Saturday, August 20, 2022
HomeCrimeનવસારીમાં છેલ્લા લાંબા સમયથી ચાલી રહેલ માથાકૂટને લઈને સાઈ ગ્રુપ અને RVD...

નવસારીમાં છેલ્લા લાંબા સમયથી ચાલી રહેલ માથાકૂટને લઈને સાઈ ગ્રુપ અને RVD ગ્રુપ આવ્યા સામસામે, RVD ના જય નાઈક પર કર્યો હુમલો

રાજ્યમાં ગુનાહિત ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી. રાજ્યમાં લૂંટફાટ, ચોરી અને હત્યાની ઘટનાઓ સતત સામે આવી રહી છે. ગુનેગારોનો જુસ્સો એટલો બધો વધી રહ્યો છે કે, હવે તેઓ પોલીસની પણ સામે પડીને અપરાધ કરતા અટકતા નથી. ત્યારે આજે એક એવો ખૂની ખેલ સામે આવ્યો છે. સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે ગુનેગારો પોલીસથી એટલા ડરતા નથી કે તેઓ આ ઘટનાને અંજામ આપવા માટે શખ્સની ઘાતકી હત્યા કરી દેવામાં આવી છે. આ હત્યાનો બનાવ નવસારી માંથી સામે આવ્યો છે

આ ઘટનાની પ્રાપ્ત માહિતી અનુસાર, હાલમાં ફરી એકવાર નવસારીમાં લુખ્ખા તત્વોએ તેમનું વર્ચસ્વ વધારવા માટે તેમના ગ્રુપવોરે માથું ઉચક્યું છે. જો કે નવસારીમાં રાષ્ટ્રીય વિદ્યાર્થી દળના જય નાઈક પર ગઈકાલે રાત્રે વિજલપોરના સાઈ ગ્રુપના ગણેશ ગુટ્ટે અને તેના સાથીદારોએ અહીં હુમલો કરતા આ વિસ્તારમાં ભાગદોડ મચી ગઈ હતી. ત્યારે આ હુમલામાં જય નાઈક ગંભીર રીતે ઘાયલ થઇ જતા તેને અહીંની નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

જો કે, આ ઘટનાની જાણ થતા જ RVD ના યુવાનોએ માથાભારે ગણેશ ગુટ્ટેના ઘરે જઈને તેની કારમાં તોડફોડ કરવા લાગ્યા હતા. આ હુમલાવરો સામસામે આવી જતા શહેરનું વાતાવરણ તંગ થઇ ગયું હતું જેના કારણે અહીં પોલીસ દ્વારા ચુસ્ત રીતે બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

આ ઘટનાની વધુ પ્રાપ્ત માહિતી અનુસાર, નવસારી શહેરમાં ગઈકાલે રાત્રે 9:30 વાગ્યાની આસપાસ કેટલાક ઈસમોએ કબીલપોરની રામનગર સોસાયટી પાસે તલવાર અને લોખંડના પાઇપ વડે રાષ્ટ્રીય વિદ્યાર્થી દળ ચલાવતા જય નાઈક પર જીવલેણ હુમલો કર્યો હતો, જેના કારણે જય નાઈક ઘણી ગંભીર રીતે ઘાયલ થઇ ગયો હતો, ત્યારે આ જય નાઈકને તાત્કાલિક સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.

ત્યારબાદ આ મામલે જ્ય નાઈક ના પક્ષે ગણેશ ગુટ્ટે, વિજલપોરના પૂર્વ નગર સેવક જ્યોતિ રાજભર, વાઘા ભરવાડ સહિત 6 સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં ફરિયાદ કરવામાં આવતા પોલીસે આ હુમલાખોરોને ઝડપી પાડવા માટે કાર્યવાહી હાથ ધરી છે. જયારે બીજી તરફ આ જય નાઈક પર હુમલો વિજલપોરના સાઈ ગ્રુપના ગણેશ ગુટ્ટે અને વિજલપોરના પૂર્વ નગર સેવક જ્યોતિ રાજભર દ્વારા કરવામાં આવ્યો હોવાની વાત સામે આવતા જ RVD ગ્રુપના યુવાનોએ વિજલપોર શિવાજી ચોક પાસે પહોંચી, ગણેશ ગુટ્ટેના ઘર પાસે તેની કારની તોડફોડ કરી હતી.

જો કે આ ઘટનાની જાણ થતા જ શહેર પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસને આવતા જ આ આ ટોળકીઓ તોડફોડ કરીને ત્યાંથી ભાગી છૂટ્યા હતા. જેને લઈને ગણેશ ગુટ્ટેના પરિવારના સભ્યએ પણ કારમાં તોડફોડ કરતા 10 શખ્સો સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

નોંધનીય છે કે, નવસારી શહેરમાં છેલ્લા ઘણા લાંબા સમયથી સાઈ ગ્રુપ અને RVD ગ્રુપ વચ્ચે કોઈને કોઈ કારણે ઘણી માથાકૂટ થતી રહેતી હોવાનું સામે આવતું રહે છે. અને આ માથાકૂટ દરમિયાન સામસામે પક્ષમાં હુમલા પણ થયા છે. ત્યારે ગઈકાલે રાત્રે ફરી વાર કબીલપોર પાસે જય નાઈક ઉપર હુમલો કરવામાં આવતા સમગ્ર વિસ્તાર દોડધામ મચી ગઈ હતી. અને સ્થાનિકોમાં પણ ભયનો માહોલ ફેલાયો હતો. જો કે હાલમાં આ ઘટનાની મળતી માહિતી અનુસાર 2014 ના એક કેસ મામલે જે હાલમાં કોર્ટના બોર્ડ પર આવ્યો છે ત્યારે આ કેસના સમાધાન માટે હુમલાખોરો દ્વારા જય નાઈક ઉપર સતત દબાણ કરવામાં આવી રહ્યું હોવાનું અને આ પગલે જ જય નાઈક પર હુમલો કરવામાં આવ્યો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments