આ લગ્નમાં બાળકો અને અપરિણીત લોકોને આવવાની પરમીશન નથી. લગ્નમાં જાન અને “સપ્તપદી” પણ સામેલ હતી. લગ્નની વિધિઓ ઉપરાંત સ્વાદિષ્ટ મિજબાનીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. મેનુમાં ફિશ ફ્રાય, ચિકન સુક્કા, કડલે બલિયાર, મટન સાથે ઇડલી હતી. અરુણ જણાવે છે કે કદાચ આ લગ્ન કર્યા પછી જે વ્યક્તિનું મૃત્યુ થાય છે તે આગામી જન્મમાં ખુશીથી જીવે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments